ભારત ફોર્જે લેન્ડિંગ ગિયર ફોર્જિંગ્સના ઉત્પાદન માટે Embraer સાથે લાંબા ગાળાનો કોન્ટ્રેક્ટ કર્યો
અમદાવાદ, 16 મેઃ એડવાન્સ્ડ ફોર્જીંગ અને પ્રિસિઝન એન્જીનિયરિંગમાં વિશ્વની અગ્રણી કંપની ભારત ફોર્જ લિમિટેડ (BFL)એ આજે જાહેરાત કરી કે તેણે અત્યંત મહત્વના લેન્ડિંગ ગિયર ફોર્જીંગના ઉત્પાદન અને સપ્લાઈ માટે Embraerની વૈશ્વિક એરોસ્પેસ સપ્લાઈ ચેઈનમાં સામેલ થનાર ભારત સૌ પ્રથમ સપ્લાયર બની ગયો છે.

આ એગ્રિમેન્ટ હેઠળ ભારત ફોર્જ એ એમ્બ્રેયર (Embraer)ના કોમર્શિયલ અને સંરક્ષણ એરક્રાફ્ટ પ્રોગ્રામ્સ માટે લેન્ડિંગ ગિયર સિસ્ટમ્સના ખૂબ જ મજબૂત અને ગુણવત્તાયુક્ત ફોર્જ્ડ કમ્પોનન્ટ્સનો સપ્લાય કરશે.આ જોડાણ વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં ભારત ફોર્જની વિસ્તાર પામી રહેલી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે અને જટિલ તેમજ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વના ઘટકો માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે તેનું સ્થાન મજબૂત કરે છે.
આ લાંબા ગાળાનો કરાર ગુણવત્તા, વિશ્વસનીયતા અને લાંબા ગાળાના સહયોગ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, તે સાથે જ વૈશ્વિકસ્તરના સર્ટીફિકેશન સ્ટાન્ડર્ડ્સ પૂરા કરતા ફોર્જ્ડ પ્રોડક્ટ્સ પૂરા પાડવા ભારત ફોર્જની ક્ષમતાને પણ રજૂ કરે છે.
ભારતીય કંપની સાથે થયેલો આ પ્રથમ કોન્ટ્રેક્ટ ભારતની એરોસ્પેસ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટેની Embraer કટિબદ્ધતા દર્શાવે છે,જે સમગ્ર સપ્લાય ચેઇનમાં લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરશે.આ કોન્ટ્રેક્ટ એવા સમયે થયો છે જ્યારે એમ્બ્રેયર ભારતમાં તેની ઉપસ્થિતિ સતત વિસ્તાર કરી રહી છે અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો તેમજ સરકારી હિતધારકો સાથે સક્રિય સંવાદ જાળવી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
