અમદાવાદ, 26 મે: HDFC MF ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામ કરતી અને ભારતની અગ્રણી MFકંપનીઓમાંની એક HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (HDFC AMC) 5 મે, 2026ના રોજ તેના HDFC મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડના પાંચ વર્ષ પૂરા કર્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ ફંડ ઓફ ફંડે વિવિધ સમયગાળામાં પોતાના બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને બજારની બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે પણ મજબૂત દેખાવ જાળવી રાખ્યો છે.

મે 2021માં લોન્ચ કરવામાં આવેલું આ ફંડ ઇક્વિટી-ઓરિએન્ટેડ, ડેટ-ઓરિએન્ટેડ તેમજ ગોલ્ડ ઇટીએફ સ્કીમ્સમાં રોકાણ કરીને ડાયવર્સિફાઇડ મલ્ટી-એસેટ વ્યૂહરચના અપનાવે છે. આ ફંડનો મુખ્ય હેતુ વિવિધ એસેટ ક્લાસમાં કાળજીપૂર્વકની ફાળવણી કરીને રોકાણકારોને લાંબા ગાળાની સંપત્તિ સર્જનમાં ભાગીદાર બનાવવાનો તથા બદલાતી બજાર પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવામાં મદદરૂપ થવાનો છે.

30 એપ્રિલ, 2026ના રોજ આ સ્કીમે (રેગ્યુલર – ગ્રોથ ઓપ્શન) તેની શરૂઆતથી અત્યાર સુધી બેન્ચમાર્કની સરખામણીએ 2.75 ટકા વધુ વળતર આપ્યું છે. વધુ મહત્વની બાબત એ છે કે મલ્ટી-એસેટ એલોકેશન ફંડ ઓફ ફંડ તરીકે આ ફંડમાં ઘટાડાનું પ્રમાણ નિફ્ટી 50 ટીઆરઆઈ કરતાં નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે. 26 સપ્ટેમ્બર, 2024ના બજારના ટોચના સ્તરથી લઈને 30 એપ્રિલ, 2026 સુધીના સમયગાળામાં ફંડે 5.3 ટકાનું હકારાત્મક વળતર નોંધાવ્યું છે, જ્યારે નિફ્ટી 50 ટીઆરઆઈએ આ જ સમયગાળામાં 4.5 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

https://youtu.be/3G31CdXFvOw?si=ga_QJ6PZxXvzRZFA