ઇન્ડો-સ્વિસ બ્લોકચેઇન ફોરમ 2026ની ગિફ્ટ સિટી ખાતે વ્યૂહાત્મક ભાગીદારી



ગાંધીનગર, ગુજરાત, 13 ફેબ્રુઆરી, 2026: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) દ્વારા NSE IX અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) સાથે મળીને આયોજિત ઇન્ડો-સ્વિસ બ્લોકચેઇન ફોરમ 2026 ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ગિફ્ટ સિટી આઇએફએસસી ખાતે હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર સંવાદ સાથે તેના આખરી દિવસનું સમાપન થયું હતું.

આ કાર્યક્રમમાં બ્લોકચેઇન ફંડામેન્ટલ્સ, DeFi ઇનોવેશન, ક્રિપ્ટો ફોરેન્સિક્સ, AML અનુપાલ અને ક્રોસ-બોર્ડર ફાઇનાન્સિયલ જોખમો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓને આઇએફએસસીએ, સેબી, NSE IX, આરબીઆઇ અને યુનિવર્સિટી ઓફ ઝુરિચ સહિત મુખ્ય સરકારી અને નિયમનકારી સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા સમૃદ્ધ બનાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વાસ્તવિક જોડાણને પ્રોત્સાહન આપવા અને કાર્યક્ષમ ઇનસાઇટ્સ પૂરો પાડવાનો હતો.

કાર્યક્રમના આખરી દિવસે જાણીતા નિષ્ણાતોએ એક સમૃદ્ધ અને વિચાર-પ્રેરક સત્ર માટે ભેગા થયા હતાં આ સત્રમાં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના નિષ્ણાતો, નિયમનકારી સંસ્થાઓ, શિક્ષણવિદો અને કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી હતી, જેનાથી અર્થપૂર્ણ સંવાદ અને ક્રોસ-સેક્ટરલ એક્સચેન્જ વિશે જાણકારી મળી હતી.

આ સેશનની શરૂઆત આઇએફએસસીએના સીઆઇએસઓ પ્રવીણ કામત દ્વારા એક સંબોધનથી થઈ હતી, જેમણે બ્લોકચેન ટેકનોલોજીના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમયની જરૂરિયાત તરીકે તેની સુસંગતતા પર ભાર મૂક્યો. ત્યારબાદ એસેટ ટોકનાઇઝેશન પ્લેટફોર્મ ટેરેઝાઓના શાન ઝવેરી દ્વારા એક સત્ર યોજાયું હતું, જેમણે પ્લેટફોર્મની કામગીરી સમજાવી અને આઇએફએસસીએ તરફથી મળેલા સમર્થન અને સુવિધા પર આંતરદૃષ્ટિ શેર કરી હતી.