અમદાવાદ, 25 એપ્રિલઃ રિલાયન્સ ગ્રૂપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)ની ત્રિમાસિક આવકો 12.7 ટકા વધી રૂ. 44928 કરોડ (રૂ. 39853 કરોડ) થઇ છે. કંપનીનો ચોખ્ખો નફો 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. રૂ. 7935 કરોડ (રૂ. 7022 કરોડ) નોંધાયો છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતને ઈન્ટરનેટના યુગ સાથે જોડવામાં જિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને સમગ્ર ભારતમાં 524 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે હવે તે ઇન્ટેલિજન્સ એરા માટેના ડિજિટલ ગેટવે તરીકે સ્થાન ધરાવે છે. જિયોની અત્યાધુનિક કનેક્ટિવિટી અને એજ્ડ કમ્પ્યૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને મુખ્ય ગેટવે બનાવે છે, જેના થકી AI સેવાઓ ભારતીય ગ્રાહકો, રહેઠાણો અને વ્યવસાયો સુધી પહોંચશે. આ બાબત આગામી અનેક વર્ષો સુધી જિયોના ઇન્ડસ્ટ્રી લીડિંગ ગ્રોથને ટકાવી રાખશે.”

આવક ₹ 44,928 કરોડ, વાર્ષિક ધોરણે 12.7% નો વધારોEBITDA ₹ 20,060 કરોડ, વાર્ષિક ધોરણે 17.9% નો વધારો
FY26 દરમિયાન અનુક્રમે 75 મિલિયન અને ~10 મિલિયન નવા જોડાણો સાથે 5G અને ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં મજબૂત વૃદ્ધિ268 મિલિયન 5G ગ્રાહકો સહિત કુલ ગ્રાહક આધાર (કસ્ટમર બેઝ) 524 મિલિયનથી વધુ
જિયો એરફાઇબરે ~13 મિલિયન ગ્રાહકો સાથે તેનું વૈશ્વિક આગેવાની મજબૂત કરી4Q FY26 માં ડેટા ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 35% ના વધારા સાથે 66 એક્ઝાબાઇટ્સ સુધી કસ્ટમર એંગેજમેન્ટ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)