રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)ની વાર્ષિક આવકોમાં 11.8 ટકા વધારો
| આવક ₹ 370,026 કરોડ, વાર્ષિક ધોરણે 11.8% નો વધારો | EBITDA ₹ 27,033 કરોડ, વાર્ષિક ધોરણે 7.9% નો વધારો |
| PAT ₹ 13,838 કરોડ, વાર્ષિક ધોરણે 11.7% નો વધારો | 387 મિલિયન નોંધાયેલા ગ્રાહકો, 1.93 બિલિયન વાર્ષિક વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ) |
| FY26 દરમિયાન 1,564 નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા | Q4 માં હાઇપર-લોકલ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 300% કરતાં વધુનો વધારો |
અમદાવાદ, 25 એપ્રિલઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ માર્ચ-26ના અંતે પુરા થયેલા વર્ષ માટે આવકો 11.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 370026 કરોડ (રૂ. 330870 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો પણ 11.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13838 કરોડ (રૂ. 12388 કરોડ) નોંધાવ્યો છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “FY26 એ રિલાયન્સ રિટેલ માટે વ્યાપક સ્તરે નફાકારક વૃદ્ધિનું વર્ષ છે. આવક ₹ 3.70 લાખ કરોડને પાર કરી ગઈ છે, EBITDA ₹ 27,000 કરોડને વટાવી ગયું છે, અને અમે 1.93 બિલિયન વ્યવહારોથી 387 મિલિયન નોંધાયેલા ગ્રાહકોને સેવા આપી છે – જે ભારતની સૌથી મોટી રિટેલ ફ્રેન્ચાઇઝીની અતૂટ મજબૂતીને રેખાંકિત કરે છે.
આ વર્ષનો સૌથી નોંધપાત્ર બદલાવ માળખાકીય હતો. હાઇપર-લોકલ કોમર્સ ઓર્ડરમાં વાર્ષિક ધોરણે ચાર ગણાથી વધુનો વધારો થયો છે. અમે 1,200+ શહેરો અને 5,100+ પિન કોડ્સમાં આવેલા 3,100+ સ્ટોર્સ દ્વારા સંચાલિત – કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ અને ફેશનમાં ભારતનું સૌથી વ્યાપક હાઇપર-લોકલ ડિલિવરી નેટવર્કનું સંચાલન કરીએ છીએ. આ એક અનોખું ભારતીય પ્લેટફોર્મ છે, જે રિલાયન્સના અનોખા સ્કેલ-એડવાન્ટેજ (વ્યાપક ફાયદા) પર બનેલું છે.
આપણે FY27માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે અમારું ધ્યાન આ અજોડ પહોંચને વધુ ઊંડા ગ્રાહક મૂલ્યમાં પરિવર્તિત કરવા પર છે – જે AI-આધારિત (AI-embedded) મર્ચેન્ડાઇઝિંગ, વધુ સચોટ પ્રાઇસિંગ આર્કિટેક્ચર, અને શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા શક્ય બનશે. બેલેન્સ શીટ મજબૂત છે અને તમામ કેટેગરીમાં અમારું નેતૃત્વ વધુ વિસ્તરી રહ્યું છે. અમે રિલાયન્સ રિટેલનું નિર્માણ સાતત્યપૂર્ણ અને નફાકારક વૃદ્ધિના એક દાયકા માટે કરી રહ્યા છીએ.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
