અમદાવાદ, 25 એપ્રિલઃ મહિન્દ્રા ફાઇનાન્સે FY26 દરમિયાન મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, જેમાં સ્ટેન્ડઅલોન નફો (PAT) વર્ષદર વર્ષે 19% વધીને ₹2,782 કરોડ થયો છે. જ્યારે Q4 PAT 55% વધીને ₹873 કરોડ રહ્યો છે. મજબૂત વ્યવસાયિક ગતિને ધ્યાનમાં રાખીને બોર્ડે પ્રતિ શેર ₹7.50 અંતિમ ડિવિડન્ડનો પ્રસ્તાવ કર્યો છે, જે ગયા વર્ષે ₹6.50 હતો.

પરિણામો અંગે પ્રતિભાવ આપતા MD અને CEO રાઉલ રેબેલો જણાવ્યું કે વૃદ્ધિ, માર્જિન અને જોખમ ક્ષેત્રે થયેલી પ્રગતિ શિસ્તબદ્ધ અમલીકરણનું પરિણામ છે, જેના કારણે નફાકારકતામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ ક્ષેત્રો અને ટેક્નોલોજીમાં સતત રોકાણ ટકાઉ વૃદ્ધિ અને નફાકારકતાને આધાર આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)