અમદાવાદ, ૨૪ એપ્રિલ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમય ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૪% વધીને ૩૭,૫૬૭ મિલિયન યુનિટ થયું હતું. પરિણામે વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૨૨% વધીને રૂ.૧૧,૬૦૨ કરોડ થઇ છે.વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૨૩% વધીને રૂ.૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો છે. જ્યારે ઉદ્યોગ અગ્રણી એબિડટા માર્જિન ૯૧% હાંસલ કર્યો છે.આ ગાળામાં વાર્ષિક ધોરણે રોકડ નફો ૧૧% વધીને રૂ. ૫,૩૯૯ કરોડ થયો છે.

        નાણાકીય વર્ષ-૨૬ના આખરી ત્રિમાસિક અને સમગ્ર વર્ષના અગાઉના સમાન ગાળાના તુલનાત્મક નાણાકીય પ્રદર્શન અનુસાર વીજ પુરવઠામાંથી આવક નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૩,૦૯૪ કરોડની સામે વર્ષ-૨૬ના સરખા સમયમાં ૧૬%ના વધારા સાથે રુ.૨,૬૬૬ કરોડ થઇ હતી. જ્યારે વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૯,૪૯૫ કરોડની સામે હમણાં જ પુરા થયેલા નાણાકીય વર્ષમાં વીજ પુરવઠામાંથી આવક ૨૨% વધીને રુ.૧૧,૬૦૨ કરોડ થઇ છે. ગત નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસીમાં વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા રુ.૨,૪૫૩ કરોડ સામે નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં એબિડટા ૨૦% વધીને રુ.૨,૯૪૪ કરોડ હાંસલ થયો છે. નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૮,૮૧૮ કરોડની તુલનાએ તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૨૩%ના વધારા સાથે રુ.૧૦,૮૬૫ કરોડ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટીએ નાણાકીય વર્ષ-૨૫ અને નાણાકીય વર્ષ-૨૬માં વીજ પુરવઠામાંથી એબિડટા અનુક્રમે આખરી ત્રિમાસી અને સમગ્ર વર્ષમાં સરખો ૯૧% નોંધાયો છે.

       રોકડ નફો જે નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસીમાં રુ.૧,૨૩૧ કરોડની સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૨૧% વધી રુ.૧,૪૯૪ કરોડ થયો છે. સમગ્ર નાણાકીય વર્ષ-૨૫માં રુ.૪,૮૭૧ કરોડના નફા સામે નાણાકીય વર્ષ-૨૬માં ૧૧%ના વધારા સાથે નફો રુ.૫,૩૯૯ કરોડ થયો છે.

અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ અદાણી ગ્રીનના ઇતિહાસમાં નાણાકીય વર્ષ ૨૬ને એક સીમાચિહ્ન સમાન વર્ષ તરીકે ગણાવતા કહ્યું હતું કે મજબૂત પ્રકલ્પ અને કામકાજની શ્રેષ્ઠતાના આધારે અદાણી ગ્રીનએ ૫.૧ ગીગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરવા સાથે કામકાજની કુલ ક્ષમતા ૧૯.૩ ગીગાવોટે પહોંચી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રીન એનર્જીનો ૧૯,૨૯૪ મેગાવોટનો ઓપરેશનલ પોર્ટફોલિયો ૮૭ લાખથી વધુ ઘરોને વીજળી આપશે અને વાર્ષિક લગભગ ૩૬ મિલિયન ટન CO2e ઉત્સર્જનને ટાળશે. અમારા ESG પ્રયાસોને મળી રહેલી સતત માન્યતા ટકાઉ વિકાસ અને ભારતના ઊર્જા સંક્રમણને વેગ આપવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)