અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ ફરી એકવાર 21700 પોઇન્ટની સપાટીએ તીવ્ર રેઝિસ્ટન્સ સાથે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. શાર્પ પ્રોફીટ બુકિંગ વચ્ચે માર્કેટમાં સેન્ટિમેન્ટ સાર્વત્રિક પણે ખરડાયું છે. સાથે સાથે 21300ના તેના જૂના સપોર્ટને પણ તોડી નાંધ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે 21700નું ડબલ ટોપ હવે ફરી એકવાર રેઝિસ્ટન્સ લેવલ બની શકે છે. નીચામાં 21038નું લેવલ તોડે તો નીચામાં 20836 સુધી ઘટી શકે, સુધારાની ચાલમાં રેઝિસ્ટન્સ 21595- 21952 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ 45ના લેવલથી નીચે છે. તે જોતાં આગામી શોર્ટરન માટે માર્કેટમાં વોલેટિલિટી વધવા સાથે બુધવારે માર્કેટમાં ઓપનિંગ ફ્લેટ ટૂ રાઇઝિંગ ટ્રેન્ડ જોવા મળી શકે.

ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇએફસીઆઇ, પ્રિસિઝન વાયર

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને મેટલ્સ

બેન્ક નિફ્ટીઃ માટે સપોર્ટ 44407-43800, રેઝિસ્ટન્સ 46102- 47188

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)