અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હેવી વોલેટિલિટી અને આક્રમક વેચવાલીના વાવાઝોડા વચ્ચે ભારતીય શેરબજારોની તેજીનો ફુગ્ગો ફંગોળાઇ રહ્યો છે. નિફ્ટીએ 21300 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખવા છતાં માર્કેટમાં સેન્ટિમેન્ટ વેચવાલી અર્થાત્ જે મળ્યું તે ઘરભેગું કરવાનું બની રહ્યું છે. આગામી ટ્રેડિંગ સેશન્સમાં નિફ્ટીની રેન્જ 21300 થી 21600 પોઇન્ટ વચ્ચેની રહેવાની ધારણા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એકવાર 21800 ક્રોસ થયા બાદ જ માર્કેટમાં કોન્ફિડેન્સ ક્રિએટ થવાની શક્યતા રહેલી છે. આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામોના આધારે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજી- મંદીની ચાલ જોવા મળી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 21319- 21175 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21573- 21683 પોઇટન્ટની સપાટીઓ ધ્યાનમા રાખવી

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, જેએમ ફાઇનાન્સ, ઇરેડા, ગ્રાસીમ, બજાજ ઓટો, એચડીએફસી લાઇફ, એસબીઆઇ, બેન્કિંગ શેર્સ

સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને ઓઇલ- એનર્જી

બેન્ક નિફ્ટીઃ બેન્ક નિફ્ટી પણ 46500 પોઇન્ટના રેઝિસ્ટન્સથી રિવર્સ ટ્રેન્ડ નોંધાવી રહ્યો છે. 100 દિવસીય એવરેજ પણ 45300- 4580 પોઇન્ટ તરફ ઇશારો કરી રહી છે. તે જોતાં ટ્રેડર્સે તેને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)