અમદાવાદ, 17 જાન્યુઆરીઃ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 21124 પોઇન્ટની ન્યૂ હાઇ સપાટી નોંધાવવા સાથે છેલ્લે આગલાં દિવસની ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. ટેકનિકલી 21850- 21700 મહત્વના સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા. ઉપરમાં 22300 પોઇન્ટનું લેવલ આગામી શોર્ટ રનમાં ક્રોસ થવાની સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ એવરેજ લાઇનથી રિવર્સ થઇ રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ મિક્સ મોમેન્ટમ દર્શાવે છે. તે જોતાં સ્ટોપલોસ સાથે તેજીનો વેપાર જાળવી રાખવાની પણ સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી માટે સપોર્ટ 21960- 21888 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22114- 22196 પોઇન્ટ સપાટીઓ ધ્યાનમાં રાખવી.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે આગામી રેઝિસ્ટન્સ 2830 રહેશે. જ્યારે નીચામાં 2765નું મજબૂત સપોર્ટ લેવલ ગણાવી શકાય. જે તૂટે તો તેજીમાં ખાંચરો પડી શકે. માટે સ્ટોપલોસ સાથે હોલ્ડ કરવાની સલાહ મળી રહી છે. અન્ય ધ્યાનમાં રાખવા જેવાં શેર્સમાં આયશર મોટર્સ, ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, જેએમ ફાઇનાન્સ, એનઆઇઆઇટી, એસજેવીએન, આઇઆરસીટીસી, સિપલા, ઇપકા લેબ્સ.

બેન્ક નિફ્ટીઃ દોજી કેન્જલ ક્રોસ કરી છે. તે જોતાં માર્કેટમાં હવે કોઇપણ એક તરફની ચાલ જોવા મળી શકે છએ. ઉપરમાં સુધારા માટે 48400- 49200 લેવલ્સ ક્રોસ થવા જરૂરી રહેશે. નીચામાં 47600 પોઇન્ટનો મજબૂત સપોર્ટ જાળવી રાખવો પણ જરૂરી રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)