અમદાવાદ/મુંબઈ, 4 જુલાઈ: તાજેતરમાં જ દેશમાં ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસો (MSME) સેક્ટરના યોગદાનને સ્વીકાર કરી MSME દિવસની ઉજવણી કરી છે ત્યારે ટ્રાન્સયુનિયન સિબિલે આ વાઈબ્રન્ટ સેક્ટરમાં ગુજરાતના ગતિશીલ યોગદાન પર પ્રકાશ પાડ્યો છે.MSME સેક્ટર રાજ્યના આર્થિક વિકાસ માટે કેન્દ્રીત છે અને જવાબદાર ક્રેડિટ બિહેવિયરની મજબૂત સાંસ્કૃતિક બાબતને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના MSME દ્વારા ધિરાણ એટલે કે ક્રેડિટની શિસ્તબદ્ધતાને જાળવી રાખી સંપૂર્ણ જવાબદારીપૂર્વક આગળ વધતા અને તંદુરસ્ત ક્રેડિટ ઈકોસિસ્ટમની મદદથી ધિરાણકર્તાના મજબૂત વિશ્વાસને આકર્ષિત કરીને સતત વિકાસને દર્શાવ્યો છે.

ટ્રાન્સયુનિયન સિબિલને ક્રેડિટ ઈન્સ્ટિટ્યુશન્સ દ્વારા દર્શાવવામાં આવેલ માહિતી પ્રમાણે માર્ચ 2020થી માર્ચ 2025 દરમિયાન પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત MSME ક્રેડિટની સ્થિતિ ભારતના સૌથી મજબૂત પર્ફોમન્સ કરનારા રાજ્યો પૈકી એક તરીકે ઉભરી આવેલ છે. આ અવધિ દરમિયાન રૂપિયા 10 કરોડથી રૂપિયા 50 કરોડ સુધીના સંયુક્ત બેલેન્સ ધરાવતી એન્ટીટીના ઋણ સેગમેન્ટ માટે ક્રેડિટ પોર્ટફોલિયોમાં 16 ટકાના નોંધપાત્ર કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR)થી વૃદ્ધિ થઈ છે, ભારતના ટોચના પાંચ MSME રાજ્યોમાં સૌથી વધારે વૃદ્ધિ નોંધાવવામાં આવેલ છે. આ સેગમેન્ટ હવે નેશનલ MSME પોર્ટફોલિયોનો 10.6 ટકા હિસ્સો છે, જે હાઈ-વેલ્યુ ક્રેડિટ ક્ષેત્રમાં ગુજરાતના પ્રભૂત્વને દર્શાવે છે. તેનાથી પણ વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ કેટેગરીમાં ડેલિનક્યુન્સી રેટ ઘટીને ફક્ત 0.8 ટકા થઈ ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 1.3 ટકાની તુલનામાં ખૂબ જ ઓછો છે. તે રાજ્યના મજબૂત રિપેમેન્ટ કલ્ચર તથા આર્થિક શિસ્તતાને દર્શાવે છે.

રૂપિયા 1 કરોડ સુધીના ક્રેડિટ એક્સપોઝર ધરાવતી એન્ટીટીઝના ઋણ સંબંધિત સેગમેન્ટમાં ગુજરાત એકંદર પોર્ટફોલિયો બેલેન્સનો 7.8 ટકા હિસ્સો ધરાવે છે અને માર્ચ 2020થી માર્ચ 2025 દરમિયાન 12 ટકા CAGR જાળવી રાખ્યો છે. જ્યારે અનેક પ્રદેશોમાં આ સેગમેન્ટમાં ડેલિનક્યુન્સિસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે, ગુજરાતે તેનો આ દર ફક્ત 2.3 ટકા પર જાળવી રાખ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 3.1 ટકાની તુલનામાં ખૂબ જ સારો છે.

ગુજરાતના MSME ક્રેડિટ પોર્ટફોલિયો પણ લાંબા ગાળાના વિકાસને આગળ વધારી રહેલ છે, માર્ચ 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે 24 ટકાની ઋણ અવધિ રહી, જે કાર્યક્ષમતા નિર્માણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધી રહેલા રોકાણના સારા સંકેત આપી રહેલા છે.

ગુજરાતનું MSME સેક્ટર ક્રેડિટ શિસ્તતાને જાળવી રાખવાની સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિને દર્શાવી રહેલ છે. જવાબદારીપૂર્વક વિસ્તરણ કરવાની ક્ષમતા, એક મજબૂત ધિરાણ ઈકોસિસ્ટમ ગુજરાતને MSMEના વડપણ હેઠળના આર્થિક વિકાસ માટે એક મોડલના સ્વરૂપમાં સ્થાપિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)