અમદાવાદ, 7 જુલાઇઃ મલ્ટી-બ્રાન્ડ ફૂડ સર્વિસીઝ કંપની ક્યોરફૂડ્સ ઈન્ડિયા લિમિટેડે SEBIમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે. ઓફરમાં રૂ. 8,000.00 મિલિયન સુધીના મૂલ્યના રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “fresh issue”) અને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 4,85,37,599 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપની આઈપીઓમાંથી મળનારી કુલ 152.54 કરોડની રકમનો મુખ્યત્વે વિસ્તરણ તથા સંસાધનો માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આમાં રૂ. 126.32 કરોડ નવા ક્રિસ્પી ક્રીમ ક્લાઉડ કિચન્સ, રેસ્ટોરાં, કિઓસ્ક અને સેન્ટ્રલ કિચન્સ સ્થાપવા માટે, રૂ. 19.91 કરોડ નવી બ્રાન્ડ્સ ઉમેરીને હાલના પસંદગીના ક્લાઉડ કિચન્સનું વિસ્તરણ કરવા અને રૂ. 6.31 કરોડ મશીનરી અને ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે તેમજ વ્યૂહાત્મક પહેલ પાછળ ખર્ચવામાં આવશે.

31 માર્ચ, 2025 સુધીમાં, ક્યોરફૂડ્સ ભારતના 70થી વધુ શહેરો અને નગરોમાં 502 સર્વિસ લોકેશન્સ પર હાજરી ધરાવે છે. તેના ઓફલાઇન નેટવર્કમાં પાંચ સેન્ટ્રલ કિચન, 281 ક્લાઉડ કિચન, 99 કિઓસ્ક, 122 રેસ્ટોરન્ટ અને 13 વેરહાઉસનો સમાવેશ થાય છે, જે સુલભતા વધારવા માટે મોટાપાયે લોકોની હાજરી ધરાવતા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે આવેલા છે.

31 માર્ચ, 2025 સુધીમાં, ક્યોરફૂડ્સ 10 મુખ્ય બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો ચલાવતી હતી જેને બ્રાન્ડ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી જેમણે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 240 મિલિયનથી વધુની આવક મેળવી હતી. ક્યોરફૂડ્સની કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2023માં રૂ. 3,820.42 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 7,457,96 મિલિયન થઈ હતી, જે 39.72 ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) દર્શાવે છે.

જેએમ ફાઇનાન્શિયલ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ તરીકે ઓળખાતી) અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)