પ્રાઇમરી માર્કેટ ઝોનઃ NSE સહિત રૂ. 24,600 કરોડના 11 IPO અને 19 કંપનીઓ લિસ્ટિંગ માટે લાઇનમાં

આ સપ્તાહે મેઇનબોર્ડમાં 5 અને SMEમાંથી 7 IPOનું થશે આક્રમણ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ સેકન્ડરી માર્કેટમાં સતત નરમાઈનો માહોલ ચાલી હોવા છતાં પ્રાઈમરી માર્કેટમાં IPOનું ઘોડાપૂરનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે તેવી જ રીતે પ્રાઇમરી માર્કેટમાં પણ વાતાવરણ જળવાઈ રહ્યું છે. સોમવારે સત્તાવાર રજાના કારણે 15 સપ્ટેમ્બરથી શરૂ થતા ટૂંકા ગાળાના આ સપ્તાહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના 24,574.28 કરોડના IPO સહિત લગભગ રૂ. 24,600 કરોડના 11 IPO ખુલવા જઈ રહ્યા છે.

જોકે, ગયા અઠવાડિયે સેકન્ડરી માર્કેટમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને ઓગસ્ટ મહિનાની ઊંચી સપાટીથી લગભગ 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં લાંબા સમય સુધી તણાવ રહેવાની શક્યતા, ક્રૂડના ઊંચા ભાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે બજાર પર મંદીવાળાઓ (bears)નું વર્ચસ્વ સતત વધી રહ્યું છે અને નિફ્ટી સહિતના સેક્ટોરલ્સમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયેલું છે.

11 IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણનો અંદાજ રૂ. 24,574.28 કરોડ છે. તેમાંથી, 5 મેઈનબોર્ડ IPOનો હિસ્સો રૂ. 24,328.02 કરોડ છે, જ્યારે SME સેગમેન્ટના 6 ઇશ્યૂ દ્વારા રૂ. 246.26 કરોડ એકત્ર થવાની અપેક્ષા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) રૂ. 22,561.6 કરોડનો IPO 17 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 21 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 1,700-1,785 નક્કી કરવામાં આવી છે. એન્કર બુક 16 સપ્ટેમ્બરે ખુલશે. IPO સંપૂર્ણપણે ‘ઓફર ફોર સેલ’ (OFS) છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનારા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટ્સ, MS સ્ટ્રેટેજિક, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની અને SBI કેપિટલ માર્કેટ્સ સહિતના 10 વર્તમાન શેરધારકો પોતાના શેર વેચી રહ્યા છે. તેથી, ઓફર સંબંધિત ખર્ચ બાદ કરતાં, વેચાણમાંથી મળતી રકમ શેરધારકોને મળશે અને NSEને આ ઓફરથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં. આ IPOનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસ્તાવિત ‘ઓફર ફોર સેલ’ હાથ ધરવાની સાથે સાથે BSE પર NSEનું લિસ્ટિંગ સુલભ બનાવવાનો છે.

હીરો મોટર્સઃ ઓ પી મુંજાલ હોલ્ડિંગ્સ દ્વારા પ્રમોટ કરાયેલ ઓટોમોબાઈલ પાર્ટ્સ ઉત્પાદક કંપની  રૂ. 1000 કરોડના IPO સાથે મૂડીબજારમાં 16 સપ્ટેમ્બરે પ્રવેશીને 18 સપ્ટેમ્બરે બંધ થશે, જેમાં શેર દીઠ રૂ. 79-84ની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ પબ્લિક IPOમાં રૂ. 600 કરોડના ફ્રેશ IPO અને પ્રમોટર્સ દ્વારા રૂ. ૪૦૦ કરોડનાFS શામેલ છે.

SS રિટેલઃ 16 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO દ્વારા શેર દીઠ રૂ. ૪૦૩-૪૨૪ની પ્રાઈસ બેન્ડના ઉપલા સ્તરે રૂ. ૫૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

જિંદાલ સુપ્રીમ (ઈન્ડિયા) 16 સપ્ટેમ્બરે  મૂડીબજારમાં પ્રવેશશે.

સોનાસિલેક્શન ઈન્ડિયા 17 સપ્ટેમ્બરે IPO યોજવા જઇ રહી છે.

મેઇનબોર્ડ IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpeningClosingListingIssue Price (Rs.)Total Issue (Rs.cr.)Listing
A-One Steels India24-Sep28-Sep  405BSE, NSE
National Stock Exchange17-Sep21-Sep 1700-178522,561.57BSE
Sonaselection India17-Sep21-Sep 94-99141.57BSE, NSE
SS Retail16-Sep18-Sep 403-424500BSE, NSE
Jindal Supreme16-Sep18-Sep 88-93124.88BSE, NSE
Hero Motors16-Sep18-Sep 79-841,000BSE, NSE
Manikalastech11-Sep16-Sep 40-43125.50BSE, NSE
Veegaland Developers10-Sep15-Sep 130-140210BSE, NSE
Rentomojo09-Sep11-Sep17-SepT4041,255.57BSE, NSE
Karamtara Engineering09-Sep11-Sep17-SepT254875BSE, NSE
LCCrojects09-Sep11-Sep17-SepT146427.14BSE, NSE
Steamhouse India09-Sep11-Sep17-SepT81414BSE, NSE
Manipalayment & Identity Solutions09-Sep11-Sep17-SepT322-339805BSE, NSE
Asset Reconstruction09-Sep11-Sep17-SepT139732.97BSE, NSE
Kanohar Electricals08-Sep10-Sep16-SepT6321,055.74BSE, NSE
Prasol Chemicals08-Sep10-Sep16-SepT676500BSE, NSE
Glass Wall Systems08-Sep10-Sep16-SepT182427.89BSE, NSE
Pranav Constructions07-Sep09-Sep15-Sep124351.03BSE, NSE

SME સેક્ટરના 6 IPO એન્ટર થશે આ સપ્તાહે

વામા વુવનફેબઃ તેના IPO દ્વારા શેર દીઠ રૂ. 324-341ની પ્રાઈસ બેન્ડ સાથે રૂ. 49.54 કરોડ એકત્ર કરી રહી છે. 15 સપ્ટેમ્બરે ખુલશે અને 17 સપ્ટેમ્બરે બંધ થશે.

ક્વાન્ટો એગ્રોવર્લ્ડઃ શેર દીઠ રૂ. 67ની ફિક્સ્ડ પ્રાઇસથી IPO દ્વારા રૂ. 31.02 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

શક્તિ પોલીટાર્પઃ 45.64 લાખ શેરનો IPO રૂ. 26.93 કરોડ એકત્ર કરશે. 15 સપ્ટેમ્બરે ખુલશે અને 17 સપ્ટેમ્બરે બંધ થશે.

ખેરિયા ઓટોકોમ્પ IPO 17 સપ્ટેમ્બરે ખોલશે અને 21 સપ્ટેમ્બરે બંધ કરશે. શેર દીઠ રૂ. 96-101ની પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે રૂ. 46.44 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

એક્સિઓમ ગેસ એન્જિનિયરિંગઃ IPO 18 સપ્ટેમ્બરે ખુલશે અને 22 સપ્ટેમ્બરે બંધ થશે, જેમાં શેર દીઠ રૂ. 50-53ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

સ્પેક્ટ્રાએ ટેક્નોલોજી સોલ્યુશન્સઃ 36.03 લાખ શેરનો IPO, શેરદીઠ રૂ. 112.118ની પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે રૂ. 42.5 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

આ સપ્તાહે બંધ થનારા IPO

મેઈનબોર્ડ સેગમેન્ટમાં Veegaland Developersનો IPO તા. 15 સપ્ટેમ્બરે બંધ થશે. Manikalastechનો IPO 16 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. SME સેગમેન્ટમાં, રક્સાન ટ્રાન્સફોર્મર્સ, મહારાજા એન્ડ સ્પીડેક્સ ઈન્ડિયા, ઓમ ગેલેક્સી, પંચત્વ ભારતના IPO 15 સપ્ટેમ્બરે બંધ થશે. ઇન્જેક્ટો પોલિમર્સ અને સેન્ચ્યુરી બિઝનેસ મીડિયાના IPO 16 સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે.

SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpeningClosingIssue price (Rs.)Total Issue (Rs.cr.)Listing
S.K.Offset23-Sep25-Sep119-12529.06BSE SME
Robokidz Eduventures21-Sep23-Sep100-10631.09BSE SME
Axiom Gas Engineering18-Sep22-Sep50-5349.81NSE SME
Kheria Autocomp17-Sep21-Sep96-10146.44NSE SME
SpectraA Technology Solutions17-Sep21-Sep112-11842.52NSE SME
Quanto Agroworld15-Sep17-Sep6731.02BSE SME
Shaktiolytarp15-Sep17-Sep56-5926.93BSE SME
Vama Wovenfab15-Sep17-Sep324-34149.54BSE SME
Century Business Media11-Sep16-Sep70-7417.11BSE SME
Injectoolymers11-Sep16-Sep98-10056.12BSE SME
Panchatv Bharat10-Sep15-Sep14024.58BSE SME
Raksan Transformers10-Sep15-Sep258-273150.50BSE SME
Om Galaxy10-Sep15-Sep85-90105BSE SME
Maharaja & Speedex India10-Sep15-Sep177-18680.13BSE SME
Amtech Esters09-Sep11-Sep7517.88BSE SME
Vinod Texworld09-Sep11-Sep9442.83NSE SME
Infrax Renewable09-Sep11-Sep10440.88BSE SME
Apana Logistics07-Sep09-Sep6034.14BSE SME

આ 19 નવી કંપનીઓ શેરબજારમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે લિસ્ટિંગ કરાવવા જઈ રહી છે, જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટની 11 કંપનીઓનો સમાવેશ થાય છે. પ્રણવ કન્સ્ટ્રક્શન્સ 15 સપ્ટેમ્બરના રોજ જ્યારે 16 સપ્ટેમ્બરના રોજ કનોહર ઇલેક્ટ્રિકલ્સ, પ્રસોલ કેમિકલ્સ અને ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ રેન્ટોમોજો, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા, કરમતારા એન્જિનિયરિંગ, LCC પ્રોજેક્ટ્સ, મણિપાલ પેમેન્ટ અને આઇડેન્ટિટી સોલ્યુશન્સ અને સ્ટીમહાઉસ ઇન્ડિયા લિસ્ટિંગ કરાવવાની યોજના ધરાવે છે. વીગાલેન્ડ ડેવલપર્સ 18 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થવાની ધારણા છે.

SME સેગમેન્ટમાં, અપના લોજિસ્ટિક્સ 15 સપ્ટેમ્બરના રોજ અને ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ ઇન્ફ્રાક્સ રિન્યુએબલ, એમટેક એસ્ટર્સ અને વિનોદ ટેક્સવર્લ્ડ લિસ્ટિંગ કરાવવા જઇ રહી છે. 18 સપ્ટેમ્બરના રોજ, 4 કંપનીઓ – મહારાજા અને સ્પીડેક્સ ઇન્ડિયા, રક્ષન ટ્રાન્સફોર્મર્સ, પંચત્વ ભારત અને ઓમ ગેલેક્સી SME પ્લેટફોર્મ પર ટ્રેડિંગ માટે લિસ્ટિંગ કરાવે તેવી સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)