- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
PRIMARY MARKET ZONE: મેઇનબોર્ડમાં 2 અને SMEમાં 1 IPO, જાણો કયા IPOમાં મળી શકે રિટર્ન
અમદાવાદ, 13 જુલાઇઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં બે અને SMEમાં એક IPOની થશે એન્ટ્રી તે પૈકી મેગા SBI ફંડ્સ મેનેજમેન્ટ સહિત ત્રણ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. જેમાં બે મેઇનબોર્ડ IPO રહેશે અને એક SME IPO મિલવર્ક્સ ટેક્નોલોજીસનો SME IPO રહેશે. ત્રણેય IPO 14 જુલાઈએ ખુલશે અને 16 જુલાઈએ બંધ થશે.
| Company | Opening Date | Closing | Issue Price (Rs.) | Total Issue (Rs.cr.) | Listing |
| SBI Funds Management | 14-Jul | 16-Jul | 545-574 | 9,812.91 | BSE, NSE |
| Alpine Texworld | 14-Jul | 16-Jul | 100-105 | 126.25 | BSE, NSE |
| Laser Power | 09-Jul | 13-Jul | 203-214 | 742 |

SBI ફંડ્સ મેનેજમેન્ટનો મેગા આકર્ષક IPO
દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ફ્રેન્ચ એસેટ મેનેજર અમુન્ડી દ્વારા પ્રમોટ કરાયેલ, બહુપ્રતિક્ષિત SBI ફંડ્સ મેનેજમેન્ટ, પ્રતિ શેર રૂ. 545- 574ના પ્રાઇસ બેન્ડ સાથે 17.09 કરોડ ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા રૂ. આશરે રૂ. 10000 કરોડ એકત્ર કરી રહી છે. પહેલા IPO રાઉન્ડ પછી ઓફરનું કદ રૂ. 11700 કરોડથી ઘટાડીને રૂ. આ IPO માં બે પ્રમોટર કંપનીઓ દ્વારા સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે, જે અનુક્રમે 9.95 કરોડ ઇક્વિટી શેર (4.8851 ટકા હિસ્સો) અને 7.14 કરોડ ઇક્વિટી શેર (3.5082 ટકા હિસ્સો) વેચશે.
આલ્પાઇન ટેક્સવર્લ્ડઃ ગુજરાત સ્થિત ટેક્સટાઇલ કંપની આલ્પાઇન ટેક્સવર્લ્ડ મેઇનબોર્ડ સેગમેન્ટમાં બીજો IPO હશે. 1.2 કરોડ ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 126.25 કરોડ એકત્ર કરી રહી છે, જેમાં સંપૂર્ણપણે એક નવો ઇશ્યૂનો સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ રૂ. 100-105 પ્રતિ શેર છે.

SME સેગ્મેન્ટમાં એક IPOની થશે એન્ટ્રી
| Company | Opening | Closing | Issue Price (Rs.) | Total Issue (Rs.cr.) | Listing at |
| Shree Balaji (Mala) Textiles | 0 | BSE SME | |||
| Millworks Technologies | 14-Jul | 16-Jul | 315-331 | 160.34 | BSE SME |
| Happy Steels | 09-Jul | 13-Jul | 66 | 25 | NSE SME |
| Devson Catalyst | 09-Jul | 13-Jul | 118 | 42.34 | BSE SME |
મિલવર્ક્સ ટેક્નોલોજીસ એકમાત્ર SME IPO હશે. કંપની 48.44 લાખ ઇક્વિટી શેરના પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. 160.3 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, પ્રાઈસબેન્ડ પ્રતિ શેર રૂ. 315-331 છે.
આ સપ્તાહે બંધ થઇ રહેલા આઇપીઓઃ પાવર એન્ડ ઇન્ફ્રા 13 જુલાઈના રોજ બંધ થશે. ડેવસન કેટાલિસ્ટ અને હેપ્પી સ્ટીલ્સના SME IPO પણ 13 જુલાઈના રોજ બંધ થશે.

આ સપ્તાહે લિસ્ટેડ થવા જઇ રહેલા IPO એક નજરેઃ લેસર પાવર એન્ડ ઇન્ફ્રા, ડેવસન કેટાલિસ્ટ અને હેપ્પી સ્ટીલ્સ – 16 જુલાઈના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવાની શક્યતા છે, જ્યારે BSE અને NSE પર કુસુમગરના શેરનું ટ્રેડિંગ 15 જુલાઈથી શરૂ થશે. બજાર નિરીક્ષકોના મતે, ચારેય કંપનીઓના IPO શેર ગ્રે માર્કેટમાં ડબલ ડિજિટ પ્રીમિયમ મેળવી રહ્યા છે. લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લગભગ 17 ટકા પ્રીમિયમ, ડેવસન કેટાલિસ્ટ તેમજ કુસુમગર લગભગ 38 ટકા અને હેપ્પી સ્ટીલ્સ લગભગ 21 ટકા પ્રીમિયમ ચાલી રહ્યું હોવાનું પ્રાઇમરી માર્કેટના બિનસત્તાવાર સૂત્રો જણાવે છે.
કેલેન્ડર વર્ષમાં 30 મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. 24400 કરોડ એકત્ર કરાયા
કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં 24,400 કરોડ રૂપિયાના 30 મેઇનબોર્ડ IPO લોન્ચ થયા છે. SBI ફંડ્સ મેનેજમેન્ટ અને આલ્પાઇન ટેક્સવર્લ્ડના ઉમેરા સાથે, 32 મેઇનબોર્ડ IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ રૂ. 34,343 કરોડ સુધી પહોંચશે. જ્યારે SME સેગમેન્ટમાં, આ વર્ષે અત્યાર સુધીમાં 90 કંપનીઓએ રૂ. 3,861 કરોડના તેમના જાહેર ઇશ્યૂ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. મિલવર્ક્સ ટેક્નોલોજીસ સહિત, કુલ ભંડોળ એકત્રીકરણ રૂ. 4,022 કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, USA, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS
