SHM ગ્રુપે ગુજરાતની મરિન ઇકોસિસ્ટમને મજબૂત બનાવી, BSF વેસલ ઓવરહૉલ કોન્ટ્રાક્ટ મેળવ્યો

અમદાવાદ, 11 મે 2026: શિપબિલ્ડિંગ, શિપ મેનેજમેન્ટ અને મેરિટાઇમ સેફ્ટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક SHM ગ્રુપ (SHM) ને ભુજ સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (વોટર વિંગ) તરફથી મિકેનાઇઝ્ડ વેસલ ‘સિંધુ’ માટે ડોક રિપેર અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

આ મેન્ડેટ હેઠળ વેસલનું વ્યાપક સ્તરે ઓવરહૉલિંગ કરવામાં આવશે, જેમાં સ્ટ્રક્ચરલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સેફ્ટી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. મુખ્ય કામગીરીમાં હલ અને એફઆરપી રિપેર, એન્ટી-ફાઉલિંગ કોટિંગ્સ, મહત્વપૂર્ણ ઘટકોનું રિપ્લેસમેન્ટ, કમિન્સ મરીન એન્જિન્સ અને પ્રોપલ્શન સિસ્ટમ્સનું ઓવરહૉલિંગ, ગિયરબોક્સ એલાઇનમેન્ટ, રડર રિપેર, મરિન-ગ્રેડ ઇલેક્ટ્રિકલ રીવાયરિંગ, નેવિગેશન સિસ્ટમ કેલિબ્રેશન તેમજ ગ્લોબલ SOLAS ધોરણોને અનુરૂપ ફાયર સેફ્ટી અને લાઇફ-સેવિંગ સિસ્ટમ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.

આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને SHM ગ્રુપના સ્થાપક તથા ચેરમેન  સૈફુદ્દીન હાજીએ જણાવ્યું હતું કે, “ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ત્રણ બોટની તૈનાતીથી શરૂ થયેલી અમારી સફર બાદમાં અમારી કંપની માટે એક ઐતિહાસિક અને નિર્ણાયક ક્ષણ બની છે. આ મેન્ડેટ પાછળ રહેલી ઓપરેશનલ આવશ્યકતાઓ અને લાંબા ગાળાની દ્રષ્ટિને કારણે અમે એક શિપયાર્ડ મેળવ્યું હતું, જેનાથી સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ શિપબિલ્ડિંગ વર્ટિકલની સ્થાપનાનો પાયો નંખાયો હતો. અદ્યતન એન્જિનિયરિંગ અને લાઇફસાયકલ સોલ્યુશન્સ દ્વારા ગુજરાતને અગ્રણી મેરિટાઇમ હબ તરીકે આગળ આવવામાં સહકાર આપવાની અમારી પ્રતિબદ્ધતા યથાવત છે. ગુજરાતમાં આ મોડેલના સફળ અમલીકરણ બાદ તેને દેશના મુખ્ય પોર્ટ્સ જેમ કે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ), મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મોરમુગાઓ પોર્ટ ટ્રસ્ટમાં પણ અમલમાં મૂકવામાં આવ્યું છે.”

આ પ્રોજેક્ટનું અમલીકરણ કડક નિયમનકારી દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેમાં બીએસએફ બોર્ડ ઓફ ઓફિસર્સ અને ઈન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (આઈઆરએસ) દ્વારા નિરીક્ષણો તેમજ અંતિમ ડિલિવરી પહેલાં ફરજિયાત ફુલ-પાવર સી ટ્રાયલ્સનો સમાવેશ થાય છે.

રિપેર અને રિફર્બિશમેન્ટ ઉપરાંત SHM વેસલ ટ્રાન્સપોર્ટેશન, ડોકયાર્ડ ઓપરેશન્સ, ફ્યુઅલ મેનેજમેન્ટ તેમજ સર્ટિફાઇડ એન્જિનિયર્સ અને કુશળ કર્મચારીઓ રાખવા સહિત સમગ્ર કામગીરીનું એન્ડ-ટુ-એન્ડ સંચાલન કરશે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથેની તેની સતત ભાગીદારીના ભાગરૂપે એસએચએમે રાજ્યના મેરિટાઇમ સિક્યોરિટી, કોસ્ટલ પ્રિપેર્ડનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરના ધ્યાનને વધુ મજબૂત બનાવવા માટે તેના વિસ્તૃત મેરિટાઇમ સોલ્યુશન્સ પોર્ટફોલિયોની પણ ઓફર કરી છે.

SHMની સફરની શરૂઆત વર્ષ 2005માં ગુજરાત મેરિટાઇમ બોર્ડ તરફથી મળેલા એક ઐતિહાસિક કોન્ટ્રાક્ટથી થઈ હતી, જેમાં કંપનીને ગુજરાતના મુખ્ય બંદરો – ઓખા, માંડવી અને પોરબંદર માટે વિશેષ સિક્યોરિટી બોટ્સ પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પહેલ દેશના શરૂઆતના સમર્પિત પોર્ટ સિક્યુરિટી વેસલ્સની તૈનાતીમાંની એક હતી. આ એક વ્યૂહાત્મક વળાંક સાબિત થયો, જેણે સર્વિસ કોન્ટ્રાક્ટને સંપૂર્ણ સ્તરના શિપબિલ્ડિંગ ક્ષમતા વિકાસમાં રૂપાંતરિત કરી દીધો.

SHM વિશ્વમાં અનન્ય એવા એન્ડ-ટુ-એન્ડ મેરિટાઇમ લાઇફસાયકલ સોલ્યુશન્સ પ્રદાન કરે છે – પોર્ટ સપ્લાયથી લઈને ઓફશોર ડિફેન્સ વેસલ્સ સુધી અને સેફ્ટી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને અદ્યતન શિપબિલ્ડિંગ સુધી. SHM એફઆરપી (ફાઇબર રેઇનફોર્સ્ડ પ્લાસ્ટિક/ફાઇબરગ્લાસ) બોટ બિલ્ડિંગ તેમજ લાઇફ સેવિંગ એપ્લાયન્સિસ ક્ષેત્રમાં માર્કેટ લીડર છે.

SHMના નામે અનેક અગ્રણી અને નવીન પહેલ નોંધાયેલી છે. કંપનીને ભારતમાં પ્રથમ ખાનગી એફઆરપી બોટ બિલ્ડિંગ યાર્ડ સ્થાપવા માટે માન્યતા મળી છે, જેના વેસલ્સ Sea State 6 જેવી પરિસ્થિતિઓમાં ખુલ્લા સમુદ્રમાં 200 નોટિકલ માઇલ સુધી સંચાલિત થઈ શકે છે. એસએચએમે HSC Code 2000 ના ધોરણોને અનુરૂપ માત્ર છ મહિનામાં ડિઝાઇન અને નિર્માણ કરાયેલા એલ્યુમિનિયમ હાઇ-સ્પીડ પેસેન્જર ક્રાફ્ટ્સનું ઉત્પાદન અને ડિલિવરી કરનાર પ્રથમ કંપની તરીકે પણ ઓળખ મેળવી છે.

ભારત તેના મેરિટાઇમ વિકાસ એજન્ડા હેઠળ પોર્ટ આધારિત વિકાસને ગતિ આપી રહ્યો છે ત્યારે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) જેવી રાજ્ય મેરિટાઇમ બોર્ડ્સ નોન-મેજર પોર્ટ્સ, મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોસ્ટલ એસેટ્સના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. SHMના એન્ડ-ટુ-એન્ડ શિપ લાઇફસાયકલ સોલ્યુશન્સ તેને આવી સત્તાઓ માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે મજબૂત સ્થાન આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)