આ સપ્તાહે 2 SME IPOની એન્ટ્રી, મેઇનબોર્ડમાં IPO નહિં
અમદાવાદ, 25 મેઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે IPO પાઇપલાઇન સૂકાઇ રહી છે. સતત ત્રીજા સપ્તાહે પણ મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં યોજાય. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર માત્ર 2 IPOની એન્ટ્રી થઇ રહી છે. તેમાં રાજનંદિની ફેશન ઇન્ડિયા લિમિટેડ, SMR જ્વેલ્સ લિમિટેડ, મેરિટ્રોનિક્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
ગત સપ્તાહે ખૂલેલા IPOમાં ઓટોફર્નિશ, બાયો મેડિકા લેબોરેટરીઝ, Q-Line Biotech, M R Maniveni Foods, Yaashvi Jewellersનો સમાવેશ થાય છે. જ્યારે બંધ થઇ ગયેલા IPOમાં હરિકાંત ઓવરસીઝ, Teamtech Formwork Solutions, Vegorama Punjabi Angithiનો સમાવેશ થાય છે.
લિસ્ટિંગ થવા જઇ રહેલાં IPO એક નજરે
આ સપ્તાહે લિસ્ટિંગ માટે લાઇનમાં ઊભેલા IPOમાં RFBL Flexi Pack, Goldline Pharmaceutical, Simca Advertising, Bagmane Prime Office REIT, Recode Studiosનો સમાવેશ થાય છે.
| Company | Date | Price range | Min. qty. |
| Merritronix ( SME) | 01 Jun- 03 Jun | Rs 141 – 149 | 1000 |
| Harikanta Overseas ( SME) | 20 May- 27 May | Rs 56 – 91 | 600 |
| Autofurnish ( SME) | 21 May- 25 May | Rs 41 | 3000 |
| Bio Medica Lab ( SME) | 21 May- 25 May | Rs 132 – 139 | 1000 |
| Q Line Biotech ( SME) | 21 May- 25 May | Rs 326 – 343 | 400 |
| M R Maniveni Foods ( SME) | 22 May- 26 May | Rs 51 – 52 | 2000 |
| Yaashvi Jewellers ( SME) | 25 May- 27 May | Rs 83 | 1600 |
| SMR Jewels ( SME) | 26 May- 29 May | Rs 128 – 135 | 1000 |
| Rajnandini Fashion ( SME) | 26 May- 29 May | Rs 59 – 63 | 2000 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
