મુંબઈ, 19 મે, 2026: TATA AIA લાઇફ ઇન્શ્યોરન્સે પોતાના સહભાગી (par) પોલિસીધારકો માટે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે ₹2,173 કરોડનું અત્યાર સુધીનું સર્વોચ્ચ બોનસ ચુકવવાની જાહેરાત કરી છે. આ ચુકવણીથી 8.74 લાખથી વધારે પોલિસીઓ અને એના પોલિસીધારકોને લાભ થશે, જે ગયા વર્ષના ₹1,842 કરોડની સરખામણીમાં 18 ટકા વધારે છે. કંપનીએ પોતાની કામગીરીના ઇતિહાસમાં અત્યાર સુધીનું જાહેર થયેલું સૌથી વધારે બોનસ  છે.

આ બોનસ એ તમામ યોગ્ય વીમાયોજનાઓ પર જાહેર થયું છે, જે તેમાં સામેલ છે. આ ટાટા AIAની ઉપભોક્તાઓને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરવાની અને સાથે સાથે તેમના સ્વજનોની સલામતી સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

સામાન્ય રીતે સહભાગી વીમા યોજનાઓ “Par” પ્લાન તરીકે ઓળખાય છે. આ પોલિસીઓ બોનસ સ્વરૂપે પોલિસીધારકો સાથે નફાની વહેંચણી કરે છે. જ્યારે આ બોનસની કોઈ ગેરન્ટી નથી, ત્યારે સામાન્ય રીતે તેઓ વીમાકંપનીના સહભાગીગ (અથવા નફા સાથેના) ફંડની કામગીરીને આધારે દર વર્ષે જાહેર કરવામાં આવે છે.

પોલિસીધારકો માટે એનો અર્થ શું છે? 

પોલિસીધારકો માટે આ બોનસની જાહેરાત તેમની લાંબા ગાળાની નાણાકીય કટિબદ્ધતા માટે નક્કર વળતર છે. બાળકનાં ભવિષ્ય માટે બચત કરવાની હોય, સેવાનિવૃત્તિ માટેની યોજના હોય, આવકનો નિયમિત સ્રોત ઊભો કરવો હોય, અથવા પરિવાર માટે સુરક્ષાકવચ તૈયાર કરવાનું હોય – આ તમામ ભાગીદારી ધરાવતી યોજનાઓ જીવનના વીમાકવચ કે સલામતીને સંપત્તિનું સર્જન કરવા સાથે મજબૂત રીતે જોડે છે.

આ રેકૉર્ડ બોનસ ટાટા AIAની નાણાકીય મજબૂતી અને શિસ્તબદ્ધ ફંડના મેનેજમેન્ટનો સીધો પુરાવો છે. 31 માર્ચ, 2026 સુધી એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક 18 ટકાની વૃદ્ધિ સાથે ₹1,45,617 કરોડ સુધી પહોંચવાની સાથે પોલિસીધારકો સતત અને જવાબદાર વૃદ્ધિ પર બનેલી આ કંપનીથી સતત લાભ મેળવી રહ્યાં છે.

બજારના હાલના વાતાવરણમાં PAR યોજનાઓ સ્થિરતા, લાંબા ગાળાની સંપત્તિનું સર્જન અને જીવન વીમાકવચનો આદર્શ સમન્વય ઇચ્છતાં ઉપભોક્તાઓ માટે શ્રેષ્ઠ પસંદગી બની રહેશે.

ટાટા AIAની સહભાગી યોજનાઓ ઉપભોક્તાઓને અર્થસભર, લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માટે તક સાથે જીવન વીમાકવચની ખાતરીના કાયમી નાણાકીય સલામતીનો સમન્વય પૂરું પાડવામાં મદદ કરવા ઉદ્દેશપૂર્ણ રીતે બનાવી છે.

ટાટા AIAની સહભાગી યોજનાના મુખ્ય ફાયદા :

  • ઓછી વધઘટ – બજારની વધઘટ સામે રાહત આપવામાં મદદરૂપ બોનસની સરળ ચુકવણી
  • લાંબા ગાળે સંપત્તિનું સર્જન – સહભાગી ફંડની કામગીરીમાં સામેલ થવાની તક
  • જીવન વીમાકવચ – જીવન વીમાકવચ મારફતે સ્વજનો માટે નાણાકીય કવચ
  • ઉદ્દેશ-આધારિત યોજના – શિસ્તબદ્ધ બચત સાથે લાંબા ગાળે નાણાકીય સીમાચિહ્નને ટેકો

ફક્ત સહભાગી (Par) યોજનાઓ બોનસની ચુકવણી માટે પાત્ર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)