Tata Power And Druk Green Power Corporationને 5,000 મે.વો. નો સમજૂતી કરાર કર્યાં
અમદાવાદ,19 મે : ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓ પૈકીની એક, ટાટા પાવર અને ભૂતાનની એકમાત્ર વીજ ઉત્પાદક કંપની ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) વચ્ચે ભૂતાનના થિમ્ફુ ખાતે બંને દેશો વચ્ચે કૌશલ્ય વિકાસ માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ તૈયાર કરવા એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ કરાર હેઠળ તાલીમનું વ્યવસ્થિત માળખું તૈયાર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કુશળ કર્મચારીઓ તૈયાર કરવાનો છે. આ કર્મચારીઓ સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સના સંયુક્ત વિકાસ માટે ટાટા પાવર અને DGPC વચ્ચેની ભાગીદારી હેઠળની તાત્કાલિક અને લાંબા ગાળાની જરૂરિયાતોને પૂરી કરશે.

વીજ ક્ષેત્રે કૌશલ્યની તાલીમ આપવાના પોતાના બહોળા અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરીને, ટાટા પાવર સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (TPSDI) દ્વારા આ તમામ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પૂરા પાડવામાં આવશે.
આ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે ટાટા પાવર TPSDI દ્વારા ટેકનિકલ કુશળતા, તાલીમ માટેનું માળખું, અભ્યાસક્રમ અને માન્યતા માટે સપોર્ટ પૂરો પાડશે. જ્યારે DGPC તાલીમાર્થીઓને એકત્રિત કરવા અને તેમને તૈનાત કરવાની જવાબદારી સંભાળશે, જેથી આ કરાર અને તે પછીના અંતિમ કરારો હેઠળ કામગીરી સરળતાથી થઈ શકે.
ભૂતાન સરકાર અને ત્યાંના સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવવાની જવાબદારી DGPC ની રહેશે, જ્યારે ટાટા પાવર ભારત સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવશે.
આ કરાર હેઠળ પ્રસ્તાવિત સ્કીલ ડેવલપમેન્ટની પહેલોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે:
પ્રથમ તબક્કો: સાઇટ પર પ્રવેશતા પહેલાં કર્મચારીઓની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે, પ્રોજેક્ટના કામદારો માટે ફરજિયાત સેફ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામ્સ સહિતની ત્વરીત સુરક્ષા તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
બીજો તબક્કો: પ્રોજેક્ટના બાંધકામની જરૂરિયાતોને અનુરૂપ ટેકનિકલ કૌશલ્ય વિકાસનું વિસ્તરણ કરવું, જેમાં કન્સ્ટ્રક્શન, મટીરીયલ હેન્ડલિંગ અને અર્થ-મુવિંગ ઇક્વિપમેન્ટ્સના સંચાલનની તાલીમનો સમાવેશ થાય છે.
ત્રીજો તબક્કો: સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્સની લાંબા ગાળાની દેખરેખ, સંચાલન અને જાળવણી માટે ખાસ પ્રકારની વિશેષ ક્ષમતાઓ અને કુશળતા વિકસાવવી.
આ સમજૂતી કરાર ભૂતાનના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રના વિકાસ માટે જરૂરી કૌશલ્યો વિકસાવવાની દિશામાં એક સહયોગી અને વ્યવહારુ અભિગમને દર્શાવે છે, જેમાં DGPC ભૂતાનના સંબંધિત સત્તાધિકારીઓ સાથે મળીને કામ કરશે અને ટાટા પાવર ટેકનિકલ ટ્રેનિંગ સપોર્ટ પૂરો પાડશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
