નવી દિલ્હી, 11 મે, 2026: ભારતમાં માતૃત્વ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં પહેલાં કરતાં વધુ મહિલાઓ ઔપચારિક અને સંસ્થાગત આરોગ્યસેવાઓનો લાભ લઈ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં 88થી 90 ટકા કરતાં વધુ બાળજન્મ સંસ્થાગત માધ્યમથી થઈ રહ્યા છે, જ્યારે 2023-24 દરમિયાન સંસ્થાગત ડિલિવરીનો હિસ્સો 97.3 ટકા સુધી પહોંચી ગયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે હોસ્પિટલ આધારિત માતૃત્વ સંભાળ તરફનું વલણ સતત મજબૂત બની રહ્યો છે. વર્ષ 2025માં રજૂ કરાયેલા સરકારી આંકડા મુજબ, 2024-25 દરમિયાન ભારતમાં નોંધાયેલા કુલ જન્મોમાંથી 27 ટકા કરતાં વધુ ડિલિવરી સિઝેરિયન (C-section) પદ્ધતિથી થઈ હતી, જે વધુ તબીબી દેખરેખ અને ગહન સારવાર આધારિત માતૃત્વ કાળજી તરફ વધતા વલણને વધુ મજબૂત બનાવે છે.
આ પરિસ્થિતિ વચ્ચે, કેર હેલ્થ ઇન્શ્યોરન્સે મહિલાઓના આરોગ્ય સંબંધિત ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં સ્પષ્ટ વધારો નોંધાવ્યો છે, જે માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ ખર્ચની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર છે. નાણાંકીય વર્ષ 2025થી નાણાંકીય વર્ષ 2026 દરમિયાન મહિલાઓના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં 37 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે 20થી 40 વર્ષનું વયજૂથ આ વૃદ્ધિનું મુખ્ય કારણ બની રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન તેમાં 25 ટકાનો વધારો થયો હતો.
તે જ સમયે, માતૃત્વ સંબંધિત ક્લેઇમ વધુ ખર્ચાળ બનતા જઈ રહ્યા છે. ટિયર-2 અને ટિયર-3 શહેરો હવે કુલ ક્લેઇમમાં વધુ મોટો હિસ્સો ધરાવે છે અને કંપનીને નોંધાયેલા તમામ મેટરનિટી ક્લેઇમમાંથી 60 ટકા ક્લેઇમ આ શહેરોમાંથી આવ્યા છે.
માતૃત્વ સંબંધિત વયપ્રોફાઇલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 35 વર્ષથી વધુ વયની મહિલાઓનો કુલ મેટરનિટી ક્લેઇમમાં 12 ટકાનો હિસ્સો રહ્યો હતો, જે અગાઉના વર્ષોની સરખામણીએ વધુ અને સતત વધતો રહ્યો છે. આ વયજૂથનો કુલ ક્લેઇમ રકમમાં 18 ટકાનો ફાળો રહ્યો હતો, જે મોટી ઉંમરે થતી ગર્ભાવસ્થાઓ સાથે જોડાયેલા વધારાના સારવાર ખર્ચને દર્શાવે છે.
છેલ્લા બે વર્ષમાં કુલ મેટરનિટી ક્લેઇમ ખર્ચમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જોકે ક્લેઇમની સંખ્યામાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો, તેમ છતાં દરેક કેસ દીઠ ખર્ચમાં વધારો થતો હોવાનો સંકેત મળી રહ્યો છે.
ડિલિવરી પ્રક્રિયા વધુ સંસ્થાગત અને કાર્યક્ષમ બનતી હોવા છતાં, માતૃત્વ સંભાળ માટે પાંચ દિવસની અંદર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી મહિલાઓનો હિસ્સો નાણાંકીય વર્ષ 2024ના 75 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2026માં 82 ટકા થયો છે. તેમ છતાં, હોસ્પિટલમાં ઓછો સમય રહેવા છતાં સારવાર ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. કંપનીએ માતૃત્વ સારવારના ખર્ચમાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ નોંધાવ્યો છે.
આ તમામ ટ્રેન્ડ્સ મળીને મેટરનલ હેલ્થકેર ક્ષેત્રમાં માળખાકીય પરિવર્તન દર્શાવે છે, જેમાં વધતી ખર્ચ તીવ્રતા અને બદલાતી સારવાર પદ્ધતિઓના કારણે આર્થિક જોખમમાં વધારો થઈ રહ્યો છે. આ નિષ્કર્ષોને વ્યાપક જાહેર આરોગ્ય સંબંધિત આંકડા પણ સમર્થન આપે છે, જે દર્શાવે છે કે ભારતમાં બહુમતી મહિલાઓ સત્તાવાર ગર્ભાવસ્થા પૂર્વેની આરોગ્યસેવાઓનો લાભ લઈ રહી છે, પરંતુ હજુ પણ ચારમાંથી ત્રણ મહિલાઓમાં આહારમાં જરૂરી આયર્નનું પૂરતું પ્રમાણ નથી મળતું. આ પરિસ્થિતિ માતૃત્વ સમયગાળાથી આગળ વધીને લાંબા ગાળાની પોષણ સંબંધિત ખામીઓ અને આરોગ્ય જોખમોને ઉજાગર કરે છે.
આ નિષ્કર્ષ અંગે કેર હેલ્થ ઇન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર મનીષ દોડેજાએ જણાવ્યું હતું કે, “મહિલાઓના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ હવે માત્ર સીધી રેખામાં વધતા નથી, પરંતુ તેની સંખ્યા અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે. મેટરનલ હેલ્થકેર ક્ષેત્રમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળી રહ્યું છે અને સારવાર ખર્ચ સતત વધી રહ્યો છે. સારવારની પ્રક્રિયાઓ વધુ કાર્યક્ષમ બનતી હોવા છતાં, મેટરનલ હેલ્થકેર સાથે જોડાયેલ આર્થિક જોખમ વધી રહ્યું છે. આ માત્ર સેવાઓના ઉપયોગમાં વધારાનો ટ્રેન્ડ નથી, પરંતુ મહિલાઓ આજે આરોગ્યસેવાઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે અને તેનો અનુભવ કરે છે તેમાં થઈ રહેલા વ્યાપક પરિવર્તનનું પ્રતિબિંબ છે. તેથી વ્યક્તિઓ માટે સમયાંતરે તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ કવરનું પુનર્મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે, જેથી તે બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત રહી શકે.”
મેટરનલ હેલ્થકેર વધુ ઔપચારિક અને સંસ્થાગત બનતી જઈ રહી છે અને તેની સેવાઓનો ઉપયોગ પણ વધી રહ્યો છે ત્યારે પૂરતું અને સમયસર હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ હોવું આર્થિક જોખમને સંભાળવા અને સતત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

