પૂણે, 28 માર્ચ: લાઇફ ઇન્શ્યોરન્સના ટ્રેન્ડ્સમાં મહત્વનો ફેરફાર આવ્યો છે જેમાં પહેલી વખત ખરીદી કરનારા લોકોની સરેરાશ ઉંમર 33થી ઘટીને 28 થઈ છે. પરિવારની જવાબદારીઓ, આવકના સ્તરો અને આરોગ્યની ચિંતાઓ ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળના મહત્વના ચાલક બળો બન્યા છે. નોંધનીય છે કે પ્રતિભાવ આપનારાઓ પૈકી 81 ટકા લોકો માને છે કે તેમની વાર્ષિક આવકના 10 ગણા કરતાં ઓછું લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજ તેમની નાણાંકીય સુરક્ષા માટે પૂરતું છે.

 જોકે, વાસ્તવિક કવરેજ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરી વિસ્તારોમાં સરેરાશ લાઇફ કવર વાર્ષિક આવકના 3.1 ગણું છે જે ધનિક વર્ગ અને ધનિક પરિવારો માટે ઘટીને અનુક્રમે 2.9 ગણું થયું છે.

10માંથી 8 કરતા વધુ ભારતીયો માને છે કે તેમની વાર્ષિક આવકના 10 ગણા કરતા ઓછું લાઇફ કવર નાણાંકીય સુરક્ષા માટે પૂરતું છેભારતીયો પાસે રહેલું વાસ્તવિક કવરેજ તેમની આવકના માત્ર 3.1 ગણું જ છે જે ઉદ્યોગ દ્વારા ભલામણ કરાયેલા 10ગણા કવરેજના બેન્ચમાર્ક કરતાં ખૂબ ઓછું છે
ત્રણમાંથી એક ભારતીયે લગ્ન, બાળકના જન્મ કે આવકમાં વૃદ્ધિ જેવા જીવનના મહત્વના પ્રસંગો પછી પણ કદી તેમના લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજની સમીક્ષા કરી નથીઅપૂરતા કવરેજ છતાં 82 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે તેમનું લાઇફ ઇન્શ્યોરન્સ તેમના પરિવારના નાણાંકીય ભવિષ્યને પૂરતી રીતે સુરક્ષિત કરશે

બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે NielsenIQ સાથેના સહયોગમાં ‘Underinsurance Survey 2025’ શીર્ષક હેઠળનો એક વ્યાપક સર્વે બહાર પાડ્યો છે. આ સર્વે મેટ્રો, ટિયર 1 અને ટિયર 2 શહેરોમાં 2,000 લોકોને આવરી લઇને કરવામાં આવ્યો હતો. સર્વેના તારણો અંગે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ તરુણ ચુઘે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રો પૈકીના એક ભારતમાં કુલ સમ એશ્યોર્ડ જીડીપીના માત્ર 70 ટકા છે જે અમેરિકા (251 ટકા), થાઇલેન્ડ (143 ટકા) અને મલેશિયા (153 ટકા) જેવા દેશો કરતાં ખૂબ જ ઓછું છે જે સુરક્ષા મેળવવા માટે મોટું અંતર દર્શાવે છે. આ ઘટાડાથી પરિવારો સામે નાણાંકીય સંકટ ઊભું થઈ શકે છે અને તેમણે કટોકટીના સમયે બચતો વાપરવા કે સંપત્તિઓ વેચવા જેવા પગલાં લેવા પડી શકે છે જેનાથી તેમના જીવનના લક્ષ્યો ખોરવાઈ શકે છે. પોતાના પ્રિયજનોની સાચી રીતે સુરક્ષા કરવા માટે જરૂરી છે કે આવક, જવાબદારીઓ અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં લઈને સર્વાંગી રીતે જરૂરી કવરેજનું આકલન કરવામાં આવે. પાયાનો નિયમ એવો છે કે વ્યક્તિની વાર્ષિક આવકના કમસે કમ 10 ગણું લાઇફ કવર હોવું જોઈએ જે સુનિશ્ચિત કરે છે કે જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિ પાસે નાણાંકીય સુરક્ષા હોય.

સર્વેના મુખ્ય તારણોઃ

  • ધારણા વિરુદ્ધ વાસ્તવિકતા: ભારતીયો માનતા હતા કે તેમની પાસે તેમની આવકથી 6.4 ગણું કવરેજ છે, પરંતુ વાસ્તવિક કવરેજ સરેરાશ માત્ર 3.1 ગણું હતું, જે નાણાંકીય તૈયારીમાં મોટો તફાવત દર્શાવે છે.
  • કવરેજ સમીક્ષાઓનો અભાવ: જીવનના મોટા પ્રસંગો પછી પણ ત્રણમાંથી એક ભારતીયે ક્યારેય તેમના લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજની સમીક્ષા કરી નથી. સ્વ-રોજગાર અને સમૃદ્ધ વ્યક્તિઓમાં આ સંખ્યા વધીને 43 ટકા થઈ છે, જેના કારણે તેમનામાં ઓછો ઇન્શ્યોરન્સ હોવાનું જોખમ વધારે છે.
  • કવરેજમાં વિશ્વાસ: યુવાન લોકો વહેલો ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છે ત્યારે 46-50નું વય જૂથ, જે સામાન્ય રીતે 33 વર્ષની ઉંમરે પોલિસી ખરીદતા હતા, તેમણે તેમની ઇન્શ્યોરન્સની રકમમાં ઓછો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે પૂરતું કવરેજ હોવા અંગે વર્તમાન અનિશ્ચિતતા દર્શાવે છે.
  • કવરેજ નક્કી કરવા માટેના મુખ્ય પરિબળો: લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજ નક્કી કરતી વખતે વ્યક્તિઓએ કૌટુંબિક જવાબદારીઓ, વધુ આવક અને સ્વાસ્થ્યની ચિંતાઓ એમ ત્રણ બાબતો પર વિચાર કર્યો હતો.
  • માહિતીનો સ્ત્રોત: 46 ટકા ભારતીયો લાઇફ ઇન્શ્યોરન્સના નિર્ણયો માટે પોતાની મેળે સંશોધન કરવા પર આધાર રાખે છે અને આપબળે માહિતી મેળવવા પર ભાર મૂકે છે. જોકે, કવરેજની જરૂરિયાતોનું પુનઃમૂલ્યાંકન કરતી વખતે જીવનની મુખ્ય ઘટનાઓને ઘણીવાર અવગણવામાં આવે છે.

આ તારણો ભારતમાં લાઇફ ઇન્શ્યોરન્સ અંગે જાગૃતિ અને પૂરતું કવરેજ મેળવવા વચ્ચે રહેલા મોટા અંતર પર ભાર મૂકે છે. વધુને વધુ લોકો લાઇફ ઇન્શ્યોરન્સના મહત્વને સમજી રહ્યા છે ત્યારે જરૂરી કવરેજ વિશે ગેરસમજો હજુય રહેલી છે, જેના કારણે ઘણા લોકો પાસે પૂરતો ઇન્શ્યોરન્સ નથી. ઘણા લોકો પૂરતા લાઇફ ઇન્શ્યોરન્સ કવરેજના ખ્યાલને જટિલ માને છે અથવા તેનું મહત્વ સમજી શકતા નથી. બજાજ આલિયાન્ઝ લાઇફ આને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેને ઘરેલુ નાણાંકીય આયોજનનો નિયમિત ભાગ બનાવે છે. મહત્વનું એ છે કે વ્યક્તિની આવક, બચત, જવાબદારીઓ અને કૌટુંબિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને યોગ્ય કવરેજ નક્કી કરવું. સામાન્ય નિયમ એ છે કે વ્યક્તિની વાર્ષિક આવકનું 10 ગણું કવર મેળવેલું હોવું જોઈએ. આનાથી પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને આર્થિક રીતે સારી રીતે ટેકો મળશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)