માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 29 જુલાઇઃ ભારતમાં સંગઠિત ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
કંપની લાઇટવેઇટ જ્વેલરી સહિતની ગોલ્ડ જ્વેલરીની વિશાળ શ્રેણીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, જોબ-વર્ક સર્વિસિસ અને સેલમાં કાર્યરત છે.
DRHP મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 4,000 મિલિયનના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર તરૂણા મદન કોઠારી દ્વારા 5,906,250 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) છે.
30 જૂન, 2026 સુધીમાં કંપનીએ અંદાજે 80,666 જ્વેલરી ડિઝાઇનનો ડિઝાઇન ડેટાબેઝની જાળવણી કરી છે, જેનાથી તે વિવિધ ગ્રાહકોની પસંદગીને પૂર્ણ કરવા તથા ગ્રાહકો સાથે સંબંધ મજબૂત રાખવા માટે સક્ષમ છે. તેની મેન્યુફેક્ચરિંગ કામગીરી મુંબઇમાં કલા ચોરી ખાતે બે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં થાય છે, જે અંદાજે 6,870 ચોરસ ફુટમાં ફેલાયેલી છે. માર્ચ, 2026 સુધીમાં તેની વાર્ષિક સ્થાપિત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 4,972.90 કિલો છે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
