2017-2026 દરમિયાન લગભગ 74% પુખ્ત વયના લોકોએ ઓછામાં ઓછું એક વખત લોન લીધી

લાયક ભારતીયોમાંથી કમ સે કમ એક વાર ક્રેડિટ લેનારનો હિસ્સો માર્ચ, 2017માં 35 ટકાથી વધીને માર્ચ, 2026માં 74 ટકાથી વધારે થઈ ગયો છે, તો માર્ચ, 2018થી માર્ચ, 2026 વચ્ચે ક્રેડિટ મોનિટરિંગ 1 ટકાથી વધીને 35 ટકા થઈ ગયુંક્રેડિટમાં વૃદ્ધિ મહિલાઓ, યુવાન લોનધારકો અને નોન-મેટ્રો ક્ષેત્રોથી આગળ વધી રહી છે, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં આ વધારો પશ્ચિમ અને દક્ષિણના પરંપરાગત ગઢની સરખામણીમાં ઝડપથી થઈ રહી છે

મુંબઈ, ભારત, 30 જુલાઈ, 2026 : છેલ્લા નવ વર્ષથી ભારતમાં ઔપચારિક ધિરાણની પહોંચમાં મહત્વપૂર્ણ વધારો થયો છે. આ રિપોર્ટ માર્ચ, 2017થી માર્ચ, 2026 સુધી સમયનો અભ્યાસ પ્રસ્તુત કરે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ઔપચારિક ધિરાણ સુધી પહોંચ વધી છે અને કેવી રીતે ડેમોગ્રાફિક વિવિધતા તથા ક્રેડિટ વિશે જાગૃતિ લાવવા આ ઇકોસિસ્ટમમાં લોકોની ભાગીદારી વધી છે.

ભારતમાં ક્રેડિટ માટેની પાત્ર[1] લોકોની સંખ્યા 2017માં 79 કરોડથી વધીને 2026માં 89 કરોડ થઈ ગઈ છે. આ ગ્રૂપમાં અત્યાર સુધી એવર-ક્રેડિટેડ[2] ઉપભોક્તા એટલે કે જેમણે ઓછામાં ઓછી એક વાર રિટેલ લોન લીધી છે, એમની સંખ્યા માર્ચ, 2017થી માર્ચ, 2026માં 35 ટકાથી વધીને 74 ટકા થઈ ગઈ છે, જે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઔપચારિક ધિરાણમાં ઊંચી પ્રગતિ અને પહોંચ દર્શાવે છે.

ટ્રાન્સયુનિયન સિબિલના નવા રિપોર્ટ અનલોકિંગ એક્સેસ : જર્ની ઑફ ક્રેડિટ એક્સપાન્શન ઇન ઇન્ડિયામાંથી જાણકારી મળી છે કે,  આ દરમિયાન ક્રેડિટ-એક્ટિવ[3] ગ્રાહકોનો હિસ્સો પણ માર્ચ, 2017માં 11 ટકાથી વધીને માર્ચ, 2026માં 28 ટકા થયો છે. જોકે, ક્રેડિટ-એક્ટિવ ગ્રાહકોની સંખ્યા વધવાનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર માર્ચ, 2017થી માર્ચ, 2019 દરમિયાન 14 ટકાથી ઘટીને માર્ચ, 2024થી માર્ચ, 2026 સુધી 9 ટકા થઈ ગયો છે. સાથે સાથે રિટેલ કંપનીઓમાં ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ગ્રાહકોનો હિસ્સો માર્ચ, 2017 ત્રિમાસિક ગાળામાં 32 ટકાથી ઘટીને માર્ચ, 2026 ત્રિમાસિક ગાળામાં 13 ટકા થઈ ગયો છે. આ આંકડા જણાવે છે કે, જે લોકો અગાઉથી ક્રેડિટ સિસ્ટમનો ભાગ છે, તેમની સાથે જોડાણ વધારવાની અને નવા ગ્રાહકોને ઔપચારિક ધિરાણ વ્યવસ્થામાં લાવવાની પ્રચૂર તકો છે.

ચાર્ટ 1: ભારતની રિટેલ ક્રેડિટ સુલભતાનો ચિતાર માર્ચ, 2017 vs માર્ચ, 2026         

(2017 માટે ડેટાની ગણતરીનો આધાર માર્ચ, 2017માં ઋણધારકોનો આધાર છે, તો 2026 માટે ડેટા માર્ચ, 2026ના ઋણધારક આધાર પર આધારિત છે.)

ટ્રાન્સયુનિયન CIBILના MD અને CEO ભાવેશ જૈને કહ્યું હતું, “ગત દાયકો ભારતની ક્રેડિટ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ વળાંકરૂપ સાબિત થયો છે. 2016-17 દરમિયાન દેશે નોટબંદી, જીએસટીનો અમલ અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની ઝડપી સ્વીકાર્યતા જેવા પરિવર્તન જોયા.”

ઋણધારકોનાં વોલેટમાં જીવનશૈલી-સંચાલિત અને ઉદ્યોગસાહસિકતા ધિરાણમાં વધારો

ઋણધારકોની ભાગીદારી વધવાની સાથે ક્રેડિટ વૉલેટના પ્રકારોમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળ્યું હતું. ગ્રાહકોએ ઉપભોગ અને ઉદ્યોગસાહસિકતા સાથે સંબંધિત ક્રેડિટને વધારે પસંદ કરી છે.

પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને કન્ઝ્યુમર ડ્યુરેબ્લ લોન ધરાવતી ઉપભોક્તા ક્રેડિટ[4] સૌથી વધુ ઉપયોગ થતી કેટેગરી બનીને બહાર આવી છે. ઉપભોગ સાથે સંબંધિત ક્રેડિટ પ્રોડક્ટ લેનાર ક્રેડિટ-એક્ટિવ ઉપભોક્તાઓની ભાગીદારી માર્ચ, 2017માં 34 ટકાથી વધીને માર્ચ, 2026માં 51 ટકા થઈ ગઈ છે, તો આ જ ગાળામાં આ પ્રકારના ગ્રાહકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે.

વ્યવસાય સાથે સંબંધિત ક્રેડિટ[5]માં વધારે ઝડપથી વધારો થયો છે. આ પ્રકારની ક્રેડિટ લેનાર ક્રેડિટ-એક્ટિવ ગ્રાહકોની ભાગીદારી 3 ટકાથી વધીને 9 ટકા થઈ ગઈ છે, તો તેમની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે, – જે અભ્યાસમાં સામેલ તમામ કેટેગરીઓમાં સૌથી ઝડપી વધારો હતો. એની સરખામણીમાં ગોલ્ડ લોન[6] લેનાર ઋણધારકોનો હિસ્સો 19 ટકાથી વધીને 22 ટકા થયો છે, તો વ્હિકલ લોન અને મોર્ગેજ પ્રોડક્ટ[7]માં વૃદ્ધિ સ્થિર રહી છે.

ચાર્ટ 2: માર્ચ, 2017 vs માર્ચ, 2026માં ઉત્પાદનની બદલાતી પસંદગીઓ

(જ્યારે 2017 માટે ડેટાની ગણતરીનો આધાર માર્ચ, 2017માં ક્રેડિટ-એક્ટિવ ઋણધારક છે, ત્યારે 2026 માટે ડેટાની ગણતરીનો આધાર માર્ચ, 2026ની ક્રેડિટ-એક્ટિવ ઋણધારક પર છે.)

વધારે વિવિધતાસભર ઋણધારકોથી ધિરાણમાં ભાગીદારીમાં વધારો

ઔપચારિક ધિરાણમાં વધારો થવાની સાથે ભારતની ક્રેડિટ-એક્ટિવ વસતી સ્વરૂપે પણ પરિવર્તન થયું હતું. મહિલા લોનધારકોની ભાગીદારી માર્ચ, 2017માં 22 ટકાથી વધીને માર્ચ, 2026માં 30 ટકા થઈ ગઈ છે, તો આ ગાળામાં યુવાન લોનધારકોની ભાગીદારી 33 ટકાથી વધીને 39 ટકા થઈ ગઈ છે. અર્ધશહેરી અને ગ્રામીણ ક્ષેત્રો (SURU)ના ઉપભોક્તાઓની ભાગીદારી 53 ટકાથી વધીને 63 ટકા થઈ ગઈ છે.

આ વધતા વર્ગોમાં, ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામીણ ક્ષેત્રોના યુવાન ઉપભોક્તાઓની ભાગીદારી 47 ટકાથી વધારીને 61 ટકા થઈ ગઈ છે. મહિલાઓમાં પાંચ વર્ષથી વધારે રિટેલ ક્રેડિટનો અનુભવ ધરાવતી મહિલાઓની ભાગીદારી 29 ટાકથી વધીને 43 ટકા થઈ ગઈ છે, તો અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોની ક્રેડિટ-એક્ટિવ મહિલા ઉપભોક્તાઓની ભાગીદારી માર્ચ, 2017ના 57 ટકાની સરખામણીમાં માર્ચ, 2026માં વધીને 64 ટકા થઈ ગઈ છે.

જેમ જેમ ક્રેડિટ મેળવનાર લોકોની સંખ્યા વધી છે, તેમ તેમ વધારે લોન લેનાર લોકો[8]નો હિસ્સો નાણાકીય વર્ષ 2016-17માં 5 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 18 ટકા થઈ ગયો છે. પછી નાણાકીય વર્ષ 2025-26માં ઘટીને 15 ટકા થઈ ગયો હતો.

જ્યારે ગત નવ વર્ષમાં ક્રેડિટ લેનાર લોકોની સંખ્યા વધવાથી ધિરાણની પહોંચ વધી છે, ત્યારે ધિરાણની જાગૃતિમાં વધારાથી એની પૃષ્ઠભૂમિમાં પણ વધારો થયો છે. માર્ચ, 2018માં ક્રેડિટ મોનિટરિંગ લગભગ નહીંવત્ હતું, પરંતુ માર્ચ, 2026 સુધી પોતાની ક્રેડિટ પર નજર રાખનાર ક્રેડિટ-એક્ટિવ ગ્રાહકોનો હિસ્સો વધીને 35 ટકા થઈ ગયો હતો[9]. ક્રેડિટનો અનુભવ ધરાવતા ઉપભોક્તાઓ[10] એટલે કે ક્રેડિટનો લાંબો ઇતિહાસ ધરાવતા ગ્રાહકોની સંખ્યા 38 ટકાથી વધીને 54 ટકા થઈ છે.

અભ્યાસનાં સૌથી મોટાં તારણોમાં એક છે – ભારતમાં ક્રેડિટની પહોંચનો બદલાતો ભૌગોલિક નકશો. ક્રેડિટ લેવાના ટ્રેન્ડનું રાજ્યવાર વિશ્લેષણ કરવાથી જાણકારી મળે છે કે, 2017 અને 2026 વચ્ચે ઉત્તર અને મધ્ય ભારતમાં વધારો, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સરખાણમીમાં વધારે રહ્યો છે. મહારાષ્ટ્ર અને તમિળનાડુ ક્રેડિટ લેવામાં પરંપરાગત રીતે મજબૂત ગણાય છે, જેમણે દેશના સૌથી મોટા ક્રેડિટ બજારો તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, તેમનો હિસ્સો ક્રમશઃ 12 ટકાથી ઘટીને 10 ટકા અને 11 ટકાથી ઘટીને 9 ટકા થઈ ગયું છે. બીજી તરફ, ઉત્તરપ્રદેશનું પ્રદાન માર્ચ, 2017માં 8 ટકાથી વધીને માર્ચ, 2026માં 11 ટકા થઈ ગયું છે, મધ્યપ્રદેશનો હિસ્સો 4 ટકાથી વધીને 6 ટકા થઈ ગયો છે, બિહારનો હિસ્સો 3 ટકાથી વધીને 5 ટકા અને પશ્ચિમ બંગાળનો હિસ્સો 4 ટકાથી વધીને 5 ટકા થઈ ગયો છે.

ચાર્ટ 3: ભારતની ધિરાણ સર્વસમાવેશકતાના નકશામાં પરિવર્તન

(2017 માટે ડેટાની ગણતરીનો આધાર માર્ચ, 2017માં ક્રેડિટ-એક્ટિવ ઋણધારકોની સંખ્યા છે, તો 2026 માટે ડેટાનો આધાર ક્રેડિટ-એક્ટિવ ઋણધારકોની સંખ્યા છે.)

વાણિજ્યિક લોનધારકોમાં વધારાથી વૃદ્ધિ માટેની ગુંજાશ વધારે ઊભી થઈ

ઉપભોક્તાથી વાણિજ્યિક ક્ષેત્ર તરફ આગળ વધીએ તો ક્રેડિટ માટે પાત્રતા ધરાવતી વાણિજ્યિક કંપનીઓની સંખ્યા માર્ચ, 2021માં 6.3 કરોડથી વધીને માર્ચ, 2026માં 8.7 કરોડ થઈ ગઈ. આ ગાળામાં પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ કંપનીઓની ભાગીદારી 70 ટકાથી વધીને 88 ટકા થઈ, ઓછું જોખમ ધરાવતી કંપનીઓની[11] સંખ્યા 13 ટકાથી વધીને 37 ટકા થઈ ગઈ અને ક્રેડિટનો અનુભવ ધરાવતી કંપનીઓની[12] સંખ્યા 30 ટકાથી વધીને 40 ટકા થઈ ગઈ.

જોકે, માર્ચ, 2021થી માર્ચ, 2026માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાઓ વચ્ચે કમર્શિયલ ક્રેડિટ લેતી કંપનીઓની ભાગીદારી 50 ટકાથી ઘટીને 41 ટકા, ક્રેડિટ-એક્ટિવ ભાગીદારી 10 ટકાથી ઘટીને 9 ટકા તથા NTCની ભાગીદારી પણ 60 ટકાથી ઘટીને 39 ટકા થઈ ગઈ. આ સંકેત આપે છે કે, યોગ્ય કંપનીઓ અને મધ્યમ, લઘુ અને અતિ નાના ઉદ્યોગસાહસિકોને ઔપચારિક ધિરાણમાં લાવવાની ગુંજાશ છે.

ચાર્ટ 4 : સંવર્ધિત સુલભતા અને ગુણવત્તા સાથે વિવિધતાસભર વાણિજ્યિક વૃદ્ધિ

(2021 માટે ડેટાની ગણતરી માર્ચ, 2021માં ઋણધારકોની સંખ્યા છે, તો 2026 માટે ડેટાનો આધારે 2026ના ઋણધારકોની સંખ્યા છે.)


[1] Credit-eligible is the total adult population aged between 18 to 60 as of period end

[2] Ever-credited are consumers who have ever availed a retail loan as of period end

[3] Credit-active consumers are those who have at least 1 retail loan with balance or limit reported on the portfolio date

[4] Consumption loans include personal loans, credit card and consumer durable loans

[5] Business Oriented refers to business loans given to individuals, construction equipment loan and commercial vehicle loan

[6] Gold includes gold loans and PSL-gold loans

[7] Mortgage includes housing loan and property loan

[8] Leverage consumers are those classified under segment 4 and 5 based on proprietary leverage segments developed by TransUnion CIBIL

[9] Credit monitoring are consumers who monitored their credit with TransUnion CIBIL in last one year from period end.

[10] Credit Experienced are consumers who have been in the retail bureau for more than 5 years

[11] Low Risk – CIBIL Commercial Rank (1-3).

[12] Credit Experienced are entities who have been in the commercial bureau for more than 4 years

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)