માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 26047- 25908, રેઝિસ્ટન્સ 26264- 26342

શુક્રવારની તેજીએ આગામી સત્રોમાં NIFTYએ 26,300 તરફ આગળ વધવાની આશા જગાવી છે. નિષ્ણાતોના મતે, 26,500 એ નિફ્ટી માટે મહત્વનું લેવલ છે, જ્યારે સપોર્ટ 26,000-25,900 ઝોનમાં મૂકવામાં આવ્યો છે.
| Stocks to Watchr: | Eternal, Biocon, ICICIBank, DynamaticTech, ONGC, SPMLInfra, NBCC, HFCL, AshokaBuildcon, MTARTech, CochinShipyard, Delhivery, LandmarkCars, ZenTech, NewGenSoftware, Birlasoft, IndusTowers, AnupamRasayan, PBFintech, UnitedSpirits |
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ નિફ્ટીએ શુક્રવારે 26186 પોઇન્ટની સપાટીએ સુધારા સાથે બંધ આપીને સુધારાની આગેકૂચનો આશાવાદ જગાવ્યો છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ પણ સૂચવે છે કે, માર્કેટમાં સુધારાની ચાલ આગળ વધી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 26000- 25800 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી. ઉપરમાં 26500- 26800 પોઇન્ટના રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

ગયા શુક્રવારે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મજબૂત સત્ર રહ્યું હતું, જેના કારણે ડેઇલીચાર્ટ પર લોંગ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન્સ બન્યા હતા. નિફ્ટી આગામી સત્રોમાં 26,300 તરફ આગળ વધવાની ધારણા છે જોકે, જ્યાં સુધી તે 26,000 ઝોન જાળવી રાખે છે. તેનાથી નીચે ઉતરે તો નીચે 25,850 મહત્વપૂર્ણ સપોર્ટ રહે છે. 26,300થી ઉપર, 26,500 ધ્યાનમાં રાખવા જેવું લેવલ છે. દરમિયાન, ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેંક નિફ્ટીને 60,000-60,100 લેવલ્સ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે, જેમાં 59,100-59,000 સપોર્ટ ઝોન છે.

નિષ્ણાતોના મતે આગામી સત્રોમાં નિફ્ટી , જ્યાં સુધી તે 26,000 ઝોન જાળવી રાખશે ત્યાં સુધી 26,300 તરફ આગળ વધવાની ધારણા છે, જેની નીચે 25,850 મહત્વપૂર્ણ સપોર્ટ રહેશે. 26,300 થી ઉપર, 26,500 એ જોવાનું લેવલ છે.
૫ ડિસેમ્બરના રોજ, નિફ્ટી 153 પોઈન્ટ વધીને 26186 પોઇન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 489પોઈન્ટ વધીને 59777 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1140 સુધરેલાં શેર સામે કુલ 1700 શેર ઘટ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
