બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ ટેકનોલોજી-આધારિત મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન અને ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક, બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
સોનિયા બોનફિગ્લિઓલી, લુસિયાનો બોનફિગ્લિઓલી, લુઇસા લુસાર્ડી, BON-FI S.r.l., અને Bonfiglioli S.p.A કંપનીના પ્રમોટર્સ છે. આ ઓફરમાં બોનફિગ્લિઓલી S.p.A (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા કુલ 4,69,98,958 ઇક્વિટી શેર્સ માટે વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.
બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ એ બોનફિગ્લિઓલી S.p.A નો એક ભાગ છે જેનું મુખ્ય મથક ઇટાલીમાં છે અને એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટે 1,190.9 મિલિયન યુરો (રૂ. 105.91 અબજ) ની આવક સાથે મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તથા ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઇવ સોલ્યુશન્સ ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટા ટેકનોલોજીકલી એડવાન્સ્ડ કંપનીઓ પૈકીની એક છે.
કંપની વિવિધ એન્ડ-યુઝર્સ માર્કેટ્સમાં ઉપયોગમાં લેવાતા મિશન-ક્રિટીકલ અને અત્યંત ચોકસાઇવાળા એન્જિનિયર્ડ ગિયરબોક્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ). તેમનો વારસો અને પ્રતિષ્ઠા બોનફિગ્લિઓલી બ્રાન્ડમાં રહેલી છે, જે લગભગ 70 વર્ષથી વિશ્વભરમાં હાજરી ધરાવે છે અને તે 25 વર્ષથી વધુની કામગીરી સાથે ભારતમાં સ્થાપિત થઈ છે.
કંપની વ્યાપકપણે ત્રણ બિઝનેસ વર્ટિકલમાં કામ કરે છે: ઇન્ડસ્ટ્રી અને ઓટોમેશન સોલ્યુશન્સ, ઓફ-હાઇવે મોબિલિટી અને વિન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જે આખરી તબક્કાના ઉપયોગો પર આધારિત છે.
એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ, બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ ભારતમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEMs”) તથા ઉદ્યોગ અને ઓટોમેશન સોલ્યુશન્સ (ગિયર મોટર્સ < 15 kNm), ઓફ-હાઇવે મોબિલિટી અને વિન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાયેલા એન્ડ યુઝર્સ માટે ગિયરબોક્સ અને ડ્રાઇવ્સની સૌથી મોટી ઉત્પાદક છે. કંપની આવકની દ્રષ્ટિએ નાણાંકીય વર્ષ 2024માં ભારતમાં પ્લેનેટરી ગિયરબોક્સના સૌથી મોટા ઉત્પાદકોમાં પણ સામેલ છે. (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ).
30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 14,601.74 મિલિયન અને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 18,640.79 મિલિયન રહી હતી, જ્યારે ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 1,651.89 મિલિયન અને રૂ. 1,946.89 મિલિયન રહ્યો હતો.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) અને બીએસઈ સાથે મળીને “સ્ટોક એક્સચેન્જ”) જેવા સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
