CMPDIના IPOનું ગ્રે માર્કેટ પ્રિમિયમ વધી 13 ટકા થયું
અમદાવાદ, 18 માર્ચઃ સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ (CMPDI)નું બિનસત્તાવાર રીતે IPOમાં ગ્રે માર્કેટ પ્રિમિયમ વધી 13 ટકા થઇ ગયું હોવાનું પ્રાઇમરી માર્કેટના સૂત્રોએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું હતું. કોલ ઇન્ડિયાની સબસિડિયરી કંપનીનો રૂ. 1,842 કરોડનો IPO 20 માર્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ગ્રે માર્કેટ પ્રવૃત્તિઓ પર નજર રાખતા પ્લેટફોર્મ અનુસાર, CMPDIના શેર બિનસત્તાવાર પ્રિમિયમમાં લગભગ 13 ટકા GMP પર કમાન્ડ કરી રહ્યા છે.
કંપનીએ જાહેરાત કરી હતી કે પ્રાઇસબેન્ડ પ્રતિ શેર રૂ. 163-172 નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી કંપનીનું મૂલ્ય આશરે રૂ. 12280 કરોડ આંકવામાં આવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
