અમદાવાદ, 30 માર્ચઃ હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રોનિક્સના આઇપીઓમાં રોકાણકારો તરફથી જોરદાર માંગ જોવા મળી, 27માર્ચ, બિડિંગના અંતિમ દિવસે 180 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયોં હતો. શુક્રવારે ઇક્વિટી બજારોમાં 2 ટકાના ઘટાડા છતાં આ પ્રતિભાવ મળ્યો છે. કંપની 18.06 લાખ શેરના મેઇડન પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 21.67 કરોડ એકત્ર કરી રહી છે જેમાં 16.53 લાખ શેરનો નવો ઇશ્યૂ અને 1.52 લાખ શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. ઓફરની પ્રાઇસબેન્ડ રૂ. 114-120 હતી. IPO શેર ફાળવણી ૩૦ માર્ચ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જ્યારે હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રોનિક્સના શેર ૨ એપ્રિલથી BSE SME પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)