મુંબઈ, એપ્રિલ 01, 2026: ભારતીય સિનેમાના બહુપ્રતિક્ષીત એવા ચેતક SCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે રાતે 8 વાગે ટેલિકાસ્ટ થશે. આ વખતે દર્શકો ઘરે બેઠા ફિલ્મોનું ગ્લેમર, એક્સલન્સ અને ઉજવણીમાં રિયલ ટાઈમ જોડાઈ શક્શે.

ઇતિહાસમાં પહેલીવાર, દર્શકો આ એવોર્ડ સમારોહને સીધો LIVE જોઈ શકશે. વિશ્વભરના દર્શકો માટે સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ YouTube, Sony Entertainment Television અને Sony LIV પર કરવામાં આવશે.

ભારતીય સિનેમાના આ બહુપ્રતિક્ષીત એવોર્ડને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચેતક SCREEN એવોર્ડઝ 2026 દ્વારા આજે પોતાના બ્રાન્ડ પાર્ટનર્સની જાહેરાત કરવામાં આવી છે. આ દરેક બ્રાન્ડ પાર્ટનર લેગસી, વિશ્વાસ અને સાસ્કૃતિક જોડાણ માટે એક સરખું કમિટમેન્ટ ધરાવે છે.

આ SCREEN એવોર્ડ્ઝ દાયકાઓથી ભારતીય ફિલ્મ જગતમાં પોતાનું વિશિષ્ઠ અને પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે, જે તેણે પોતાની એડિટોરિયલ ઈન્ટિગ્રીટી, આકરા વિવેચન અને સિનેમેટિક એક્સલન્સથી બનાવ્યું છે. The Indian Express Groupના મજબૂત એડિટોરિયલ વારસાની સાથે સ્વતંત્ર અને બિનલાભકારી સંસ્થા SCREEN એકેડમીના માર્ગદર્શનમાં યોજાતો આ એવોર્ડ મનોરંજનની સતત બદલાતી દુનિયામાં વિશ્વસનીયતાનો માપદંડ બની ચૂક્યો છે.  

આ વર્ષે SCREEN એવોર્ડ્સે એવા બ્રાન્ડ પાર્ટનર્સની જાહેરાત કરી છે જેઓ પેઢીઓથી વિશ્વાસ અને સાંસ્કૃતિક જોડાણ માટે જાણીતા છે.

સૌથી પહેલા પાર્ટનર છે બજાજ ઓટો સ્કૂટર બ્રાન્ડ ચેતક, જે પેઢીઓથી વિશ્વાસનો પર્યાય છે, જે હવે અગ્રણી ઈ વ્હિકલ તરીકે માર્કેટમાં લોકપ્રિય થયું છે. બરાબર સિનેમાની જેમ જ ચેતકની સફર પણ કોઈ પણ પ્રકારની સમજૂતી કર્યા વિના આગળ વધવાની રહી છે. ચેતક ભવિષ્યને અપનાવે છે, પરંતુ તે મૂલ્યો સાથે પણ જોડાયેલું રહે છે, જેને કારણે લોકો તેમના પર વિશ્વાસ કરે છે.

બજાજ ઓટો લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાકેશ શર્માએ કહ્યું,”SCREEN એવોર્ડ્ઝ સાથે જોડાવું એ અમારા માટે ગર્વની વાત છે. જેમ જેમ ચેતક એક યુવા અને આધુનિક બ્રાન્ડ તરીકે વિક્સી રહ્યું છે, ત્યારે અમારા માટે એવા પ્લેટફોર્મ સાથે જોડાવું જરૂરી છે, જેનું સાંસ્કૃતિક મહત્વ વિશેષ હોય અને જે યુવા દર્શકો સાથે પણ અસરકારક રીતે જોડાઈ શકે.”

બ્રાન્ડ પાર્ટનર્સની આ સિરીઝમાં Campa પણ સામેલ થઈ છે, એક એવી બ્રાન્ડ જે નવી એનર્જી અને આશા સાથે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાની જૂની ઓળખ અને આજના સમયમાં સુસંગત હોવાની સાથે સાથે કેમ્પા સિનેમા પ્રેમીઓની એક નવી પેઢીના ઉત્સાહને પણ દર્શાવે છે. ખાસ કરીને એવા દર્શકો જે પોતાની લાગતી વાર્તાઓની ઉજવણી કરે છે.

આ એવોર્ડની સાંજને Diageo પણ વિશેષ બનાવે છે, જેની હાજરી જ દર્શાવે છે કે આ એક જવાબદારીપૂર્વકની ઉજવણી છે, જેમાં સફળતા અને કલાનું સન્માન પ્રામાણિક્તાથી કરવામાં આવે છે.

Diageo Indiaના વાઈસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ અને કેટેગરી હેડ, આનંદિતા દત્તાએ કહ્યું,”House of McDowell’s સોડા હંમેશા દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલું રહ્યું છે, પછી તે મ્યુઝિક હોય કોમેડી હોય કે સ્પોર્ટ્સ. બોલીવૂડ પણ ભારતીય સંસ્કૃતિની એક મજબૂત રજૂઆત છે, એટલે જ Screen એવોર્ડ્ઝ સાથે અમારી ભાગીદારી પરફેક્ટ છે. અમારી બ્રાન્ડના મૂળમાં મિત્રતાની ભાવના છે. હિન્દી સિનેમામાં વર્ષોથી મિત્રતાની એવી વાર્તાઓ દર્શાવવામાં આવી છે, જેમાં સાથે વીતાવેલી પળો હોય, ક્યારેય ભૂલી ન શકાય તેવા અનુભવો હોય. આ ભાગીદારી દ્વારા અમે મિત્રતાની આ લાગણીને હજી ઉપર લઈ જવા ઈચ્છીએ છીએ.”

Senco – એક એવી બ્રાન્ડ જે વારસા, કળા અને ટાઈમલેસ કારીગરીનું પ્રતીક છે. આ એવા મૂલ્યો છે, જે સિનેમાના કાયમી આકર્ષણ અને તેને ઓપ આપતા સ્ટાર્સ સાથે બરાબર બંધ બેસે છે.0

સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના MD-CEO સુવંકર સેને કહ્યું,”સિનેમા અને જ્વેલરી બંને કલાની એક એવી ચમકથી ચમકે છે, જે કાયમી હોય છે. સેન્કોમાં અમારી વિશ્વસનીય શુદ્ધતા અને બારીકાઈથી થયેલી કારીગરીને વારસો, એ સ્ટાર્સની ચમકને દર્શાવે છે, જે એવોર્ડના સ્ટેજ પર આવે છે. ચેતક SCREEN એવોર્ડ્ઝ પ્રામાણિક્તા અને સારું કામ કરતી પ્રતિભાને સન્માનિત કરે છે. આ એવા માપદંડો છે, જે અમે બનાવેલા દરેક પીસને આકાર આપે છે. પ્રામાણિક્તા સાથે ચમકતા કરતા મંચ સાથે જોડાવાનો અમને ગર્વ છે.”

સેંકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ડિરેક્ટર અને માર્કેટિંગ તેમજ ડિઝાઈન હેડ, જોઈતા સેને કહ્યું,” SCREEN એવોર્ડ્ઝ એવા કલાકારોનું સન્માન કરે છે, જેમની હાજરી માત્ર વાતાવરણમાં ચમક લાવી દે છે. સેન્કોમાં અમારી ડિઝાઈન ખૂબ જ સુદર નાજુકાઈથી ભરેલી હોય છે, એવા ઘરેણા જે ખાસ ઉદ્દેશ્યથી, બારીકાઈથી બનેલી, શાંત અને સતત ટકી રહે એવી સુંદરતા સાથે બનેલી હોય છે. અમે એવા ઘરેણા બનાવીએ છીએ, જે પ્રકાશને જુદી જ રીતે રિફ્લેક્ટ કરે છે, જેવી રીતે એવોર્ડમાં કલાકારોનું સન્માન કરવામાં આવે છે. આ ભાગીદારી બે દુનિયાની સુંદરતાને સાથે લાવે છે, જે લાગણીઓ, સુંદરતા અને કારીગરીને વ્યાખ્યાયિત કરે છે.”

આ એવોર્ડ સાથે અદાણી એરપોર્ટ પણ જોડાયું છે, જે અમદાવાદ, લખનઉ, મેંગ્લુરુ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને નવી મુંબઈ જેવા એરપોર્ટની સાથે દેશભરમાં પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે. અદાણી એરપોર્ટ હાઈ ઈમ્પેક્ટ ડિજિટલ OOH તરીકે આ એવોર્ડ સાથે જોડાયું છે, સાથે જ મુંબઈના મુખ્ય આઉટડોર સ્થળો માટે બ્રાઈટ મીડિયા સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે.

ચેતક SCREEN Awards 2026 સાથે ધ એવોર્ડ ગેલેરી પણ ટ્રોફી પાર્ટનર તરીકે જોડાયું છે. આ એવોર્ડ દરમિયાન અપાતી ટ્રોફીનું નિર્માણ અને ડિઝાઈન ધ એવોર્ડ ગેલેરીની કળાત્મક્તા દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે યુટ્યુબના કંટ્રી મેનેજિંગ ડિરેક્ટર, ગુંજન સોનીએ કહ્યું,”ભારતનો સૌથી જાણીતો સાંસ્કૃતિક વારસો આજના ડિજિટલ ફર્સ્ટ દુનિયામાં સતત વિકસતો રહે, તે જોવા માટે અમે કટિબદ્ધ છીએ. જેમ જેમ Chetak SCREEN Awards 2026 મલ્ટી પ્લેટફોર્મ અપ્રોચ અપનાવી રહ્યું છે, તેમ યુટ્યુબ પણ તેને નવી પેઢીના ફેન્સ અને દુનિયાભરના દર્શકો સુધી પહોંચવામાં મદદ કરે છે. દર્શકો પોતે જ્યાં હાજર છે, ત્યાં પહોંચીને અમે સિનેમાની સૌથી પ્રતિષ્ઠિત પરંપરાને પુનઃજીવીત કરવામાં મદદ કરી રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ, કે તેની અસર આજે પણ મજબૂત હોય.”

સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના ચીફ કન્ટેન્ટ ઓફિસર નચિકેત પંતવૈદ્યએ કહ્યું,”સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયામાં અમે LIVE એવોર્ડઝ પાછા લાવીને ખુશ છીએ. ચેતક SCREEN એવોર્ડ્ઝને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન તેમજ સોની લીવ પર LIVE દર્શાવવા પાછળનો અમારો હેતુ દર્શકો સુધી રિયલ ટાઈમ સેલિબ્રેશન પહોંચાડવાનો છે, જેથી તે સિનેમાની બેસ્ટ મોમેન્ટ ઘરે બેઠા એન્જોય કરી શકે. સ્ટાર સ્ટડેડ આ શોની માત્ર એવોર્ડ સેરેમની નથી, પરંતુ હાઈ ઈમ્પેક્ટ એન્ટરટેઈનમેન્ટ પ્રોપર્ટી દરીકે ડિઝાઈન કરાયા છે, જે દર્શકોને સતત જકડી રાખશે. અમને ચેતક SCREEN એવોર્ડ સાથે જોડાવાનો ગર્વ છે, કારણ કે તે પ્રામાણિક્તા અને વિશ્વસનીયતાના પ્રતીક છે, જે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના બ્રાન્ડ વિઝન સાથે બરાબર જાય છે.”

ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ કહ્યું,“ હવે જ્યારે લોકો કન્ટેન્ટ ડિજિટલ ફર્સ્ટ જોઈ રહ્યા છે, ત્યારે ચેતક SCREEN એવોર્ડ્સ 2026 એ સ્કેલ દર્શાવે છે, જેમાં અમે આજે અમારા પ્રેક્ષકોને જોડવા માંગીએ છીએ. પ્રેક્ષકો SCREEN પર અને તેમની પોતાની શરતો પર આવી ક્ષણોનો રિયલ ટાઈમ અનુભવવાની અપેક્ષા રાખે છે. મજબૂત મલ્ટી-પ્લેટફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી અને વિશ્વસનીય ભાગીદારો સાથે, અમે ધ્યાન આપી રહ્યા છીએ કે સિનેમાની આ ઉજવણી ખરા અર્થમાં લાખો લોકો સુધી પહોંચે. ચેતક SCREEN એવોર્ડ્ઝને બિન-લાભકારી SCREEN એકેડેમીના સભ્યો દ્વારા અનુસરવામાં આવતી કઠોર પ્રક્રિયા સાથે વિશ્વસનીયતા પરનો તેનો પાયો જુદા પાડે છે. જેમ જેમ અમે આ એવોર્ડ્સને પ્લેટફોર્મ પર લાઇવ લઈએ છીએ, તેમ તેમ અમારું ધ્યાન યથાવત રહે છે – દર્શકો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સાથે જે કઠોરતા અને પ્રામાણિકતાની અપેક્ષા સાથે જોડાય છે તે જ કઠોરતા અને પ્રામાણિકતા સાથે સિનેમેટિક શ્રેષ્ઠતાને ઓળખવા માટે કામે લગાવી છે.”

ડિજિટલ-ફર્સ્ટ, મલ્ટી-પ્લેટફોર્મ વ્યૂહરચના સાથે, ચેતક SCREEN એવોર્ડ્સ 2026 પ્રેક્ષકોની બદલાતી આદતો દર્શાવે છે, જ્યાં ઈન્ફોર્મેશનનો ઉપયોગ ટેક્નોલોજી તેમજ પ્લેટફોર્મ પર એકીકૃત રીતે થાય છે – જે અનુભવને વધુ સુલભ, ઇમર્સિવ અને ખરેખર વૈશ્વિક સ્તરે બનાવે છે.

ચેતક SCREEN એવોર્ડ્સ 05 એપ્રિલના રોજ રાત્રે 08:00 વાગ્યે YouTube, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર લાઇવ જોઈ શકાશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)