મુંબઈ, 22 મે, 2026: નિવૃત્તિ યોજના તમે કામગીરી કરવાનું બંધ કરો એ પછી પણ તમારાં નાણાં વધતા રહે એની ખાતરી આપે છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા AIA ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ પેન્શન ફંડ પ્રસ્તુત કર્યું છે, જે ઉપભોક્તાઓને ભારતમાં ડિવિડન્ડની ચુકવણી કરતી અગ્રણી કંપનીઓ મારફતે લાંબા ગાળે નિવૃત્તિમાં સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ફંડમાં માર્કેટ સાથે લિન્ક રોકાણની વૃદ્ધિની સંભવિતતાનો જીવન વીમાકવચની ખાતરી સાથે સમન્વય થયો છે, જે નાણાકીય રીતે મજબૂત અને સાતત્યપૂર્ણ વ્યવસાય મારફતે નિવૃત્તિની યોજનામાં શિસ્તબદ્ધ અભિગમ ઑફર કરે છે.

ફંડ ભારતની સૌથી વધુ સાતત્યપૂર્ણ રીતે ડિવિડન્ડની ચુકવણી કરતી 50 કંપનીઓમાં રોકાણ કરે છે, જે બજારનાં વિવિધ ચક્રોમાં શેરધારકોને લાભદાયક વળતર આપે છે. આ ફંડ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ અભિગમને અનુસરે છે અને BSE 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જે ઇરડાના નીતિનિયમો સાથે સુસંગત છે. ફંડનો પોર્ટફોલિયો સંકેન્દ્રિત કે સટ્ટાબાજીની તકોને બદલે બજારમાં સ્થાપિત લીડર કંપનીઓની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

આ ટાટા AIA ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ પેન્શન ફંડ નિવૃત્તિ સાથે સંબંધિત પરંપરાગત રોકાણ વિકલ્પથી વિશેષ છે. જ્યારે આ ભારતીય વ્યવસાયોની મજબૂત વૃદ્ધિ કરવા ડિઝાઇન કરેલું છે, ત્યારે લાંબા ગાળાની ચક્રવૃદ્ધિ આવકની ક્ષમતાનો ઉપયોગ કરે છે.

ફંડની ચાવીરૂપ વિગતો

• બેન્ચમાર્ક: BSE 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સ
• ઇક્વિટીની ફાળવણી: 70%–100%, ભારતની વિકાસગાથામાં અર્થસભર ભાગીદારી પ્રદાન કરે છે
• કેશ અને મની માર્કેટ માધ્યમો: 0%–30%, જેથી પોર્ટફોલિયોમાં લવચિકતા જાળવવામાં મદદ મળે છે

ન્યૂ ફંડ ઑફર 20 મે, 2026થી 27 મે, 2026 સુધી ખુલ્લી છે. આ ગાળામાં પોલિસીઓની કિંમત ₹10ની NAV પર રહેશે.

તમને શું મળશે

• સતત ડિવિડન્ડની ચુકવણીની કામગીરી સાથે નાણાકીય રીતે સદ્ધર કંપનીઓમાં રોકાણની સુવિધા

• તમામ ક્ષેત્રોમાં રોકાણ કરવાની વિવિધતાસભર તકો
• નિયમ-આધારિત રોકાણનો અભિગમ, જે લાગણીને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયા ઘટાડવા ડિઝાઇન કરેલો છે

• લાંબા ગાળાની ચક્રવૃદ્ધિ વૃદ્ધિને ટેકો આપવા પુનઃરોકાણનો ફાયદો

• જીવન વીમાકવચ સાથે બજાર સાથે લિંક વૃદ્ધિ

• લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા નિવૃત્તિ-કેન્દ્રીત સમાધાન

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)