સ્ટાર હેલ્થે ‘વેલ્યૂ પ્લસ’ નામનો સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો

ચેન્નઇ, 22 મે, 2026: સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ‘વેલ્યૂ પ્લસ’ નામનો આ પ્લાન ટિયર 2, 3 અને 4 શહેરોમાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ રૂ. 7.5 લાખથી રૂ. 25 લાખ સુધીના હાઈ સમ ઇન્શ્યોર્ડ કવર લગભગ 20 ટકા ઓછા પ્રીમિયમ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં પસંદગીની હોસ્પિટલ્સના નેટવર્કનો પણ સમાવેશ થાય છે.
કંપનીનો હેતુ વ્યક્તિઓ અને પરિવારોને સેવા આપવાનો છે, જેમાં 18 વર્ષ અને તેથી વધુ વયના વયસ્કો તેમજ 91 દિવસથી 25 વર્ષ સુધીના નિર્ભર બાળકોને વધુ સુરક્ષા અને પ્રીમિયમ કાર્યક્ષમતા વચ્ચેનું સંતુલન ધરાવતું કવર આપવામાં આવશે. આ માળખું આવશ્યક આરોગ્ય સુરક્ષામાં કોઈ સમાધાન કર્યા વગર પ્રીમિયમ કાર્યક્ષમતા પ્રદાન કરે છે, જેના પરિણામે પ્રીમિયમમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો શક્ય બને છે. સાથે જ હોસ્પિટલાઇઝેશન, રિકવરી, ક્લેમ-ફ્રી કન્ટિન્યુઇટી અને વેલનેસ સપોર્ટ જેવા મુખ્ય લાભો યથાવત્ રહે છે.
આ લોન્ચ અંગે સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આનંદ રોયે જણાવ્યું હતું કે, “ગત 20 વર્ષોમાં સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સે લાખો ભારતીયો માટે હેલ્થ ઇન્શ્યોરન્સને વધુ વિશ્વસનીય, સરળતાથી ઉપલબ્ધ અને પરવડે તેવું બનાવવા માટે સતત કાર્ય કર્યું છે. ‘વેલ્યૂ પ્લસ’ સાથે અમે આ વારસાને આગળ વધારી રહ્યા છીએ અને ટિયર 2, 3 અને 4 ભારતના વધુ લોકો અને પરિવારો સુધી ગુણવત્તાસભર હેલ્થ ઇન્શ્યોરન્સ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ પ્લાન 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
- સમ ઇન્શ્યોર્ડ વિકલ્પો: ગ્રાહકો રૂ. 7.5 લાખથી રૂ. 25 લાખ સુધીનું કવર પસંદ કરી શકે છે
- પ્રીમિયમ રિટર્ન: સતત 5 વર્ષ સુધી કોઈ ક્લેમ ન થાય તો પ્રથમ વર્ષનું સંપૂર્ણ બેઝ પ્રીમિયમ પરત આપવામાં આવશે
- ક્યુમ્યુલેટિવ બોનસ: દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે સમ ઇન્શ્યોર્ડમાં 50%નો વધારો, જે મહત્તમ 100% સુધી એકત્રિત થઈ શકે છે
- લાંબા ગાળાની પોલિસી લાભો
- લાંબા ગાળાની પોલિસી પસંદ કરનાર ગ્રાહકો ‘સમ ઇન્શ્યોર્ડ મલ્ટીપ્લાયર’નો ઉપયોગ કરીને પોલિસીના સમગ્ર સમયગાળામાં વાર્ષિક સમ ઇન્શ્યોર્ડને સંયુક્ત રીતે ઉપયોગમાં લઈ શકશે
- બીજા વર્ષની પ્રીમિયમ પર 10% અને ત્રીજા વર્ષની પ્રીમિયમ પર 12.3% લાંબા ગાળાની છૂટનો લાભ મેળવો.
- હેલ્થ બૂસ્ટર: સતત 7 ક્લેમ-ફ્રી વર્ષ પૂર્ણ થતાં બેઝ સમ ઇન્શ્યોર્ડમાં 100 ટકાનો વધારો
- હોસ્પિટલાઇઝેશન અને રિકવરી સહાય: ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન, ડે કેર સારવાર, આયુષ સારવાર, હોમ કેર, ઓર્ગન ડોનર કવર, પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, એમ્બ્યુલન્સ, નર્સિંગ તથા ટકાઉ મેડિકલ સાધનોનો સમાવેશ
- વેલનેસ આધારિત લાભો: અનલિમિટેડ ટેલી-કન્સલ્ટેશન, રિન્યુઅલ પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, ડેન્ટલ ચેક-અપ, સેકન્ડ ઓપિનિયન અને ડિજિટલ વેલ્યૂ-એડેડ સેવાઓ
કસ્ટમાઇઝેશન વિકલ્પો: ડિડક્ટિબલ્સ, કો-પે, ઇન-ક્લિનિક કન્સલ્ટેશન, સ્ટે ફિટ (જિમ એક્સેસ), મમતા (મહિલા વેલનેસ) અને પરમ સેવા (વરિષ્ઠ નાગરિક વેલનેસ)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
