RELIANCE RETAILની Q1 આવક 7.4% વધી ₹ 90408 કરોડ

અમદાવાદ, 17 જુલાઇઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ જૂન-26ના અંતે પુરાં થયેલા પ્રથમ ક્વાર્ટર માટે આવકો 7.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 90408 કરોડની નોંધાવી છે. કંપનીની ત્રિમાસિક આવકમાં વાર્ષિક ધોરણે 11.6% નો વધારો (કન્ઝ્યુમર બ્રાન્ડ્સ બિઝનેસના ડિમર્જર/વિભાજનને સમાયોજિત કર્યા પછી) નોંધાયો છે. ત્રિમાસિક EBITDA ₹ 6,309 કરોડ, વાર્ષિક ધોરણે 1.1%નો ઘટાડો; ઇબિટડા માર્જિન 7.9% પર નોંધાવા સાથે 39.6 કરોડથી વધુ (396 મિલિયન+) નોંધાયેલા ગ્રાહકો, વાર્ષિક ધોરણે 10.6%નો વધારો નોંધાવ્યો છે. જ્યારે 56.8 કરોડ (568 મિલિયન) ટ્રાન્ઝેક્શન (વ્યવહારો), વાર્ષિક ધોરણે 46.0%નો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સે Q1માં મજબૂત પ્રદર્શન નોંધાવ્યું: ઇશા અંબાણી

રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રીટેલે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1 FY27) મુખ્ય વપરાશ શ્રેણીઓમાં (consumption baskets) વૃદ્ધિ સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. ડિજિટલ કોમર્સમાં અમારું સતત રોકાણ અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સની પરિવર્તનકારી શક્તિને રેખાંકિત કરે છે. અમારો સતત વિસ્તરતો ગ્રાહક આધાર, સૌથી મોટું સ્ટોર નેટવર્ક અને વધતી જતી ઓમ્ની-ચેનલ  ક્ષમતાઓ અમને દરેક ભારતીયની દરેક જરૂરિયાત અને દરેક સ્વપ્નને દરરોજ પૂર્ણ કરવાનું ચાલુ રાખવા માટે એક મજબૂત સ્થિતિ પ્રદાન કરે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)