- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ

અમદાવાદ, 28 જુલાઇઃ બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના અંગત દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા હોવાના મામલે ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રો અને સાયબર સિક્યોરિટી રિસર્ચરની માહિતી અનુસાર લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેંકના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ શામેલ છે. જોકે, ડેટા લીકના આ મામલે હાલમાં બેંક ઓફ બરોડા, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ભારતની સાયબર સુરક્ષા નિયમનકારી એજન્સી CERT-In તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જાણકાર સૂત્રોએ જણાવ્યું કે બેંક ઓફ બરોડાએ આ ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ઓડિટ શરૂ કરી દીધું છે.
જોકે, આ લીકથી કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે, તેની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી. બેંક ઓફ બરોડાએ આ ડેટા બ્રીચના સંબંધમાં હજુ સુધી સ્ટોક એક્સચેન્જોને કોઈ સત્તાવાર સૂચના આપી નથી. આ પહેલા જૂન મહિનામાં એપલના સપ્લાયર ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ’ પર થયેલા સાયબર હુમલાને કારણે એપલ અને ઇલોન મસ્કની કંપની ટેસ્લા સાથે સંબંધિત કમ્પોનન્ટ ડિઝાઇન અને અન્ય દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા હતા. આ ઉપરાંત, ‘વર્લ્ડ લીક્સ’ નામના રેન્સમવેર ગ્રુપે ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાથે સંબંધિત ફાઇલો પણ ડાર્ક વેબ પર પોસ્ટ કરી દીધી હતી.
બેંકના ગ્રાહકોએ ધ્યાનમાં રાખવા જેવાં મુદ્દાઓ
પાસવર્ડ અને PIN બદલો: ગ્રાહકોએ તેમના નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ એપના પાસવર્ડ અને ATM PIN તરત બદલી નાખવા જોઇએ. એટલુંજ નહિં તે સતત ચેન્જ કરતાં રહેવું જોઇએ.
અજાણ્યા કોલથી બચો: કોઈપણ અજાણ્યા કોલ, મેસેજ કે ઈમેલ પર બેંક ખાતાની માહિતી, OTP કે CVV માગે તો શેર ન કરો. બેંક ક્યારેય ફોન પર ખાનગી માહિતી માંગતી નથી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
