NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે

IPO ખૂલશે17 સપ્ટેમ્બર
IPO બંધ થશે21 સપ્ટેમ્બર
એન્કર બુક બિડિંગ16 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ. 1700- 1785
લોટ સાઇઝ8 શેર્સ અને ગુણાંકમાં
IPO સાઇઝ12,64,36,650 શેર્સ
IPO સાઇઝ₹22,562 કરોડ
લિસ્ટિંગBSE

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE ) તેના IPO બાદ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવશે. IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 1,700-1,785 છે, જેનું કુલ મૂલ્ય રૂ. 22,562 કરોડ સુધીનું છે. આ કિંમતના આધારે, IPO પછીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે રૂ. 4.21 લાખ કરોડથી રૂ. 4.42 લાખ કરોડની વચ્ચે રહેશે.

અપર પ્રાઇસ બેન્ડ મુજબ, NSEનું અંદાજિત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4.42 લાખ કરોડ થશે, જે તેને 12મું સ્થાન અપાવી શકે છે. (લાર્જ-કેપ કંપનીઓના વર્તમાન માર્કેટ-કેપના આધારે). જે રૂ. 4,44,736 કરોડનું માર્કેટકેપ ધરાવતી ટાઇટનની નીચે હોઇ શકે છે અને રૂ. 4.41 લાખ કરોડનું મૂલ્ય ધરાવતી સન ફાર્મા ઉપર સ્થાન અપાવી શકે છે.

લોઅર પ્રાઇસ બેન્ડ મુજબ ગણતરી કરીએ, તો NSEનું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે રૂ. 4,20,750 કરોડ હશે; આ સ્થિતિમાં તે ઇન્ફોસીસ (જેનું બજાર મૂલ્ય રૂ. 4,21,123 કરોડ છે) કરતાં નીચે, પરંતુ કોટક મહિન્દ્રા બેંક (જેનું મૂલ્ય રૂ. 4,16,807 કરોડ છે) કરતાં ઉપર રહેશે. NSE તેના IPO પ્રાઇસ બેન્ડના નીચલા સ્તરે પણ કોટક મહિન્દ્રા બેંક, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંક જેવી બ્લુ-ચિપ કંપનીઓ કરતાં કદમાં મોટી હશે. વધુમાં, રૂ. 1,785ની અપર પ્રાઇસ બેન્ડ પર, એનએસઇનું મૂલ્યાંકન નાણાકીય વર્ષ 2026ની કમાણીના 42.9 ગણું થાય છે. આ આંકડો તેના લિસ્ટેડ હરીફ અને એશિયાના સૌથી જૂના એક્સચેન્જ BSEના વર્તમાન 49.3 ગણા મૂલ્યાંકન કરતાં ઓછો છે.

India’s largest listed companies

NO.CompanyMarketcap (Rs crore)
1Reliance Industries1,701,716
2Bharti Airtel1,142,698
3HDFC Bank1,091,709
4ICICI Bank990,020
5SBI919,093
6TCS796,269
7Bajaj Finance644,075
8Larsen & Toubro540,812
9Life Insurance511,186
10Hindustan Unilever452,766
11Titan Company444,736
(11)NSE (At upper price band)441,788
12Sun Pharma441,478
13Infosys421,123
(13)NSE (At lower price band)420,750
14Kotak Bank416,807
15Adani Enterprises414,150

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)