માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં

બેન્ક NIFTY માટે મુખ્ય સપોર્ટ લેવલ 55,700-55,800 છે, જ્યારે રેઝિસ્ટન્સ 57,300-57,400 અને 58,000-58,200 છે. જો સાપ્તાહિક ધોરણે તે ફરીથી 57,350ની ઉપર બંધ થાય તો તે સંકેત આપશે કે શુક્રવારનો ઉછાળો ટકી રહે તેવો છે, જ્યારે 55,700ની નીચે જવાથી 54,500-53,800 તરફનો રસ્તો ખુલી શકે છે.

STOCKS TO WATCHAdani Ports, Aditya Birla Sun Life AMC, Solara Active Pharma, Yes Bank, Indus Towers, Horizon Ind.Parks, Lalithaa Jewellery, HDFC Bank, Solar Industries, KEC Inter, Indiabulls, Strides Pharma, Dr Reddys, Aurobindo Pharma, Sun Pharma

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ એક તરફ જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે પણ આશરે રૂ. 25000 કરોડ ખેંચાઇ જશે. તેના કારણે સેકન્ડરી માર્કેટની હાલત પાતળી થઇ રહી છે. આ સંજોગોમાં મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ‘ઓવરસોલ્ડ’ની સ્થિતિ તરફ નિર્દેશ કરી રહ્યા છે, જેનાથી વર્તમાન લેવલ્સથી લાંબા ગાળાના ઘટાડાની શક્યતા ઘટી રહી છે. બજારની એકંદર સ્થિતિ દર્શાવતા ‘બ્રેડ્થ ઈન્ડિકેટર્સ’ હાલની નબળાઈની ગંભીરતા સ્પષ્ટ કરે છે. NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ચપેટમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં, જ્યારે લેવલ્સ મહત્વપૂર્ણ ‘સપોર્ટ લેવલ’ની નજીક પહોંચી રહ્યા છે અને બજારના વ્યાપમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી રહી છે, ત્યારે આગામી સત્રોમાં ટૂંકા ગાળાના ઉછાળાની અપેક્ષા રાખીએ છીએ તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો જણાવે છે.

હાલના તબક્કે, મુખ્ય ટ્રેન્ડમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવવાની શક્યતા હજુ પણ ઘણી દૂરની વાત જણાય છે. લેવલ્સની દ્રષ્ટિએ જોઈએ તો,  NIFTY માટે 23,450-23,500ની રેન્જ તાત્કાલિક હર્ડલ તરીકે કામ કરે તેવી શક્યતા છે, અને ત્યારબાદ 23,600-23,650ના લેવલે વધુ મજબૂત રેઝિસ્ટન્સ ઝોન જણાય છે, જે અગાઉ સપોર્ટ તરીકે કામ કરતું હતું. નીચેની તરફ, વર્તમાન સાપ્તાહિક લોઅર લેવલ દ્વારા દર્શાવવામાં આવેલ 23,200નું લેવલ cushion પૂરો પાડે તેવી શક્યતા છે, ત્યારબાદ 23,100-23,000ના ઝોનમાં વધુ મજબૂત સપોર્ટ જોવા મળી શકે તેવી શક્યતા હોવાનું નિષ્ણાતો માને છે.

બેંક NIFTY શુક્રવારે 763 પોઈન્ટ અથવા 1.33 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. ઇન્ડેક્સ 57,343ની નજીક ખુલ્યો, ટૂંકા ગાળા માટે 57,426 સુધી પહોંચ્યો અને ત્યારબાદ ભારે વેચવાલીને કારણે 55,699ના નીચલા લેવલ સુધી ગગડ્યો હતો; જોકે, શુક્રવારે આવેલા જોરદાર સુધારાને કારણે તે ફરી ઉપર આવીને 56,606 પર બંધ થયો. મુખ્ય સપોર્ટ લેવલ 55,700-55,800 છે, જ્યારે રેઝિસ્ટન્સ 57,300-57,400 અને 58,000-58,200 છે. જો સાપ્તાહિક ધોરણે તે ફરીથી 57,350ની ઉપર બંધ થાય તો તે સંકેત આપશે કે શુક્રવારનો ઉછાળો ટકી રહે તેવો છે, જ્યારે 55,700ની નીચે જવાથી 54,500-53,800 તરફનો રસ્તો ખુલી શકે છે.

Results TodaySunshine Pictures
Mainboard ListingPranav Constructions
SME ListingApana Logistics
Stocks Trade Ex-DividendKarnataka Bank, Manaksia Aluminium, Aarti Pharmalabs, Agi Greenpac, AksharChem, Arrow Greentech, Belrise Industries, Blue Dart Express, Carysil, Dilip Buildcon, Filatex India, Frontier Springs, Hexagon Nutrition, The Hi-Tech Gears, HP Adhesives, India Tourism Development Corporation, ITL Industries, IL&FS Investment, The Indian Wood Products, J. Kumar Infraprojects, Kanchi Karpooram, KNR Constructions, NDL Ventures, Nikhil Adhesives, Pondy Oxides & Chemicals, Samkrg Pistons & Rings, Simmonds Marshall, Solex Energy, Superhouse, Super Tannery, Suraksha Diagnostic, Systematix Corporate Services, Tilaknagar Industries, Time Technoplast, TPL Plastech, Websol Energy System
Stock Trades Ex-Date for RightsCentury Extrusions
Stocks in F&O BanBandhan Bank, Inox Wind, Kaynes Technology, Manappuram Finance, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)