વરમોરા ગ્રેનિટોનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.70-74

IPO ખૂલશે22 સપ્ટેમ્બર
IPO બંધ થશે24 સપ્ટેમ્બર
એન્કર બુક બિડ21 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ. 140-148
લોટ સાઇઝ101 શેર્સ અને ગુણાંકમાં
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
IPO સાઇઝ4,78,39,255 શેર્સ
IPO સાઇઝ₹708 કરોડ

અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2026: વરમોરા ગ્રેનિટો તેના ઇક્વિટી શેર્સના IPOના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે. બિડ/ઓફર ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026 રહેશે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 140થી રૂ. 148નો નક્કી કરવામાં આવ્યો છે.

આ ઓફરમાં રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેની કુલ કિંમત વધુમાં વધુ રૂ. 3,200 મિલિયન છે. આ ઉપરાંત, કેત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,62,17,634 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર પણ સામેલ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

વરમોરા ગ્રેનિટો લિમિટેડ સિરામિક અને વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેમાં ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ (GVT), પોલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ (PVT) અને સિરામિક ટાઇલ્સનો સમાવેશ થાય છે. કંપની પ્રીમિયમ અને ટેક્નોલોજી-આધારિત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે; નાણાકીય વર્ષ 2026માં તેની ટાઇલ-સંબંધિત આવકમાં GVT અને ટેકનિકલ ટાઇલ્સનો હિસ્સો આશરે 84% હતો.

કંપની ગુજરાતના મોરબી ક્લસ્ટરમાં આઠ ઉત્પાદન એકમોનું સંચાલન કરે છે અને નાણાકીય વર્ષ 2026માં તેની કુલ આવકનો 81.72% હિસ્સો કંપની દ્વારા સ્વયં ઉત્પાદિત (ઇન-હાઉસ) ઉત્પાદનોમાંથી મેળવવામાં આવ્યો હતો. તેણે નવીન અને પ્રીમિયમ ટાઇલ ઉત્પાદનો પરના તેના ધ્યાનને વેગ આપવા માટે ઇટાલી સ્થિત SACMI સાથેની ટેક્નોલોજી ભાગીદારી દ્વારા ‘ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેક્નોલોજી’ (IST) પણ અપનાવી છે.

વરમોરા પાસે ભારત અને વિદેશમાં 305 એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ અને 2,758 મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સનું વિશાળ વિતરણ નેટવર્ક છે, તેમજ તે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, ડેવલપર્સ અને સરકારી સંસ્થાઓને B2B વેચાણ પણ કરે છે.

કંપની ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અને પવન તથા સૌર ઊર્જા દ્વારા 16.22 મેગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ધરાવે છે. માર્ચ 2026 સુધીમાં, કંપની પાસે 1,153 કાયમી કર્મચારીઓ હતા.

મુખ્ય શક્તિઓ

વિવિધ પ્રકારના પ્રીમિયમ ઉત્પાદનોની શ્રેણી (પોર્ટફોલિયો)ટેક્નોલોજી-આધારિત સમગ્ર ભારતમાં વિતરણ નેટવર્કઇન-હાઉસ ઉત્પાદન ક્ષમતાઓ અને ટકાઉપણું પર વિશેષ ધ્યાન

કંપનીના નાણાકીય પરીણામો એક નજરે

31 માર્ચ, 2025 અને 31 માર્ચ, 2026 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષો દરમિયાન, આવકમાં 5% કર પછીના નફા (PAT) માં 79%નો વધારો

સમયગાળો31 Mar 202631 Mar 202531 Mar 2024
એસેટ્સ1,509.871,589.801,476.16
કુલ આવકો1,562.531,492.681,472.58
કરવેરા બાદ નફો55.0930.7744.94
EBITDA221.56198.29150.33
નેટવર્થ796.88722.90678.59
અનામતો765.70691.72630.20
કુલ દેવાં357.95505.16412.89
(આંકડા રૂ. કરોડમાં)

LISTING: ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર કરવાનો પ્રસ્તાવ છે. આ ઓફર માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.

લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)