Sollfege Smart Electronicsનો રૂ. 21.78 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે
| IPO થકી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ દ્વારા રિટેલ નેટવર્કનાં વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે | Sollfege Smart Electronics IPO દ્વારા રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર રૂ. 21.78 કરોડ એકત્ર કરી રહી છે |
| IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ શરૂ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે | IPO 30 સપ્ટેમ્બરથી ખુલશે અને 5 ઓક્ટોબર, 2026નાં રોજ બંધ થશે, જ્યારે ઇક્વિટી શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે |
| ઇશ્યૂ ઓપન | સપ્ટેમ્બર 30, 2026 |
| ઇશ્યૂ ક્લોઝ | ઓક્ટોબર 5, 2026 |
| ઇશ્યૂ પ્રાઇસ | પ્રતિ ઇક્વિટી શેર Rs. 55 |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 21.78 કરોડ |
| ઇશ્યૂ સાઇઝ (શેર) | 39,60,000 ઇક્વિટી શેર |
| ફેસ વેલ્યુ | પ્રતિ ઇક્વિટી શેર Rs. 10 |

કોલકાતા, 29 સપ્ટેમ્બર, 2026: કોલકાતા સ્થિત સ્માર્ટ ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાય સાથે સંકળાયેલી Sollfege Smart Electronics Limited (“કંપની”)એ, તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ માટે સબસ્ક્રિપ્શન બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026નાં રોજ ખુલશે અને સોમવાર, 5 ઓક્ટોબર, 2026નાં રોજ ક્લોઝ થશે. કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 39,60,000 ઇક્વિટી શેર રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર ઓફર કરી રહી છે, જે કુલ રૂ. 21.78 કરોડ થાય છે.
રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરનો ઇશ્યૂ પ્રાઇસ એપ્લિકેશન વખતે ચૂકવવાનો રહેશે. આ ઇશ્યૂ માટેનો માર્કેટ લોટ 2,000 ઇક્વિટી શેરનો છે અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 2.20 લાખ થશે. HNI રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ લોટ માટે અરજી કરવી પડશે, જેની રકમ રૂ. 3.30 લાખ થશે.
કંપની તેના રિટેલ નેટવર્કના વિસ્તરણને એક્સપાન્ડ કરવા માટે IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જેમાં 12 નવા શોરૂમ શરૂ કરવા માટે રૂ. 8.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તરણથી કંપનીની રિટેલ પ્રેઝન્સ મજબૂત થવાની અને ગ્રાહકો સુધી વધુ વ્યાપક પહોંચ બનાવવાની અપેક્ષા છે. આ સાથે, કંપનીના વધતા ઓપરેશન્સને સપોર્ટ કરવા માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે રૂ. 9.67 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. બાકીના રૂ. 1.80 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે કરવામાં આવશે, જે કંપનીને તેના એક્સપાન્શન પ્લાન્સ સાથે તેની વ્યાપક બિઝનેસ જરૂરિયાતોને સપોર્ટ કરવા માટે જરૂરી રિસોર્સ પૂરા પાડશે.

IPO અંગે વાત કરતાં Sollfege Smart Electronics Limitedનાં મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં, Sollfegeએ પસંદગીનાં પ્રોડક્ટ પોર્ટફોલિયો અને અમારા Experience Centre આધારિત અભિગમ દ્વારા પ્રીમિયમ ઓડિયો, વીડિયો અને સ્માર્ટ હોમ ઓટોમેશન સોલ્યુશન્સ ગ્રાહકો સુધી પહોંચાડીને પોતાની ઓળખાણ બનાવી છે.”
Sollfege Smart Electronics Limitedએ તેની નાણાકીય કામગીરીમાં સતત સુધારો દર્શાવ્યો છે, જેમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન પ્રોફિટેબિલિટી મજબૂત બની છે. કુલ આવક FY23માં રૂ. 12.74 કરોડથી વધીને FY24માં રૂ. 19.84 કરોડ અને ત્યારબાદ FY25માં રૂ. 21.28 કરોડ થઈ છે. EBITDA FY23માં રૂ. 0.66 કરોડથી વધીને FY24માં રૂ. 1.73 કરોડ અને FY25માં રૂ. 3.24 કરોડ થયું છે, જ્યારે સમાન સમયગાળા દરમિયાન પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 0.36 કરોડથી વધીને રૂ. 1.76 કરોડ અને ત્યારબાદ રૂ. 2.13 કરોડ થયું છે. કંપનીનું FY25નું પ્રદર્શન ઓપરેટિંગ પ્રોફિટેબિલિટીમાં મજબૂત સુધારો દર્શાવે છે, જેને ઊંચા EBITDA અને PATનો સપોર્ટ મળ્યો છે.
લિસ્ટિંગઃ ઇક્વિટી શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
લીડ મેનેજર્સઃ Finshore Management Services Ltd. આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે Kfin Technologies Ltd. ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
