અમદાવાદ, 3 જાન્યુઆરી: ઇન્સ્યુલેટેડ વાયર અને સ્ટ્રીપના ઉત્પાદક ડિવાઇન પાવર એનર્જી  માર્ચ, 2026 સુધીમાં રૂ. 400 કરોડની આવકનું લક્ષ્ય રાખે છે. ગાઝિયાબાદ સ્થિત કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા મૂડી ભંડોળ એકત્ર કરીને તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ ઉદ્દેશ્ય ધરાવે છે.

ઇશ્યૂના લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે ખંભાતા સિક્યોરિટીઝની નિમણૂંક કરી છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

ડીપીઇએલ ભારતમાં તેના ગ્રાહકો માટે ઇન્સ્યુલેટેડ અને બેર વાયરનું ઉત્પાદન કરવાની સાથે-સાથે કોપર અને એલ્યુમિનિયમ સાથે સ્ટ્રીપનું ઉત્પાદન કરે છે. તેની પ્રોડક્ટ લાઇનમાં પેપર કવર્ડ કન્ડક્ટર્સ, ફાઇબર-ગ્લાસ ઇન્સ્યુલેશન, ડબલ કોટન કવર્ડ અને સુપર-એનામેલ્ડ ઇન્સ્યુલેશન સામેલ છે, જેનો ટ્રાન્સફોર્મર, મોટર અને બીજા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં વ્યાપક ઉપયોગ થાય છે.

વિસ્તરણ દ્વારા આવકો બમણી કરી 2026માં રૂ. 300 કરોડનો લક્ષ્યાંક

કંપનીની વિસ્તરણ યોજના વિશે વાત કરતાં ડિવાઇન પાવર એનર્જી ના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ ગિરીએ જણાવ્યું હતું કે, અમે અમારી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીને, અમારા પ્રોડક્ટ પોર્ટફિલોયના વિસ્તરણ તથા નવી ભુગોળમાં પ્રવેશીને અમારી પૂર્ણ ક્ષમતાઓ અનલોક કરવા મૂડી બજારમાંથી ભંડોળ એકત્રિત કરવાની યોજના રાખીએ છીએ. આ મહાત્વાકાંક્ષી સફરમાં આગળ વધતા અમને વર્ષ 2025 સુધીમાં અમારી આવકો બમણી કરીને રૂ. 300 કરોડ તથા માર્ચ 2026 સુધીમાં રૂ. 400 કરોડના સ્તરને પાર કરવાનો વિશ્વાસ છે. ડીપીઇએલ ગાઝિયાબાદમાં 40,000 ચોરસફૂટ વિસ્તારમાં ઉત્પાદન એકમનું સંચાલન કરે છે.

કંપનીના પ્રતિષ્ઠિત ગ્રાહકો એક નજરેઃ ડીપીઇએલ જાહેર અને ખાનગી બંને કંપનીઓને તેની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે, જેમાં ટાટા પાવર, બીએસઇએસ, ઉત્તરાખંડ પાવર કોર્પોરેશન, ઝારખંડ વીજળી વિતરણ નિગમ, પશ્ચિમમાંચલ વિદ્યુત વિતરન નિગમ, સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની, પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ, દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ  વગેરેનો સમાવેશ થાય છે. કંપની નાલ્કો, આદિત્ય બિરલાના હિન્દાલ્કો અને બાલ્કો જેવાં માર્કેટ લીડર્સ પાસેથી કાચો માલ મેળવે છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)