માર્કેટ લેન્સઃ RBIની પોલિસીના કારણે હેવી વોલેટિલિટીની દહેશત

STOCKS TO WATCH TODAY:Laurus Labs, BHEL, ACME Solar, Indian Hotels, Britannia, Arcil, Glass Wall, Kanohar Electricals, Karamtara Engineering, Titan, Apollo Tyres, Mahindra Lifespace, ABB, Marsons, Mphasis, Black Opal Consultants

અમદાવાદ, 7 ઓક્ટોબરઃ RBIની મહત્વપૂર્ણ નીતિ વિષયક જાહેરાત પહેલાં NIFTY રિકવર થઈને 22,800ની આસપાસ બંધ થયો છે. આજે જાહેર થનારી વ્યાજદર તેમજ આર્થિક અંદાજો વચ્ચે માર્કેટમાં હેવી વોલેટિલિટીની દહેશત સેવાઇ રહી છે. સપ્ટેમ્બર સિરીઝમાં ભારે વેચવાલી બાદ, ગુરુવારે 22,200ની નજીક બનેલા ‘સ્વિંગ લો’ (નીચલા લેવલ) પરથી ઓક્ટોબરના શરૂઆતના સત્રોમાં બજારોમાં રિકવરીના સંકેતો જોવા મળ્યા છે. આ ઉછાળો એપ્રિલના ‘સ્વિંગ લો’ પરથી આવ્યો છે અને RSIના ઓવરસોલ્ડ ​​રીડિંગ્સને જોતા તેની અપેક્ષા હતી. NIFTY તેના 200-વીક મૂવિંગ એવરેજની નજીક પણ ટકી રહ્યો છે; આ એક લાંબા ગાળાનું સપોર્ટ લેવલ છે જે 2020માં કોવિડ-19 દરમિયાન આવેલા કડાકા વખતે જ માત્ર એકવાર લાંબા સમય માટે તૂટ્યું હતું.

બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હોવા છતાં, RBIની નીતિનું પરિણામ નિર્ણાયક રહેશે. જો તાજેતરનો ઉછાળો જળવાઈ રહે અને NIFTY 23,000ની ઉપર જાય, તો અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. નીચેની તરફ, 22,400 તાત્કાલિક સપોર્ટ છે, જ્યારે 22,200 મુખ્ય ડિમાન્ડ ઝોન હોવાનો મત મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ ધરાવે છે.

વધુમાં, NIFTY માટે 85-અઠવાડિયાનું ટાઇમ સાયકલ હવે પૂર્ણ થવાના આરે છે. તેથી ભાવ અને સમય બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની શકે છે. સતત વેચવાલી બાદ NIFTY હાલમાં થોડો વિરામ લઈ રહ્યો છે. હાલ પૂરતું, 22,800ની ઉપરની હિલચાલ પુલબેકને 23,000ના લેવલ સુધી લંબાવી શકે છે. નીચેની તરફ, 22,550 સૌથી નજીકનો સપોર્ટ છે.

બેંક NIFTY છેલ્લા એક અઠવાડિયાથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને 28 સપ્ટેમ્બરે બનેલી બેરિશ કેન્ડલની રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોમાં, બેન્ક NIFTY વારંવાર 55,300ની નજીક રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યા છે અને તે લેવલ પર મેચિંગ હાઇ બનાવી રહ્યા છે. RBIની નીતિ બાદ આ ઝોન પર બેન્ક NIFTY અને બજાર કેવી પ્રતિક્રિયા આપે છે તે મહત્વનું રહેશે. જો બેન્ક NIFTY 55,300-55,400ની સપાટીને પાર કરે, તો 56,000ના લેવલ તરફ નવી પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે.

બીજી તરફ, બેન્ક NIFTY હાયર લો બનાવી રહ્યો છે અને હાલમાં 54,500-54,300ની આસપાસ સપોર્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં ઇન્ડેક્સ એક જ દાયરામાં અટવાયેલા જણાય છે અને નીતિના પરિણામમાંથી કોઈ ટ્રિગર મળવાની રાહ જોઈ રહ્યા છે. આદર્શ રીતે, ટ્રેડર્સે ‘લોંગ પોઝિશન’ ઊભી કરતા પહેલા સસ્ટેન્ડ બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો આપી રહ્યા છે.

SME ListingBlack Opal Consultants, Papadmalji Agro Foods, Vans Electroengineerings, Green Asia Impex
Stocks Trade Ex-Date for BonusGTV Engineering, PH Capital
Stock Trades Ex-DividendPTC India
Stocks in F&O BanAmbuja Cements, Bandhan Bank, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)