MSME ક્ષેત્ર વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાની તહેવારોની કસોટીનો સામનો કરી રહ્યા છે

ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (એમએસએમઇ) તહેવારની સિઝનમાં પ્રવેશ્યા છે ત્યારે એક મુશ્કેલ વિરોધાભાસનો સામનો કરી રહ્યા છે: માંગ વધુ મજબૂત બનવાની શક્યતા છે, પરંતુ તે માંગને પહોંચી વળવાનું ખર્ચ વધી રહ્યું છે. ઊંચા ઋણ ખર્ચ, ભૂરાજકીય હલચલો અને કાર્યશીલ મૂડીના સતત અંતરાયો પાતળા માર્જિન સાથે કામ કરતા બિઝનેસીસની કસોટી કરી રહ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 7 ઓક્ટોબરે રેપો દરમાં 25 બેઝિઝ પોઇન્ટનો વધારો કરીને 5.25%થી 5.50% સુધી કરવાનો નિર્ણય આ દબાણોમાં વધારો કરે છે. ફુગાવાને કાબૂમાં રાખવાનો હેતુ હોવા છતાં, ઊંચા ઉધાર ખર્ચથી ઇન્વેન્ટરી, ઉત્પાદન અને દૈનિક કામગીરી માટે ટૂંકા ગાળાના ધિરાણ પર આધાર રાખતા એમએસએમઇને અવરોધ આવી શકે છે. મર્યાદિત નાણાકીય બફર ધરાવતા નાના ઉદ્યોગો પર આ અસર ખાસ કરીને નોંધપાત્ર છે.

અમેરિકા-ઇરાન વચ્ચેનો સંઘર્ષ અને લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન વચ્ચેન યુદ્ધની અસરોએ અસ્થિર ઉર્જા કિંમતો, વિચલિત પુરવઠા શ્રૃંખલાઓ અને ઊંચા વેપાર ખર્ચાઓ મારફતે ઓપરેટિંગ પર્યાવરણને વધુ ગૂંચવણભર્યું બનાવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ એશિયાના સંકટને કારણે નૂર અને દરિયાઈ વીમા ખર્ચમાં વધારો થયો છે, શિપમેન્ટમાં વિલંબ થયો છે અને નિકાસ ચુકવણી  સાયકલ લંબાઇ છે. નાના વ્યવસાયો માટે, આ વિક્ષેપો ઓર્ડર બુક સ્વસ્થ હોવા છતાં પણ ભારે તરલતાનું દબાણ બનાવી શકે છે.

તાજેતરની નીતિવિષયક દરમિયાનગીરી એમએસએમઇને મૂડીનો લાભ ઉઠાવવા તરફ મજબૂત વેગનો સંકેત આપે છે. બજેટ 2026 માં જાહેર કરાયેલા ₹10,000 કરોડના SME ગ્રોથ ફંડ પછી, કેન્દ્રીય મંત્રીમંડળે વૃદ્ધિલક્ષી સાહસોને ટેકો આપવા માટે તેની સ્થાપનાને મંજૂરી આપી છે. કાર્યકારી મૂડી માટે વધુ નોંધપાત્ર રીતે, સરકારે ટ્રેડ રીસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS) દ્વારા ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ માટે ક્રેડિટ ગેરંટી કવરેજ કાર્યરત કર્યું છે, સાથે જ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો દ્વારા ઇન્વોઇસ સેટલમેન્ટને મજબૂત બનાવવાના પગલાં પણ લીધા છે. આ પહેલો, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 5.0 સાથે, પ્રવાહિતાના અવરોધોને હળવી કરવામાં મદદ કરી શકે છે.

આમ છતાં નીતિની અસરકારકતાનો આખરે તો કેટલી ઝડપથી સાહસો સુધી પહોંચે છે તેની પર નિર્ભર છે. નિશ્ચિત ઓર્ડર્સ અને તંદુરસ્ત આવક ધરાવતા બિઝનેસીસ ઘણી વખત વણચૂકવાયેલા ઇનવોઇસમાં મૂડી રોકાયેલી હોવાથી તેમની પછીની ઉત્પાદન સાયકલમાં ધિરાણ કરવા માટે સંઘર્ષ અનુભવે છે.

અહીં વ્યવહાર આધારિત ધિરાણ અર્થપૂર્ણ તફાવત લાવી શકે છે. ખરીદી ઓર્ડર, ઇન્વોઇસ અને ટ્રેડ રીસીવેબલ્સ સામે કાર્યકારી મૂડીને અનલૉક કરતા ઉકેલો વ્યવસાયોને પરંપરાગત કોલેટરલ-આધારિત ધિરાણ પર સંપૂર્ણપણે આધાર રાખ્યા વિના ચુકવણીના અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે. નિકાસકારો માટે, જ્યારે વિદેશી સમાધાનમાં વિલંબ થાય છે ત્યારે આવા ધિરાણની સમયસર મળવા તે મૂલ્યવાન છે.

તહેવારની સિઝન ટેક્સ્ટાઇલ્સ, ઇલેક્ટ્રોનીક્સ, કન્ઝ્યુમર ગુડ્ઝ, પેકેજિંગ અને લોજિસ્ટિક્સમાં અત્યંત જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. તેમ છતાં મજબૂત માંગ તો જ વૃદ્ધિમાં રૂપાંતરીત થશે જો સાહસો પાસે કાચો માલ મેળવવા, સપ્લાયર સંચાલન અને ઓર્ડરો પૂરા કરવા માટે પૂરતી તરલતા હશે.

ભારતની એમએસએમઇ વૃદ્ધિ વાર્તા ફક્ત માંગ પેદા કરવા પર નિર્ભર રહેશે નહી પરંતુ પુરવઠા શ્રૃંખલા મારફતે મૂડી કાર્યક્ષમ રીતે ફરતી હોય તેની ખાતરી કરવા પર છે. વિકાસના હવે પછીના તબક્કા માટે  જે વાસ્તવિક વ્યાપારી પ્રવૃત્તિને અનુરૂપ હોય, જેથી સાહસો વિલંબિત ચૂકવણીઓના અવરોધ વિના તકોને આવકમાં પરિવર્તિત કરી શકે તેવી નાણાકીય વ્યવસ્થાની જરૂર છે.- પવન માતાઇ, બિઝનેસ વડા, CapitalXB

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)