- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
MARKET LENS: GIFT NIFTYમાં ઉછાળો, ઓટો, IT, ટેલિકોમ, રિફાઇનરી શેર્સ ઝમકમાં રહેવાની શક્યતા

નિફ્ટી સતત ત્રીજા સત્રમાં પણ પોતાની તેજી જાળવી રાખી શકે છે અને 23,150-23,200ના તાત્કાલિક રેઝિસ્ટન્સ ઝોન (જે ઓક્ટોબરના સ્વિંગ હાઈ 23,175ની નજીક છે)ની ઉપર જઈ શકે છે. નીચેની તરફ, 22,800 પર તાત્કાલિક સપોર્ટ છે, અને ત્યારબાદ 22,650 પર સપોર્ટ જોવા મળે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
| STOCKS TO WATCH TODAY: | Reliance, Jio Platforms, NTPC, Bharat Electronics, BOB, Maruti, Tata Motors, Mahindra and Mahindra, Hyundai, Eicher Motors, TVS Motor, HCL Technologies, Titan, Kotak Mahindra Bank, Persistent, Adani Ports |
અમદાવાદ, 2 નવેમ્બરઃ વિદેશી નાણાકીય સંસ્થાઓની વિતેલા સપ્તાહમાં ધૂમ ખરીદીની શરૂઆત એ વાતનો સંકેત આપે છે કે, ભારતીય શેરબજારો કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવીને સુધારાની ચાલ પકડવા માટે તૈયાર છે. આઇપીઓ માર્કેટમાંથી નાણા ધીરે ધીરે સેકન્ડરી માર્કેટમાં ઠલવાય તેવી શક્યતાઓ તેમજ ક્રૂડ અને ગોલ્ડ સિલ્વરમાંથી પણ ક્રેઝ ઓછો થઇ રહ્યો હોવાના સંકેત રૂપે સોમવારે નવા સપ્તાહની શરૂઆતમાં પ્રિ- માર્કેટ એક્ટિવિટી દરમિયાન ગિફ્ટ નિફ્ટી આશરે 160 પોઇન્ટના ઉછાળા સાથે 23250 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યો હતો. ઓક્ટોબર માટેના ઓટો સેલ્સ આકર્ષક રહેવા ઉપરાંત આઇટી કંપનીઓના આકર્ષક શેર્સ બોટમઆઉટ થઇ રહ્વા હોવાનું પણ જોવા મળ્યું છે. તે ઉપરાંત રિફાઇનરી અને ટેલિકોમ શેર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મ્સ આ સપ્તાહ દરમિયાન હેવી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ નોંધાવે તેવી શક્યતા હોવાનું બજાર પંડિતો જણાવે છે.
મોમેન્ટમ ઈન્ડિકેટર્સમાં વધુ સુધારો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજની ઉપર મજબૂતીથી ટકી રહ્યો છે. આ સ્થિતિમાં, નિફ્ટી સતત ત્રીજા સત્રમાં પણ તેજી જાળવી રાખી શકે છે અને 23,150-23,200ના તાત્કાલિક રેઝિસ્ટન્સ ઝોન (ઓક્ટોબરના સ્વિંગ હાઈ 23,175ની નજીક)ને પાર કરી શકે છે. જો નિફ્ટી આ રેન્જની ઉપર નિર્ણાયક રીતે આગળ વધે, તો તે 23,500ના લેવલ તરફ જઈ શકે છે, જે એક મહત્વપૂર્ણ હર્ડલ સાબિત થઈ શકે છે. નીચેની તરફ, 22,800 પર તાત્કાલિક સપોર્ટ છે, અને ત્યારબાદ 22,650 પર સપોર્ટ છે. બીજી તરફ, જો બેંક નિફ્ટી શુક્રવારના નીચા લેવલને જાળવી રાખવામાં સફળ રહે, તો 55,000-55,100ના રેઝિસ્ટન્સ ઝોન તરફ તેજી જોવા મળી શકે છે. આ પછી ઉપરની તરફ 55,650 અને 56,100ના લેવલ્સ પર નજર રાખી શકાય છે. જોકે, બજારના નિષ્ણાતોના મતે, જો બેન્ક નિફ્ટી શુક્રવારના નીચા લેવલની નીચે જાય છે, તો તેમાં વધુ ઘટાડો થઈ શકે છે અને તે 54,000ના લેવલ સુધી નીચે આવી શકે છે.
| Mainboard Listing | EAAA India Alternatives |
| Stocks Trade Ex-Dividend | Colgate, Tanla Platforms, Pitti Engineering, Route Mobile |
| Stocks in F&O Ban | Kaynes Technology, SAIL |
| Results Today: | ITC, One Mobikwik Systems, Marico, Akums Drugs, Amara Raja Energy, Balaji Amines, Container Corporation, Devyani International, DOMS Industries, Escorts Kubota, Granules, KEC International, NALCO, Purple Style Labs, Petronet LNG, PTC India, Sun Pharma Advanced Research, Tata Investment, TBO TEK, Trident, UPL, Wockhardt, Zuari Agro |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

ગજાનન પુસ્તકાલય અને મહેશ ત્રિવેદીનું નવું નજરાણુંઃ ડે ટ્રેડિંગની કળા કેળવો કેન્ડલસ્ટીક ચાર્ટનું કેલિડોસ્કોપ
શેરબજાર… જ્યાં દરેક ચાલ પાછળ છુપાયેલું હોય છે એક ગણિતઃ ચાર્ટને સમજો… બજારને ઓળખો!
દરેક કેન્ડલ કહે છે બજારની એક નવી કહાની. યોગ્ય નિર્ણય માટે ટેકનિકલ એનાલિસિસની સમજ કેળવો. ચાર દાયકાથી વધુના પત્રકારત્વના અનુભવ સાથે, દિવ્ય ભાસ્કર, સંદેશ અને ગુજરાત સમાચારમાં ઇપીએસ કોલમના લેખક મહેશ ત્રિવેદી અને ગજાનન પુસ્તકાલય દ્વારા પ્રસ્તુત વાંચન રસથાળ શેરબજારની ચાલ અને સ્ટોક સ્પેસિફિક વિશ્લેષણ સમજવા માટે રોકાણકારો અને ટ્રેડર્સ માટે વધુ એક વાંચનસામગ્રી. આ ઉપરાંત લેખકના અન્ય બે પુસ્તકો મની પ્લાન્ટેશન અને બનો શેરબજારની શતરંજના ખેલાડી પુસ્તકો મેળવવા માટે સંપર્ક કરો…
શ્રી ગજાનન પુસ્કાલયઃ સુખરામ બિલ્ડિંગ, કોમર્સ હાઉસની સામે, ટાવર રોડ, સુરત- 395003, મોબાઇલઃ +919664800167, EMAIL: INFO@GAJANANBOOKS.IN, WEBSITE: WWW.GAJANANBOOKS.IN
