અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

અમદાવાદ, 26 મે: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ના ટર્મિનલ 2 (T2) ના આગમન વિસ્તારને અડીને આવેલા બેસ્ટિયન હોસ્પિટાલિટી સાથે ભાગીદારીમાં મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત કરી છે.
મેઇસન ટ્વેન્ટી-સેવન દ્વારા ગુરુવાર તા.૨૧ મેથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવેલી રાત્રિભોજન સેવાઓ બેસ્ટિયન હોસ્પિટાલિટીના અમદાવાદમાં આગમનને ચિહ્નિત કરે છે. આ બ્રાન્ડ હાલ મુંબઈ, પુણે અને બેંગલુરુમાં ભારતના કેટલાક સૌથી જાણીતા ડાઇનિંગ અને લાઇફસ્ટાઇલ સ્થળોનું સંચાલન કરે છે.
તાજેતરમાં કંપનીની IHG હોટેલ્સ અને રિસોર્ટ્સ અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ વચ્ચે સાથે મુખ્ય ભારતીય શહેરોમાં પાંચ એરપોર્ટને સાંકળતી હોટલ વિકસાવવા અને સંચાલન કરવા માટે એક સંકલિત એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવવાની તેની કલ્પનાને વધુ મજબૂત બનાવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના T2 ની બાજુમાં અને GIFT સિટીની નજીક આવેલ મેઇસન ટ્વેન્ટી-સેવનની કલ્પના આધુનિક ભારતીય જીવન શૈલી અને મુસાફરીના ભવિષ્ય માટે આ પ્રકારના રચાયેલ પ્રથમ સંકલિત આતિથ્ય, સુખાકારી અને મનોરંજનના સ્થળ તરીકે કરવામાં આવી છે.
આ પ્રસંગે બાસ્ટિયન હોસ્પિટાલિટીના સ્થાપક રણજીત બિન્દ્રાએ જણાવ્યું હતું કે મેઇસન ટ્વેન્ટી-સેવનએ ભારતમાં સૂરુચિ પૂર્ણ ભોજન અને જીવનશૈલીના સ્થળોના અનુભવનો દસકો પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે એક મહત્વપૂર્ણ ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરતી બાસ્ટિયન હોસ્પિટાલિટી અંતર્ગત અમે એક એવી જગ્યા બનાવવા માંગતા હતા જેમાં આધુનિક ગ્રાહકો કેવી રીતે વધુને વધુ મુસાફરી કરે છે, કાર્ય કરે છે, સ્વસ્થ થાય અને જોડાયને તેના પ્રતિભાવ આપે.
અદાણી એરોપોર્ટ હોલ્ડીંગસના સી.ઇ.ઓ. અરુણ બંસલે જણાવ્યું હતું કે અદાણી સંચાલિત એરપોર્ટ ખાતે મુસાફરીથી ઘણા આગળ વધીને અમે ગતિશીલ જીવનશૈલી અને સામાજિક ઇકોસિસ્ટમની અમારી નવેસરથી કલ્પનાને મેઇસન ટ્વેન્ટી-સેવન નવા અનુભવો સ્થાપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અભિનેત્રી, સ્વતંત્ર ઉદ્યોગ સાહસિક, શરીર સુખાકારીના હિમાયતી અને બેસ્ટિલિટીના સહસ્થાપક શિલ્પા શેટ્ટીએ આ વેળા જણાવ્યું હતું કે સુખાકારી ફક્ત ફિટનેસ સુધી મર્યાદિત નથી. તે અર્થપૂર્ણ છે સમય, પરિવાર સાથે સમય અને આહલાદક અનુભવો કેવી રીતે સ્થાપે છે તેને આકાર આપે છે.
મેઇસન ટ્વેન્ટી-સેવન ખાતે રાંધણકલાની ફિલસૂફી આઇકોનિક બાસ્ટિયનના ડીએનએમાં ઊંડા મૂળ ધરાવે છે. જ્યાં આધુનિક ટ્રાન્ઝિટ અને વેલનેસ-નેતૃત્વ ધરાવતા દર્શકોની જરૂરિયાતોને વિકસિત થાય છે. ડેસ્ટિનેશનનો ફૂડ અને બેવરેજ પ્રોગ્રામ ટ્રાન્ઝિટ ભોજન, બિઝનેસ મીટિંગ્સ, ફેમિલી ડાઇનિંગ, મોડી રાત સુધી મનોરંજન, વેલનેસ-કેન્દ્રિત પોષણ અને કોફીની કેઝ્યુઅલ પળો માણવા આગળ વધવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.
વેલનેસ મેઇસન ટ્વેન્ટી-સેવનના કેન્દ્રમાં છે. આ સ્થળે ક્રાયોથેરાપી, HBOT, ગરમ અને ઠંડા પ્લન્જ પુલ, સ્ટીમ અને સોના રૂમ, ડ્રાય ફ્લોટેશન થેરાપી, યોગ અને સાઉન્ડ હીલિંગ સ્ટુડિયો, સલૂન અનુભવો અને ઇન્ડોર અને આઉટડોર ફિટનેસ સ્પેસનો સમાવેશ થાય છે જે ગંતવ્યને માઇન્ડફુલ લિવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી આધુનિક શહેરી રીટ્રીટ તરીકે મૂકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
