અદાણી એન્ટરપ્રાઇઝ અને જેબિલે ૫૦:૫૦ ડેટા સેન્ટર હાર્ડવેર ક્ષેત્રમાં સંયુક્ત સાહસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદન અને એસેમ્બલી માટે સૂચિત ૫૦:૫૦ સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદાણી જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. અને વૈશ્વિક એન્જિનિયરિંગ, સપ્લાય ચેઇન અને મેન્યુફેક્ચરિંગ કંપની જેબિલ ઇન્કએ હસ્તાક્ષર  કર્યા છે.

અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ કહ્યું હતું કે AI  ક્રાંતિ માટે માત્ર અલ્ગોરિધમ્સમાં નવીનતાઓથી વિશેષ કરવા માટે ઊર્જા, હાઇપરસ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન કમ્પ્યુટિંગ અને ચોકસાઈપૂર્ણ ઉત્પાદન ભેગા મળી ‘ઇન્ટેલિજન્સ ઇકોનોમી’ને વેગ આપે. તેવા એક સંપૂર્ણ નવા ઔદ્યોગિક માળખાની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે અદાણી જુથનો દ્રષ્ટિકોણ AI માળખાને ઊર્જા પૂરી પાડવા અને તેનું સંચાલન કરવાથી લઈને કમ્પ્યુટિંગની આગામી પેઢીને આકાર આપતી મહત્વપૂર્ણ સિસ્ટમ્સના ઇજનેરી અને ઉત્પાદન સુધીની પ્રગતિને આવરી લેતી AI વેલ્યુ ચેઇનમાં આગળ વધવાનો છે.

               અદાણીએ જેબિલ સાથેનમ સૂચિત સંયુક્ત સાહસને આ ભવિષ્યના એક વ્યૂહાત્મક પગલું ગણાવતા કહ્યું હતું કે તે વૈશ્વિક AI અર્થતંત્રનો ભૌતિક પાયો  ઘડવામાં મદદ કરવા માટે જેબિલની વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓને અદાણીની ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ ક્ષેત્રની સંકલિત શક્તિઓ સાથે જોડે છે.

જાબિલ ઇન્ક.ના મુખ્ય કારોબારી અધિકારી  માઇક દસ્તુરે જણાવ્યું હતું કે સ્થાનિક અને વૈશ્વિક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ બન્નેની માંગ માટે એક એવું બજાર નિર્માણ થશે જે ઉત્તરોત્તર મહત્વનું બનશે.

સૂચિત સંયુક્ત સાહસ ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં લેવાતા AI રેક્સ, સર્વર્સ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સાધનોનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. રેક્સમાં AI એપ્લિકેશન્સ અને અન્ય ડિજિટલ સેવાઓ માટે ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ હશે. તેના પોર્ટફોલિયોમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ, લિક્વિડ-કૂલિંગ સિસ્ટમ્સ અને ટ્રાન્સફોર્મર્સ સહિત આ સિસ્ટમોને પાવર અને કૂલિંગ કરવા માટે જરૂરી ઉપકરણોનો પણ સમાવેશ થશે.

આ સાહસમાં મલ્ટી-ગીગાવોટ AI રેક મેન્યુફેક્ચરિંગ અપેક્ષિત ક્ષમતા અનેક ગીગાવોટની સંયુક્ત પાવર ક્ષમતા સાથે કમ્પ્યુટિંગ સિસ્ટમ્સને આધાર આપે છે. તે ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ સેવાઓ પણ પૂરી પાડશે.

૨૦૩૫ સુધીમાં અદાણી જુથની ૫ ગીગાવોટ ગ્રીન-એનર્જી-સંચાલિત, હાઇપરસ્કેલ AI-સજ્જ ડેટા સેન્ટર વિકસાવવાની ૧૦૦ બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા સાથે આ સાહસ સુસંગત છે. સૂચિત સાહસ માળખાગત સુવિધાઓ, ઊર્જા, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરોમાં અદાણીની હાજરી હાર્ડવેર ઉત્પાદન ઉમેરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)