સ્પિનીએ નવરાત્રીના પહેલા દિવસે 1370 કારની ડિલિવરી કરી; દર 41 સેકન્ડે 1 કારની ડિલિવરી

સ્પિની પ્લેટફોર્મે તેના અગાઉના એક દિવસના રેકોર્ડ કરતાં 1.7 ગણી ડિલિવરી કરી, અને ગત વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસ કરતાં 96% વધુ
અમદાવાદ, 14 ઓક્ટોબર: અનેક ભારતીય પરિવારો માટે, નવરાત્રીનો પ્રથમ દિવસ સપનાને સાકાર કરવાનો અવસર બન્યો હતો. ચાલુ વર્ષે 11મી ઓક્ટોબરે, ભારતનું અગ્રગણ્ય યુઝ્ડ-કાર પ્લેટફોર્મ સ્પિનીએ ભારતના આશરે 24 શહેરોમાં 1,370 કારની ડિલિવરી કરી છે – જે એક જ દિવસમાં કરાયેલી તેની સૌથી વધુ ડિલિવરી છે.
આ દિવસે કરવામાં આવેલી ડિલિવરી તેના અગાઉના એક દિવસના રેકોર્ડ કરતાં 1.7 ગણી અને તે નવરાત્રીના ગત વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવેલી 96% વધુ છે. દર 41 સેકન્ડે એક કરતાં વધારે કારની ડિલિવરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વ્યસ્ત કલાક બપોરે 1 વાગ્યાનો હતો, જ્યારે 112 ડિલિવરી કરાઇ હતી. શ્રાદ્ધ દરમિયાન કારની ડિલિવરી ઓછી જોવા મળી હતી, કારણ કે અનેક પરિવારોએ પોતાના ઘરે કાર લાવતા પહેલા તહેવારને શરૂ થવાની રાહ જોઇ હતી.

દર 14માંથી 1 કારની ડિલિવરી સાથે બલેનો સૌથી વધુ ડિલિવર કરાયેલી કાર હતી. સ્પિની મેક્સ લક્ઝરી કારના 33% જેટલી કાર BMW હતી. 28% સાથે સફેદ વ્હાઇટ સૌથી વધુ પસંદ કરાયેલો કલર હતો, ત્યારબાદ ગ્રે (22%), બ્લ્યૂ, સિલ્વર અને લાલ (12%) કલરની પસંદગી કરાઇ હતી. ડિલિવર કરવામાં આવેલી દર ત્રણમાંથી એક કાર ઑટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતી હતી
ડિલિવર કરવામાં આવેલી આશરે અડધી કાર હેચબેક (55%) હતી; ત્યારબાદ SUV (26%) અને સેડાન (14%)નો સમાવેશ થાય છે. બલેનો સૌથી વધુ ડિલિવર કરાયેલી કાર છે, ત્યારબાદ ગ્રાન્ડ i10, ક્વિડ, સ્વિફ્ટ, ટીઆગોનો સમાવેશ થાય છે. દર ત્રણમાંથી એક કાર (33%) ઑટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. 82% કાર પેટ્રોલ અને 12% ડીઝલ કાર છે. (66 CNG અને 10 EV). 77% કાર અગાઉના એક જ ઓનર ધરાવે છે, જ્યારે 46% 2021 અથવા તેથી નવા મોડલ છે. 64% ગ્રાહકોએ સ્પિની હબ પર તેમની કાર બૂક કરી હતી, 25% ગ્રાહકોએ ઑનલાઇન અને 11% ગ્રાહકોએ ફોન ઉપર કાર બૂક કરી હતી. 50% ગ્રાહકોએ તેમની કાર ફાઇનાન્સ પર લીધી હતી અને 66% ગ્રાહકોએ સ્પિની પાર્ટનર્સ મારફતે તેમનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
