અદાણી પાવરની ઉત્કૃષ્ટ ESG કામગીરી માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા ઉપર મહોર
અમદાવાદ, 8 સપ્ટેમ્બર: થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિમિટેડના NSE સસ્ટેનેબિલિટી કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ કંપનીના પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પ્રદર્શનમાં વધુ સુધારો થવા સાથે નાણા વર્ષ-૨૬નો ૬૫નો સ્કોર વધી ૬૬ થયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
અન્ય તમામ મુખ્ય ભારતીય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા કંપનીઓ કરતાં ઉચ્ચ ક્રમાંક ધરાવતી અદાણી પાવર લિ. ESG પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સાથે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેનું “એસ્પાયરિંગ” શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા ગ્રુપની NSE સૂચકાંકોની પેટાકંપની NSE સસ્ટેનેબિલિટી, SEBI-રજિસ્ટર્ડ ESG રેટિંગ આપે છે. તે વાર્ષિક ESG મૂલ્યાંકનના ભાગ રૂપે ભારતમાં ૫૦૦ લિસ્ટેડ કંપનીઓનું મૂલ્યાંકન કરી રોકાણકારો અને હિસ્સેદારોને કંપનીના ESG ઓળખપત્રો અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણની સંભાવનાનું સ્વતંત્ર મૂલ્યાંકન પૂરું પાડી કંપની સારી રીતે સંચાલિત અને ઉભરતા જોખમો પ્રત્યે સ્થિતિસ્થાપક છે.
અદાણી પાવરની ESGની પહેલ વિવિધ હેતુલક્ષી શ્રેણી પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગના શ્રેષ્ઠ ધોરણોને વળગી રહીને તેની કાર્યકારી શ્રેષ્ઠતા હાંસલ કરવો એ બેન્ચમાર્ક છે. કંપનીએ તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે અલ્ટ્રા-સુપરક્રિટિકલ યુનિટ્સ જેવી ઓછી ઉત્સર્જન અદ્યતન તકનીકોનો અમલ કર્યો છે અને સતત દેખરેખ અને સુધારાત્મક પ્રણાલીઓમાં રોકાણ કર્યું છે. ઉર્જા કાર્યક્ષમતા સંબંધી પગલાં ઉપરાંત કંપનીએ તેની કામગીરીમાં પાણી સંરક્ષણ અને પ્રદૂષિત કચરાના નિકાલને પ્રાથમિકતા આપી છે.
અદાણી પાવર ફ્રેમવર્ક હેઠળ નિર્ધારિત નિયમનકારી આવશ્યકતાઓને શાસનના અંગભાગો વટાવી જાય છે. આવશ્યકતા કરતા નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીમાં સ્વતંત્ર ડિરેક્ટરોની ટકાવારી જાળવવાનું પાલન વધુ સારું છે. મૂલ્ય શ્રેણીમાં જવાબદાર પ્રથાઓ સુનિશ્ચિત કરી કંપનીએ સપ્લાયર અને કોન્ટ્રાક્ટર સંબંધી કડક ESG ધોરણો પણ અપનાવ્યા છે.
તાજેતરના અન્ય રેટિંગ્સમાં, અદાણી પાવરએ S&P Global દ્વારા થયેલા ‘કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ’ (CSA)માં ૧00માંથી ૭૧ અને FTSE Russell ESG રેટિંગમાં ૫.0માંથી ૪.૩નો ઉત્કૃષ્ટ સ્કોર પ્રાપ્ત કર્યો છે. નાણાવર્ષ ૨૦૨૬ માટે, Care Edge ESG રેટિંગે કંપનીને ‘લીડરશિપ’ સ્થાન માટે ૧૦૦માંથી ૮0નો સ્કોર આપ્યો છે, જે ઉદ્યોગના મધ્યક (median) કરતા ૩૫% વધુ સારો દેખાવ દર્શાવે છે. આ સ્વતંત્ર મૂલ્યાંકનો કંપનીની ESG પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
