MARUTI SUZUKIએ ત્રીજીવાર ભાવ વધારો કર્યો

અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પસંદગીના મોડલની કિંમતો 20 હજાર રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે. નવી કિંમતો સપ્ટેમ્બર 2026થી લાગુ થશે. મે મહિના પછી કંપનીની કિંમતોમાં આ ત્રીજો વધારો છે. કંપનીએ જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, પસંદગીના મોડલ્સની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચોક્કસ મોડલ્સ માટે કિંમતમાં કેટલો વધારો થશે તે અંગે કંપનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. કંપનીએ જણાવ્યું કે, સતત ઊંચા સ્તરે રહેલી મોંઘવારી અને પ્રતિકૂળ ખર્ચની પરિસ્થિતિઓને કારણે વધેલા ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહકો પર નાખવો અમારી મજબૂરી બની ગઈ છે. જોકે, અમે પૂરો પ્રયાસ કર્યો છે કે ગ્રાહકો પર તેની ઓછામાં ઓછી અસર પડે. મે મહિના પછી ત્રીજો વધારો, અગાઉ સમગ્ર પોર્ટફોલિયો પર ભાવ વધ્યા હતા. મે મહિના પછી થયેલા અગાઉના બંને વધારામાં કંપનીએ તેના સમગ્ર કાર પોર્ટફોલિયો એટલે કે એન્ટ્રી લેવલથી લઈને પ્રીમિયમ સુધીના ભાવ વધાર્યા હતા. આ વખતે કંપનીએ બધી કારોને બદલે ફક્ત પસંદગીના મોડલ્સની કિંમતોમાં જ ₹20,000 સુધીનો વધારો કર્યો છે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ભારતમાં ફેસ્ટિવ સિઝન શરૂ થાય છે, જ્યારે લોકો સૌથી વધુ નવી ગાડીઓ ખરીદે છે. આવા સમયે મારુતિ જેવી માસ-માર્કેટ કંપની દ્વારા ભાવ વધારવાથી તહેવારોના સિઝનમાં કાર ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકોના બજેટ પર અસર પડશે. જાણકારોનું માનવું છે કે મારુતિના આ પગલા પછી અન્ય કાર કંપનીઓ પણ તેમના મોડલ્સના ભાવ વધારવાનો નિર્ણય લઈ શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
