AXIS ટ્રસ્ટીએ ભારતની વધતી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇકોસિસ્ટમને ટેકો આપવા ગિફ્ટ સિટીમાં કામગીરીને મજબૂત કરી
અમદાવાદ, 24 જુલાઇઃ એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ લિમિટેડ (ATSL)એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં એની નવી ઑફિસનાં ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી, જે એની ભારતની ઝડપથી વધતી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇકોસિસ્ટમ પ્રત્યે વ્યૂહાત્મક કટિબદ્ધતાને મજબૂત કરે છે.
ઑફિસનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રદીપ રામાક્રિષ્નનની હાજરીમાં થયું હતું. આ પ્રસંગે એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસના ચેરમેન બિપીન શરાફ અને એક્સિસ ટ્રસ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રાહુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ વિસ્તરણ ગિફ્ટ સિટીમાં કાર્યરત ફાઇનાન્શિયલ સંસ્થાઓ, ઇશ્યૂઅર્સ, ફંડ મેનેજરો અને રોકાણકારોને ટેકો આપવાની ATSLની ક્ષમતા વધારશે. આ માટે એક્સિસ ટ્રસ્ટી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારના વ્યવહારો માટે સ્પેશ્યલાઇઝ ટ્રસ્ટી, એજન્સી અને ફિડ્યૂશરી સૉલ્યુશન ઓફર કરશે.
ગિફ્ટ સિટીની ઑફિસ તમામ ડેટ કેપિટલ બજારો, ફેસિલિટી એજન્સી, સીક્યોરિટી ટ્રસ્ટી, ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs), એસ્ક્રો એજન્સી સર્વિસીસના કંપનીના વધતા પોર્ટફોલિયોને ટેકો આપશે, તો આંતરરાષ્ટ્રીય માળખા અને વિશેષ ફિડ્યૂશરી સોલ્યુશન્સ સહિત IFSC ઇકોસિસ્ટમની અંદર નવી તકોને સક્ષમ પણ બનાવશે.
ઉદ્ઘાટન પછી રાઉન્ડટેબલ કૉન્ક્લેવનું આયોજન થયું હતું. તેમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રદીપ રામાક્રિષ્નને કીનોટ સંબોધન કર્યું હતું. આ કોન્ક્લેવમાં ઉદ્યોગના વરિષ્ઠ સહભાગીઓએ હાજરી આપી હતી, જેઓ IFSC ઇકોસિસ્ટમની અંદર બદલાતી તકોની ચર્ચા કરવા, આંતરરાષ્ટ્રીય ધિરાણ માળખાની વૃદ્ધિ અને ફંડ પ્લેટફૉર્મની અંદર બદલાતી તકોની ચર્ચા કરવા એકમંચ પર આવ્યા હતા. તેમણે ગિફ્ટ સિટીના વિકાસના આગામી તબક્કાને ટેકો આપવામાં મજબૂત વહીવટી અને ફિડ્યૂશરી ફ્રેમવર્કની ભૂમિકા પર પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે એક્સિસ ટ્રસ્ટીના ચેરમેન બિપીન શરાફે કહ્યું હતું : “ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય મૂડી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે મહત્વપૂર્ણ ગેટવે બની ગયું છે. અહીં અમારી કામગીરી મજબૂત વહીવટ, વિશ્વસનિય ફિડ્યૂશરી સેવાઓ અને નિયમનકારક કુશળતાઓ સાથે આ વૃદ્ધિને ટેકો આપવાની અમારી લાંબા ગાળાની કટિબદ્ધતા દર્શાવે છે. અમારું માનવું છે કે, આ વિસ્તરણ અમને વધારે અસરકારક રીતે ક્લાયન્ટને સેવા આપવા સક્ષમ બનાવશે, તો વૈશ્વિક સ્પર્ધાત્મક ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે ભારતના ઉદયમાં પ્રદાન કરશે. “
એક્સિસ ટ્રસ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રાહુલ ચૌધરીએ ઉમેર્યું હતું : “આ વિસ્તરણ અમને ભારતની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમની અંદર કામ કરતા ક્લાયન્ટની વધારે નજીક લાવશે. જેમ જેમ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય માળખું વધારે સોફિસ્ટિકેટેડ બની રહ્યું છે, તેમ તેમ ક્લાયન્ટની ટ્રસ્ટી પાર્ટનરોની જરૂરિયાત વધી રહી છે, જેઓ ટેકનોલૉજી સંચાલિત અમલની સાથે નિયમનકારક કુશળતાનો સમન્વય કરે છે. અમારી ગિફ્ટ સિટી ઑફિસ એ ક્ષમતાને મજબૂત કરશે અને અમને વૃદ્ધિના આગામી તબક્કા માટે સારી પોઝિશન આપશે. “
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
