નવી દિલ્હી

કેન્દ્ર સરકારે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા રિટેલર્સ માટે ઘઉંના સ્ટોકની મર્યાદા 3000 ટનથી ઘટાડી 2000 ટન કરી છે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સેક્રેટરી સંજીવ ચોપરાએ જણાવ્યું હતું.

ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને મોટા-ચેન રિટેલર્સને તેમના સ્ટોક ઘટાડવા અને સુધારેલી મર્યાદાને પહોંચી વળવા માટે 12 ઓક્ટોબર સુધીનો સમય મળશે. ઘઉંનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ અથવા NCDEX પર ઘઉંના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુત્રિમ અછત ન સર્જાય તે માટે લીધુ પગલું

“છેલ્લા એક મહિનામાં NCDEX પર ઘઉંના ભાવમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. અને અમે શોધી રહ્યા છીએ કે ઘઉંની દેશમાં પૂરતી ઉપલબ્ધતા હોવા છતાં, મને લાગે છે કે કેટલાક તત્વો એવા છે જે કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ” ચોપરાએ જણાવ્યું હતું.

આગામી લણણી એપ્રિલ 2024થી શરૂ થશે, તે ધ્યાનમાં રાખીને મર્યાદા લાદવામાં આવી હતી. હવે, લણણીના ત્રણ મહિના નજીક હોવાથી સ્ટોક મર્યાદા ઘટાડવામાં આવી છે.

ખાંડ અને શેરડી માટે અફવાઓને ધ્યાનમાં ન લેવી- ચોપરા

ચોપરાએ ખાંડના ભાવ અને શેરડીના ઉત્પાદન અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. 31 ઓગસ્ટના રોજ 85 લાખ ટનનો પૂરતો સ્ટોક હતો જે સાડા ત્રણ મહિનાની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો હોવાનું ચોપરાએ જણાવ્યું છે. ઓગસ્ટમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહ્યુ હોવાની અટકળો વચ્ચે ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝનમાં શેરડીના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થવાની કેટલીક અફવાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેના લીધે કેટલાક બજારોમાં અછત અને ભાવ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે, શેરડીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.