ફિનટેક યુનિકોર્ન મનીવ્યૂએ સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 માર્ચઃ ગ્રાહક કેન્દ્રિત, ડિજિટલ અને ક્રેડિટ-આધારિત ફિનટેક પ્લેટફોર્મ મનીવ્યૂ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. Moneyview App ચાર મુખ્ય શ્રેણીઓ – Borrow, Transact, Invest and Protect – માં નાણાંકીય પ્રોડક્ટ્સનો સમગ્ર સંપૂટની ઍક્સેસ પૂરી પાડે છે, જે યુઝર્સને એક જ પ્લેટફોર્મ પર તેમની વિવિધ નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવે છે.
2014માં આઈઆઈટી દિલ્હીના સ્નાતકો પુનીત અગ્રવાલ (મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) અને સંજય અગ્રવાલ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ટેકનોલોજી ઓફિસર) દ્વારા સ્થાપિત મનીવ્યૂને એક્સેલ, ટાઇગર ગ્લોબલ, રેબિટ કેપિટલ અને અન્ય જેવા ટોચના રોકાણકારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2022થી નફાકારક રહી છે અને નાણાંકીય વર્ષ 2024ની તુલનામાં નાણાંકીય વર્ષ 2025માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 61 ટકાનો વધારો નોંધાવીને તેની વૃદ્ધિ ગતિને મજબૂત બનાવી રહી છે.
કંપનીની મુખ્ય પ્રોડક્ટ ડિજિટલ પર્સનલ લોન છે, જે 2017માં લોન્ચ કરવામાં આવી હતી અને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રૂ. 19,814 કરોડની મેનેજ્ડ એયુએમ સાથે આવકની મુખ્ય ચાલકબળ રહી છે. ડિજિટલ ધિરાણમાં અગ્રણી તરીકે, નાણાંકીય વર્ષ 2025માં કુલ ડિજિટલ અનસિક્યોર્ડ પર્સનલ લોન મંજૂરીઓમાં મનીવ્યૂનો હિસ્સો આશરે 11 ટકા હતો અને ડિજિટલ અનસિક્યોર્ડ પર્સનલ લોન સેગમેન્ટમાં (લિસ્ટેડ ન હોય તેવી સાથી કંપનીઓ) સૌથી વધુ એયુએમ નોંધાવી હતી.
આ પ્લેટફોર્મે 125 મિલિયનથી વધુનો યુઝર બેઝ બનાવ્યો છે, જે ભારતમાં 99.55 ટકા પિન કોડ્સ પર કવરેજ સાથે 36.20 ટકાના સીએજીઆર પર વધી રહ્યો છે. તેના લગભગ 79 ટકા યુઝર્સ ટિયર 2 અને તેનાથી આગળના શહેરોમાં સ્થિત છે, જેમની સરેરાશ માસિક આવક રૂ. 47,000 છે અને સરેરાશ ઉંમર 32 વર્ષની છે, જે મધ્ય ભારત સાથે કંપનીની મજબૂત પહોંચ અને સતત જોડાણને દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં, કંપની પાસે રૂ. 19,814 કરોડની મેનેજ્ડ એયુએણ હતી અને તે 15.9 ટકાના રિટર્ન ઓન ઇક્વિટી (ROE) સાથે નફાકારકતામાં સુધારો દર્શાવવાનું ચાલુ રાખે છે.
મનીવ્યૂએ નાણાંકીય વર્ષ 2025માં રૂ. 2,379 કરોડની આવક અને રૂ. 240 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળા (નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ નવ મહિના) માટે, કંપનીએ રૂ. 2,409 કરોડની આવક અને રૂ. 245 કરોડનો ચોખ્ખો નફો (અપવાદરૂપ બાબતો પહેલાં) નોંધાવ્યો હતો, જે તેના સંપૂર્ણ વર્ષના નાણાંકીય વર્ષ 2025ના આવક અને નફાથી વધુ હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
.
