HDFC બેંકે ડિજિટલ રૂપિયા સંબંધિત 5 નવી પહેલ લૉન્ચ કરી
અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: HDFC બેંક દ્વારા ડિજિટલ રૂપિયા (સીબીડીસી)ના એવા અનેક યુઝ કેસ રજૂ કરવામાં આવ્યાં,જે કન્ઝ્યુમરોના રોજિંદા અનુભવો તેમજ કૉર્પોરેટ ઉપયોગોમાં ભારતની સોવરિન ડિજિટલ કરન્સીની વધતી જતી પ્રાસંગિકતાને દર્શાવે છે. ગત અઠવાડિયે એક ઇન્ડસ્ટ્રી ફૉરમમાં રજૂ કરવામાં આવેલી આ પહેલ વ્યવહારુ ઉપયોગિતા, નિયમનકારી અનુપાલન અને વ્યાપક સુલભતા પર પ્રકાશ પાડે છે,જે ડિજિટલ રૂપિયાને ભારતના ડિજિટલ અર્થતંત્રમાં રોજિંદા જીવનનું એક સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું અભિન્ન અંગ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રજૂ કરવામાં આવેલી મુખ્ય વિશેષતાઓ
1. ક્રેડિટ કાર્ડ રીવૉર્ડ પોઇન્ટ રીડમ્પશન:ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડના રીવૉર્ડ પોઇન્ટ્સને કોઈપણ બ્રાન્ડ-સ્પેસિફિક રીવૉર્ડ વાઉચરની જેમ ડિજિટલ રૂપિયા સામે રીડીમ કરી શકાશે. ગ્રાહકો ડાઇનિંગ, ફ્યુઅલ, એપરલ કે ઇલેક્ટ્રોનિક્સ જેવી વિવિધ કેટેગરીમાં રીવૉર્ડ્સને રીડીમ કરી શકશે અને છેલ્લાં બાકી બચેલા પૈસા સુધી તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે,જેના પરિણામે તેઓ જે રીતે પોતાના રીવૉર્ડ બેનિફિટ્સનો લાભ લે છે, તેમાં વધુ સુગમતા અને પારદર્શકતા આવશે.
2. કસ્ટમર પ્રમોશનમાં ગિફ્ટ વાઉચર્સ:પ્રમોશનલ કેમ્પેઇનમાં ડિજિટલ રૂપિયાના ગિફ્ટ વાઉચર્સનો સમાવેશ કરવામાં આવશે અનેગ્રાહકો દ્વારા યોગ્ય શરતો પૂરી કરવા પર બેંક તેને આપમેળે એક્ટિવેટ કરી શકશે. એક્ટિવેટ થયા બાદ,આ વાઉચર સીધું ગ્રાહકના HDFC બેંક ડિજિટલ રુપી વૉલેટમાં જમા થઈ જશે,જેને મર્ચન્ટની વિવિધ કેટેગરીમાં કોઈપણ યુપીઆઈ ક્યૂઆર કૉડ સ્કેન કરીને ખર્ચી શકાશે. તેના પરિણામે ગ્રાહકને વધુ પસંદગી મળશે અને પ્રમોશનલ કેમ્પેઇનની અસરકારકતા વધશે.
3. કર્મચારીઓના ભથ્થાં અને ભરપાઈ માટે ડિજિટલ રુપી કૉર્પોરેટ પોર્ટલ:સંસ્થાઓ ટૂંક સમયમાં HDFC બેંકમાં રહેલા તેમના કૉર્પોરેટ નેટ-બેન્કિંગ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પોતાની જાતે કર્મચારીઓના ભોજન, ફ્યુઅલ અને મુસાફરીના ભથ્થાંને સીધા ડિજિટલ રુપીમાં ચૂકવી શકશે. પ્રોગ્રામેબલ પેઆઉટ્સથી એ વાતની ખાતરી કરી શકાશે કે, નાણાંનો ઉપયોગ ફક્ત નિર્ધારિત હેતુ માટે જ કરવામાં આવે,જેનાથી નિયમનકારી અનુપાલન સુધરશે અને ફાઇનાન્સ ટીમો માટે રીકન્સિલિએશનનું કામ નોંધપાત્ર રીતે ઘટશે.

4. BHIM મારફતે વ્યાપક ઍક્સેસ:HDFC બેંકના ડિજિટલ રુપી વૉલેટ્સ BHIM પર ઉપલબ્ધ હશે,જેના માધ્યમથી ગ્રાહકો પોતાના સીબીડીસી વૉલેટમાંથી સીધું યુપીઆઈ-સ્ટાઇલ પેમેન્ટ કરી શકશે. આ ઇન્ટિગ્રેશનથી મર્ચન્ટ્સ દ્વારા સ્વીકાર્યતા અને યુઝર્સ માટે રોજિંદી સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.
5. ફ્લાઇટમાં ચૂકવણી કરવા માટે ઑફલાઇન સીબીડીસી:સીબીડીસીને ટેરેસ્ટ્રિયલ કનેક્ટિવિટીથી આગળ વધારવાથી,ગ્રાહકો ટૂંક સમયમાં ફ્લાઇટમાં ખાણી-પીણી અથવા સીટ અપગ્રેડ કરવા માટે HDFC બેંકના પીઓએસ ડીવાઇઝ પર પોતાનો ફોન ટૅપ કરીને ચૂકવણી કરી શકશે. આ સુવિધા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ કામ કરે છે,જેથી હવાઈ મુસાફરી દરમિયાન પણ સરળતાથી ચૂકવણી કરી શકાશે.
HDFC બેંકના બ્રાન્ચ બેન્કિંગ,પેમેન્ટ્સ,ટ્રેઝરી,લાયેબિલિટી પ્રોડક્ટ્સ,માર્કેટિંગ,વર્ચ્યુઅલ ચેનલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ શ્રી આશિષ પાર્થસારથીએજણાવ્યું હતું કે,‘ડિજિટલ રૂપિયા સાર્વભૌમ નાણાંની વિશ્વસનીયતા સાથે પ્રોગ્રામેબિલિટી,પારદર્શકતા અને વધુ મજબૂત નિયંત્રણોનું સંયોજન કરે છે. આ યુઝ કેસ રીટેઇલ અને હૉલસેલ માર્કેટમાં ચોક્કસ હેતુલક્ષી ચૂકવણીઓ,નિયમનકારી અનુપાલન અને ઑડિટેબિલિટી સંબંધિત ઊભરતી જરૂરિયાતોને પૂરી કરે છે. અમે સીબીડીસીની સંભાવનાને જવાબદાર અને મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા ઉકેલોમાં પરિવર્તિત કરવા માટે આરબીઆઈ સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ.’
આ પ્રસ્તુતિ અંગે ટિપ્પણી કરતાંHDFC બેંકના સીનિયર ઇવીપી શ્રી રજનીશ પ્રભુએ જણાવ્યું હતું કે, ‘ડિજિટલ રૂપિયાની સ્વીકૃતિનો આગામી તબક્કો તેના વ્યાપ અને રોજિંદા ઉપયોગ દ્વારા આગળ વધશે. યુપીઆઈ,મર્ચન્ટ એક્સેપ્ટન્સ,રીવૉર્ડ્સ, કર્મચારીને મળતાં લાભ અને ઑફલાઇન ચૂકવણી જેવી પરિચિત સુવિધાઓમાં સીબીડીસીને સામેલ કરીને અમે ગ્રાહકો અને બિઝનેસ માટે રોજિંદા જીવનમાં ડિજિટલ રુપીનો ઉપયોગ સરળ બનાવી રહ્યા છીએ અને સાથે-સાથે પ્રોગ્રામેબલ પેમેન્ટ્સ માટે નવી શક્યતાઓ પણ ઊભી કરી રહ્યા છીએ.
સીબીડીસી પ્રોગ્રામેબિલિટી,નિયમનકારી અનુપાલન અને પારદર્શકતા જેવી સુવિધાઓ પૂરી પાડીને યુપીઆઈને પૂરક બની રહે છે,કારણ કે આ સુવિધાઓ ફક્ત ખાતા-આધારિત ડિજિટલ ચૂકવણીથી પૂરી પાડવી શક્ય નથી. ઑટોમેટેડ કૉર્પોરેટ ચૂકવણીઓથી લઈને ઑફલાઇન ઇન-ફ્લાઇટ પેમેન્ટ્સ સુધી,HDFC બેંક દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આ યુઝ કેસ રીટેઇલ અને હૉલસેલ એમ બંને ઇકોસિસ્ટમમાં વારંવાર અનુભવાતી જીવનની વાસ્તવિક જરૂરિયાતોમાં ડિજિટલ રુપીનો ઉપયોગ વધારવાના હેતુ સાથે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોને દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
