રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં
અમદાવાદ, 31 માર્ચઃ રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ સ્પીડ, શ્રેષ્ઠ વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે.
ટ્રાઇના આ તારણો જિયોના અત્યાધુનિક અને ભવિષ્ય માટે તૈયાર મોબાઈલ નેટવર્ક થકી ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા પર મહોર મારે છે.

ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે જિયોએ 258.16એમબીપીએસની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે-જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન વધુ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે. જિયોએ 39.19એમબીપીએસની સરેરાશ 5G અપલોડ સ્પીડ પણ આપી છે-જે ફરીથી તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આવી સ્પીડ માત્ર ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ કનેક્ટિવિટી પ્રત્યે જિયોનો કસ્ટમર-ફર્સ્ટ અભિગમ પણ દર્શાવે છે, જે તેને ડિજિટલ-પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે.
જિયો લો લેટન્સીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જે વીડિયો કોલ્સ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઇન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક નિર્ણાયક પરિબળ છે. ડેટા પેકેટ્સની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરીને જિયો વપરાશકર્તાઓને વધુ સુગમ અને પ્રતિભાવશીલ અનુભવ પૂરો પાડે છે – જે ન્યૂનતમ વિલંબ સાથે રિયલ ટાઇમ ઇન્ટરેક્શનને મજબૂત બનાવે છે.
ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો – જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રહેણાંક વિસ્તારોથી લઈને વધુ ટ્રાફિક ધરાવતા કોરિડોર અને પેડેસ્ટ્રિયન ઝોનનો સમાવેશ થાય છે. જિયોના જટીલ અને સુવ્યવસ્થિત નેટવર્ક આર્કિટેક્ચરે આ તમામ ક્ષેત્રોમાં હાઇ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કર્યું છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સતત ગુણવત્તા જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બફર-ફ્રી સ્ટ્રીમિંગ અને એચ.ડી. વોઈસ કોલ્સથી લઈને રિયલ ટાઇમ ગેમિંગ અને કોલેબરેશન સુધી, રિલાયન્સ જિયો અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઈલ વપરાશકર્તાઓ માટે પસંદગીના નેટવર્ક તરીકે અગ્રેસર રહ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક કેન્દ્રીત નવીનતા સાથે જિયો માત્ર ભારતના ડિજિટલ લક્ષ્યો સાથે તાલ નથી મિલાવી રહ્યું – તે તેને આગળ ધપાવી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
