IPOનું ઘોડાપૂર: આ સપ્તાહે 16 IPOનું આક્રમણ, 9 IPO લિસ્ટિંગના લિટમસ ટેસ્ટ માટે સજ્જ

સપ્ટેમ્બરના આઇપીઓ સહિત, ચાલુ કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ લગભગ રૂ. 87,900 કરોડની સપાટીએ
અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે એકી સાથે 16 આઇપીઓ આક્રમણ માટે સજ્જ છે. એટલું જ નહિં, સેકન્ડરી માર્કેટમાં લિસ્ટિંગ માટે 9 આઇપીઓ ટેસ્ટિંગ માટે સજ્જ બન્યા છે. તે જોતાં 16 કંપનીઓ તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ સાથે રૂ. 7,300 કરોડથી વધુ એકત્ર કરવા માટે IPO યોજવા માટે સજ્જ બની છે. તે પૈકી મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 12 આઇપીઓ મારફત આશરે રૂ. 7,200 કરોડના ફંડ એકત્રિકરણનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરના ઇશ્યૂ સહિત, ચાલુ કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ લગભગ રૂ. 87,900 કરોડ સુધી પહોંચી ગયું છે.
7 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહેલા આઇપીઓ
પ્રણવ કન્સ્ટ્રક્શન્સ તેનો IPO લોન્ચ કરનારી પ્રથમ મેઈનબોર્ડ કંપની હશે, જેનો રૂ. 351 કરોડનો પ્રથમ પબ્લિક ઈશ્યૂ 7 સપ્ટેમ્બરે ખુલશે. પ્રાઈસ બેન્ડ રૂ. 118-124 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
SME સેગમેન્ટની અપના લોજિસ્ટિક્સ પણ તે જ દિવસે તેનો IPO ખોલશે, જે રૂ. 60 પ્રતિ શેરના ફિક્સ્ડ ઈશ્યૂ ભાવે રૂ. 34 કરોડ એકત્ર કરવા માંગે છે. બંને ઈશ્યૂ 9 સપ્ટેમ્બરે બંધ થશે.
8 સપ્ટેમ્બરે ખૂલવા જઇ રહેલા આઇપીઓ
કનોહર ઇલેક્ટ્રિકલ્સ, પ્રસોલ કેમિકલ્સ અને ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) – જે બધા 8 સપ્ટેમ્બરે ખુલશે અને 10 સપ્ટેમ્બરે બંધ થશે.રૂ. 601-632 પ્રતિ શેરના ઉપલા છેડે રૂ. 1,055.7 કરોડ એકત્ર કરવા માટેની યોજના ધરાવે છે.
પ્રસોલ કેમિકલ્સે તેના રૂ. 500 કરોડના IPO માટે તેનો પ્રાઇસ બેન્ડ રૂ. 643-676 પ્રતિ શેર નક્કી કર્યો છે.
ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) તેના IPO દ્વારા રૂ. 172-182 ની પ્રાઇસ બેન્ડ સાથે રૂ. 428 કરોડ એકત્ર કરી રહી છે.
9 સપ્ટેમ્બરે એકી સાથે ખૂલી રહેલા 9 આઇપીઓ એક નજરે
9 સપ્ટેમ્બરના રોજ એકી સાથે 9 આઇપીઓ ખૂલી રહ્યા છે તે પૈકી છ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી રહેશે જેમાં – રેન્ટોમોજો, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા), મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ, સ્ટીમહાઉસ ઇન્ડિયા, LCC પ્રોજેક્ટ્સ અને કરમતારા એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. જ્યારે SME સેગમેન્ટમાંથી 3 આઇપીઓ ખૂલી રહ્યા છે. તેમાં – એમટેક એસ્ટર્સ, વિનોદ ટેક્સવર્લ્ડ અને ઇન્ફ્રાક્સ રિન્યુએબલનો સમાવેશ થાય છે. આ નવ IPO મળીને રૂ. 4,611 કરોડ એકત્ર કરશે, જે આ સપ્તાહે કુલ ભંડોળ એકત્ર કરવાના લગભગ 64 ટકા બનશે.
રેન્ટોમોજો રૂ. 384-404 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ પર રૂ. 1,256 કરોડ એકત્ર કરશે.
મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ તેના શેર દીઠ રૂ. 322-339ના પ્રાઇસ બેન્ડ સાથે રૂ. 805 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.
કરમતારા એન્જિનિયરિંગ તેના શેર દીઠ રૂ. 241-254 ના પ્રાઇસ બેન્ડ સાથે તેના IPO દ્વારા રૂ. 875 કરોડ એકત્ર કરવા માંગે છે.
એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) શેર દીઠ રૂ. 132-139ના અપર પ્રાઇસ બેન્ડ સાથે રૂ. 733 કરોડ કરવાની દરખાસ્ત ધરાવે છે.
ગુજરાત સ્થિત ઔદ્યોગિક ગેસ સપ્લાયર સ્ટીમહાઉસ ઇન્ડિયાએ તેના IPO દ્વારા રૂ. 414 કરોડ એકત્ર કરવા માટે મૂડી બજારોમાં પ્રવેશ કર્યો છે.
LCC પ્રોજેક્ટ્સ તેના શેર દીઠ રૂ. 139-146 ના પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે રૂ. 427 કરોડ એકત્ર કરી રહી છે.
SME સેગમેન્ટમાં, ટેક્સટાઇલ કંપની વિનોદ ટેક્સવર્લ્ડ 94 રૂપિયા પ્રતિ શેરના ફિક્સ્ડ-પ્રાઇસ ઇશ્યૂ દ્વારા લગભગ 43 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
ઇન્ફ્રાક્સ રિન્યુએબલ 104 રૂપિયા પ્રતિ શેરના ફિક્સ્ડ ભાવે 40.88 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે.
એમટેક એસ્ટર્સ તેના 71-75 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે 17.88 કરોડ રૂપિયા એકત્ર કરશે.
10 સપ્ટેમ્બરે ખૂલી રહેલા આઇપીઓ એક નજરે
વીગાલેન્ડ ડેવલપર્સ 10 સપ્ટેમ્બરના રોજ IPO દ્વારા 210 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજારોમાં પ્રવેશ કરશે, જેમાં સંપૂર્ણપણે નવા શેરનો સમાવેશ થશે. પ્રાઇસ બેન્ડ 130-140 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
11 સપ્ટેમ્બરે ખૂલી રહેલા આઇપીઓ ઉપર એક નજર
મણિકા પ્લાસ્ટેક આગામી અઠવાડિયે 11 સપ્ટેમ્બરના રોજ તેનો IPO ખોલી રહી છે. કંપનીએ તેનો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી, અને તેથી, કુલ ઇશ્યૂ કદ ઉપલબ્ધ નથી. આ IPOમાં 92.5 કરોડ રૂપિયાના શેરનો નવો ઇશ્યૂ, પ્રમોટર એન્ટિટી VRIDAA હોલ્ડિંગ ટ્રસ્ટ દ્વારા 76.74 લાખ શેરની ઓફર ફોર સેલ (OFS) સાથેનો સમાવેશ થાય છે.
આ સપ્તાહે બંધ થવા જઇ રહેલા IPO એક નજરે
ક્વોલિઅન્સ ઇન્ટરનેશનલનો 45 કરોડ રૂપિયાનો IPO 8 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. જાહેર ઇશ્યૂને 4 સપ્ટેમ્બરના રોજ રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, બિડિંગના પહેલા દિવસે, જ્યારે તે 12.51 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

આ અઠવાડિયે 9 આઇપીઓ લિસ્ટિંગના લિટમસ ટેસ્ટ માટે સજ્જ
આ અઠવાડિયે કુલ નવ નવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગના લિટમસ ટેસ્ટ માટે સજ્જ બની છે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટની ત્રણ કંપનીઓનો સમાવેશ થશે. પર્પલ સ્ટાઇલ લેબ્સ 7 સપ્ટેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ પર તેના શેર લિસ્ટ કરશે, ત્યારબાદ MOM’s Belief ની પેરેન્ટ કંપની Rays of Belief અને 8 સપ્ટેમ્બરના રોજ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી નિર્માતા દીપા જ્વેલર્સ તેના શેર લિસ્ટ કરશે. SME સેગમેન્ટમાં, આશુતોષ ફાઇબર અને શાંતિ ઇનઓર્ગેનિક્સ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યૂ કરશે, જ્યારે ફાયકેમ ટેક્નોલોજીસ 7 સપ્ટેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરશે. ફ્લાય-હાઇ મેરીટાઇમ ટ્રાવેલ્સ અને ફાર્મ પીસ 8 સપ્ટેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની ધારણા છે. ક્વોલિઅન્સ ઇન્ટરનેશનલ આ અઠવાડિયે લિસ્ટિંગ કરાવનારી છેલ્લી કંપની હશે, અને તેના શેર 11 સપ્ટેમ્બરે NSE ઇમર્જ પ્લેટફોર્મ પર ડેબ્યૂ થવાની શક્યતા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
